જીવન પથ ભાગ-41

  • 352
  • 92

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૧         ‘અસંભવ માત્ર એ જ છે જેની તમે શરૂઆત કરી નથી.’        આ એક એવો સુવિચાર છે જે આજના જીવનની સૌથી મોટી સમસ્યા એટલે કે ટાળવાની વૃત્તિ પર સીધો પ્રહાર કરે છે. આજના યુગમાં આપણને દરેક માહિતી એક ક્લિક પર મળી જાય છે. અને બધું જ એટલું ઝડપી છે કે જો કોઈ કામ થોડું પણ મોટું કે જટિલ લાગે તો આપણે તરત જ તેને 'અશક્ય' માનીને પડતું મૂકી દઈએ છીએ. આપણને પરફેક્ટ શરૂઆત જોઈએ છે અને પરફેક્ટ શરૂઆતની રાહ જોવામાં જ આપણી આખી જિંદગી નીકળી જાય છે.        આજના સમયમાં 'અશક્ય' શબ્દનો અર્થ 'બહુ મહેનત કરવી પડશે' એવો થઈ ગયો છે. આપણે કોઈ