ll Vindhyavasini Devi...Namastumbhyam ll books and stories free download online pdf in Gujarati

ll વિંધ્યાવાસિની દેવી...નમસ્તુંભ્યમ્ ll

વિંધ્યવાસિની માતા:
આજના ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર જિલ્લામાં એક પર્વતનું નામ "વિન્ધ્યાચલ" છે.આ પર્વતની ટોચ દક્ષિણ દિશા તરફ નમેલી છે.આપણે રાષ્ટ્રીય ગીત ગાઈએ છીએ તેમાં પણ આ પર્વતનું નામ રટણ કરીએ છીએ.
શાસ્ત્રોક્ત કહેણી છે કે એક વખત બધા પર્વતોની બેઠક થઇ અને ચર્ચા ચાલી કે આ પૃથ્વી પર સૌથી ઊંચો પર્વત કોણ? હકારાત્મક ચર્ચામાં હિમાલય બોલ્યા કે "હું આ જગતમાં ઊંચામાં ઊંચો પર્વત કૈલાસ છું."
આ વાતનું વિંધ્યાચલને પોતાનું ઊંચામાં ઊંચા હોવાનું અભિમાન ઉતરી ગયું.રાત દિવસ ઈર્ષ્યાના અતિરેકથી વિન્ધ્યાચલને હિમાલયની વેર લેવાની વૃત્તિ જાગૃત્ત થઇ.અને દેવોના દેવ મહાદેવ અને મહાદેવના દેવ શ્રુષ્ટિ રચયિતા બ્રહ્માને રિઝવવા ઘોર તપસ્યા કરી.પરિણામે બ્રહ્માજીને પ્રસન્ન કરી લીધા અને નમસ્કારની મુદ્રા રાખી વિન્ધ્યએ કહ્યું અને બ્રહ્માજીએ તપનું કારણ પૂછ્યું...બોલ વત્સ મને કેમ યાદ કર્યો?
વિન્ધ્ય બોલ્યા પ્રભુ! "હિમાલય પર્વતે મારું ઘોર અપમાન કર્યું છે.માટે મારે એને નીચો દેખાડવા મને વરદાન આપો કે હું આ પૃથ્વી પર ઊંચામાં ઊંચો બની શકું."
બધી વાત જાણી બ્રહ્માજીએ તથાસ્તુઃ કીધું.વિન્ધ્ય પણ પોતાને સ્થાને આવીને વરદાન મુજબ વધવાનું ચાલુ કર્યું.
પૃથ્વી પર વિન્ધ્ય ઊંચો થતો જાય છે તેવી બધાં પૃથ્વીના જડ,ચેતન,વાયુ તત્વ,જળ,જીવ,વનસ્પતિ,પર્વતોને વાયુવેગે ખબર પડી ત્યારે ખળભળાટ મચી ગયો.બધા ઋષિ,તપસ્વી,દેવો,દાનવો,સત્તપુરુષોની બેઠક થઇ બ્રાહ્મજીને પ્રસન્ન કર્યાં અને વિનંતી કરી કે પ્રભો! વિન્ધ્યને સમજાવો કે ઊંચો ના વધે કેમકે સુરજ દેખાતો નથી,દિવસ ઉગતો નથી,વનસ્પતિ મુરઝાવા લાગી છે,ધન ધાન્ય કરમાવા લાગ્યાં છે,વરસાદ થતો નથી,પવન થતો નથી,ઝાડ પર ફળ બેસતું નથી,કશુંય દેખાતું નથી,સર્વત્ર અંધકાર છવાઈ ગયો છે,ખેતી ઘાસ થતું નથી,પશુઓ ઘાસ ખાતાં નથી,રોગચાળો વધી ગયો છે,લોકો ઢગલે ઢગલા બીમારીમાં મરણ પામી રહ્યાં છે,શું ખવડાવવું તે કંઈ સૂઝતું નથી,નદી સરોવર સુકાવા લાગ્યાં છે.લોકો અને પૃથ્વીની તમામ જીવ સૃષ્ટિ ભૂખે તરસે મરી રહ્યાં છે.બાળકો રડવું છોડતાં નથી, વૃદ્વ લોકોને ખાંસી તાવ મટતો નથી. જંગલના પ્રાણી ભૂખે રડે છે.ભયાનક બિહામણું લાગે છે જગત!!
બ્રહ્માજી આ બધાનો આર્તનાદ સાંભળી દુઃખી થયા કેમકે તેમણે પોતે એ જ વિન્ધ્યને વરદાન આપી ચુક્યા હતા અને હવે શું કરવું તે તેમને સૂઝ ન પડી.છેવટે મનોમંથન બાદ એક વાત સૂઝી કે વિન્ધ્યના પિતાશ્રી "અગસ્તી ઋષિ"ને મળી આ વાત કરીએ.
