નારદ પુરાણ - ભાગ 13

  • 736
  • 3
  • 264

સનક ઋષીએ આગળ કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, હવે હું બીજા ઉત્તમ વ્રતનું વર્ણન કરું છું તે સાંભળો. તે સર્વ પાપોનો નાશ કરે છે અને સર્વની મનોવાંછિત કામનાઓ સફળ કરનારું છે. માર્ગશીર્ષ માસના  શુક્લપક્ષની પૂર્ણિમાની તિથીએ નિયમપૂર્વક પવિત્ર થઈને શાસ્ત્રીય આચાર અનુસાર દંતધાવન કરી સ્નાનાદિથી શુદ્ધ થઇ ભગવાન નારાયણનું સ્મરણ કરવું. સંકલ્પપૂર્વક ભક્તિભાવથી તેમનું પૂજન કરવું.         વ્રત કરનારે ‘નમો નારાયણાય’ આ મંત્રથી આવાહન, આસન તથા ગંધ-પુષ્પ આદિ ઉપચારો દ્વારા ભક્તિયુક્ત થઈને ભગવાનની અર્ચના કરવી, ભગવાનની આગળ ચતુષ્કોણ વેદી બનાવવી. એની લંબાઈ- પહોળાઈ આશરે એક હાથ રાખવી. ગૃહ્યસૂત્રમાં જણાવેલી પદ્ધતિ પ્રમાણે અગ્નિની સ્થાપના કરવી અને તેમાં પુરુષસૂક્તના મંત્રો દ્વારા ચરુ, તલ તથા