જન્માષ્ટમી મારી નજરે

  • 2.4k
  • 766

લેખ:- જન્માષ્ટમી મારી નજરેલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીભારત દેશ એટલે તહેવારોનો દેશ. દર મહિને કોઈક ને કોઈક તહેવાર તો હોય જ! એની ઉજવણી પણ ધામધૂમથી થાય. પણ ક્યારેક આ ઉજવણી કરવામાં ને કરવામાં તહેવારનો જે મૂળભૂત હેતુ છે એ ભૂલાઈ જાય છે. શા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે એનાં તરફ કોઈનું ધ્યાન જતું જ નથી. ઘરનાં બાળકોને તહેવાર વિશે યોગ્ય સમજ પણ આપવામાં આવતી નથી. બસ, માત્ર ફરજ પાડવામાં આવે છે કે, "આ તહેવારમાં આમ જ કરાય અને આવું જ ખવાય." પણ સમજાવો તો ખરાં કે શા માટે આવું જ કરાય? આવો જ એક તહેવાર હાલમાં જ સૌએ ઉજવ્યો.