જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૩ ‘જીવનમાં જો શાંતિ જોઈતી હોય તો બીજાની પંચાત કરવાને બદલે પોતાના પર પંચાયત બેસાડો.’ આજના ડિજિટલ અને દેખાડાના યુગમાં એક જાદુઈ લાકડી જેવો આ વિચાર છે. જે આપણા જીવનની અડધી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે છે. આપણે બધા જ બીજાના જીવનના 'જજ' બની ગયા છીએ અને પોતાના જીવનના 'વકીલ'. આપણે બીજાની નાની અમથી ભૂલ પકડવામાં એટલા માહિર છીએ કે જાણે આપણી પાસે ટેલિસ્કોપ હોય પણ જ્યારે પોતાની ભૂલ જોવાની વાત આવે ત્યારે આપણે અચાનક 'ગાંધારી' બની જઈએ છીએ.આજના જમાનામાં ઓટલા પંચાત ઓછી થઈ ગઈ છે પણ તેની જગ્યા 'વોટ્સએપ ગ્રુપ' અને 'સોશિયલ મીડિયા' એ લઈ લીધી છે. આપણે બીજાના સ્ટેટસ જોઈને નક્કી કરી લઈએ છીએ