ભાગ 1સાંજનો સમય હતો. વરસાદી વાદળોથી આખું આકાશ ઢંકાઈ ગયું હતું. ગામની બહાર આવેલા જૂના રસ્તા પર એક બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. બસની બારી પાસે બેઠેલી શિવાંગી સતત બહાર જોઈ રહી હતી.તેના પહેરવેષ થી જ તે શહેર ની છોકરી દેખાઈ આવી રહી હતી..તેના હાથમાં એક જૂનું સરનામું હતું – “અર્ધચંદ્ર હવેલી”.શિવાંગીએ જીવનમાં પહેલી વાર કોઈ અજાણ્યા ગામમાં પગ મૂકવાનો નિર્ણય લીધો હતો. શહેરમાં સંગીત શીખવતી શિવાંગી ને અહીં કામ માટે બોલાવવામાં આવી હતી. હવેલીમાં રહેતા બાળકોને સંગીત શીખવવાનું હતું.પણ સરનામાં માં હવેલી નું નામ વાંચી એને અંદરથી અજીબ ગભરાટ થઈ રહ્યો હતો.એ વિચારો માં હતી કે ત્યાં