ઈસ્લામિક સ્ટોરી 5 છાતીમાં શ્વાસ ભરતા ફિરઓન બોલ્યો."હું એની પરીક્ષા લઈશ." "પરીક્ષા?આટલા નાના બાળકની?"આયેશાએ નવાઈ પામતા પૂછ્યુ."હા પરીક્ષા.અને જો એ મારી પરીક્ષામા નાપાસ થયો તો એજ ક્ષણે હું એને કત્લ કરી નાખીશ."ફિરઓને પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો હતો.આયેશા વિચારમા પડી ગઈ કે એનો ખાવિંદ આ માસૂમ મુસાની કઈ પ્રકારની પરીક્ષા લેશે.ફિરઓને પહેલા તો બે વાસણ મંગાવ્યા.એક વાસણમાં જાત જાતની મીઠાઈઓ ભરેલી હતી અને બીજુ વાસણ સળગતા લાલ ચોળ કોલસાથી ભરેલુ હતુ.બન્ને વાસણ જમીન ઉપર મૂકી દીધા પછી મુસાને બન્ને વાસણથી દુર બેસાડ્યો.ફિરઓન મીઠાઈથી