પગલાં વગરનું મેદાન

(123)
  • 2.8k
  • 581

ગામ હજી ઊંઘતું હતું.સૂરજ ઊગવા માટે આકાશ પાસે પરવાનગી માગતો હોય એમ, ધીમે ધીમે કેશરી રેખા ફેલાતી હતી. રાતની ઠંડી હજી માટીમાં અટવાઈ હતી. પગ નંગા જમીન પર પડતાં જ જે સળવળાટ થાય, એ જ બાળપણની પહેલી ઓળખ હતી.ફળિયામાં ગાયોની ગળાની ઘંટડી વાગી.ઢોરોને ખુંટે બાંધતા કાકાના હાથમાં લાકડીનો અવાજ—ઠક… ઠક…ઘરના આંગણે તુલસી ક્યારો શાંત ઊભો હતો. મા લોટો લઈને આવી. પાણી છાંટતાં જ માટીની સુગંધ એવી ઉઠી કે જાણે આખું ઘર શ્વાસ લઈ રહ્યું હોય. મા આંખ ઉંચી કરીને બોલી—“હજી સૂઈ રહ્યો છે કે શું?”આ અવાજ સાંભળીને રવિયો પથારીમાં જ હસ્યો.બહાર જવું હતું, પણ દેખાડવું હતું કે હજી ઊંઘ આવે