સૌ અગસ્તીઋષિને મળ્યા અને પ્રાર્થના કરી કે પ્રભો! તમારા પુત્ર વિન્ધ્યને સમજાવો કે ઊંચા ના વધે.અને અગસ્તિએ બધાંને પોતપોતાને સ્વસ્થાને જવા જણાવતા કીધું કે હું વિન્ધ્યને સમજાવીશ.
અગસ્તી ત્યારબાદ યોગ સાધનામાં વિન્ધ્યને સમજાવવા ઉકેલ વિચારવા લાગ્યા.શરીર ચિંતાગ્રસ્ત થતાં મનોમન વિચાર્યું કે મારું મોત થશે અને આ લોકોનું કામ થશે નહીં તેમ સમજી દક્ષિણમાં તીર્થંયાત્રા કરવા વિચાર્યું.
ઋષિએ જાત્રાએ જતાં પહેલાં વિન્ધ્યને મળવાનું નક્કી કર્યું અને તેઓ વિન્ધ્ય પાસે ગયા.પોતાના પિતા મળવા આવે છે તેમ વિચારી વિન્ધ્યએ નજીક આવતા પોતાના પિતાને નમન કરવા લાગ્યા અને નમન અવસ્થામાં વિન્ધ્ય બોલ્યા બાપુજી! આપ મારે ત્યાં આવવાનું કોઈ કારણ? મને સંદેશ મોકલ્યો હોત તો હું ખુદ તમારી પાસે આવી જતે.
અગસ્તીએ જણાવ્યું કે બેટા! હું દક્ષિણમાં જાઉં છું.મારું શરીર હવે કૃશ થતું જોઉં છું,એટલે વિચાર આવે છે કે મારું મૃત્યુ નજીકમાં છે.માટે તું મારું એક કામ કરજે.
વિન્ધ્ય નમન અવસ્થામાં કીધું કે આજ્ઞા કરો! પિતાશ્રી બોલો આપ આજ્ઞા કરો..! અને અગસ્તિએ કીધું કે એક નાનકડું કામ છે."હું દક્ષિણમાં તીર્થ કરીને પાછો તારી પાસે ના આવુ ત્યાં સુધી તારે આ નમનની મુદ્રામાં જ રહેવાનું."
વિન્ધ્યએ પિતા અગસ્તીની આજ્ઞા માથે ચડાવી પરિણામે અગસ્તી દક્ષિણાટન કરવા નીકળી પડ્યા.
(એવુ કહેવાય છે કે અગસ્તી હજુ સુધી પાછા નથી ફર્યા અને વિન્ધ્ય ત્યારથી આજ સુધી પિતાજીની આજ્ઞાનું પાલન કરતો પર્વત આજે પણ નમેલો છે.)
બીજી બાજુ અગસ્તીની આજ્ઞા જોઈ મહાદેવને દયા આવી કે આ રીતે નમેલો રહેશે તો તેનાં દર્શને કોઈ નહીં આવે એટલે પર્વતોની રાજકુમારી પાર્વતીજીને વિનંતી કરી કે તમેં આ પર્વત પર બિરાજો અને લોકોનું કલ્યાણ કરો દેવી! પાર્વતીજીએ મહાદેવની આજ્ઞાનું પાલન કર્યું અને તે પર્વત પર બિરાજમાન થયાં અને એ રૂપે બિરાજયાં એટલે એ દેવી આ પર્વત પર "વિંધ્યાવાસિની" દેવી નામે જગવિખ્યાત થયાં.
બીજી બાજુ "કૃષ્ણાવતાર"માં કંસની બહેન તરીકે તે અવતર્યા.પરંતુ લોકોના કલ્યાણારાર્થે વિન્ધ્યાચલ પર્વત પર તેમણે પોતાની બેઠક કાયમી કરી દીધી.
મથુરાનગરીના રાજા કંસ પર તેને ખૂબ ચીડ હતી.ભાઈ બહેનના ઝઘડાથી દૂર જઈ વસી હતી વિંન્ધ્યવાસિની.
જતાં જતાં વિન્ધ્યવાસિનીએ કંસને કીધું કે દેવકીનું આઠમું સંતાન તને મારશે.યાદ રાખજે.અને બન્યું પણ એવું જ કે દેવકીના આઠમા સંતાન મહાભારત કાળમાં શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો તે બધાંને સુવિદિત છે.
જયારે વિન્ધ્યાચલ પર્વત પર જાઓ ત્યારે આ દેવીને ખરા દિલથી પ્રણામ કરવાનું ના ભૂલતા કેમકે તેઓ આ પર્વત પર ન વસ્યાં હોત તો સર્વત્ર પ્રકારે પૃથ્વી નાશ પામી હોત! જેમ ચંદ્ર કે મંગળ નિર્જીવ છે તેમ!!!
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)