ll વિંધ્યાવાસિની દેવી...નમસ્તુંભ્યમ્ ll

  • 2.6k
  • 3
  • 960

વિંધ્યવાસિની માતા: આજના ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર જિલ્લામાં એક પર્વતનું નામ "વિન્ધ્યાચલ" છે.આ પર્વતની ટોચ દક્ષિણ દિશા તરફ નમેલી છે.આપણે રાષ્ટ્રીય ગીત ગાઈએ છીએ તેમાં પણ આ પર્વતનું નામ રટણ કરીએ છીએ.શાસ્ત્રોક્ત કહેણી છે કે એક વખત બધા પર્વતોની બેઠક થઇ અને ચર્ચા ચાલી કે આ પૃથ્વી પર સૌથી ઊંચો પર્વત કોણ? હકારાત્મક ચર્ચામાં હિમાલય બોલ્યા કે "હું આ જગતમાં ઊંચામાં ઊંચો પર્વત કૈલાસ છું."આ વાતનું વિંધ્યાચલને પોતાનું ઊંચામાં ઊંચા હોવાનું અભિમાન ઉતરી ગયું.રાત દિવસ ઈર્ષ્યાના અતિરેકથી વિન્ધ્યાચલને હિમાલયની વેર લેવાની વૃત્તિ જાગૃત્ત થઇ.અને દેવોના દેવ મહાદેવ અને મહાદેવના દેવ શ્રુષ્ટિ રચયિતા બ્રહ્માને રિઝવવા ઘોર તપસ્યા કરી.પરિણામે બ્રહ્માજીને પ્રસન્ન કરી લીધા અને