સવારે હવેલીમાં મીઠો સૂર્યપ્રકાશ ફેલાયો હતો…પણ શિવાંગી માટે આ સવાર થોડી અજાણી હતી.કારણ તે આજે પહેલીવાર પોતાની અલગ જગ્યા એ હતી સૂર્યપ્રકાશ ની કિરણો થી તે ધીમે ધીમે ઊંઘમાંથી જાગી.રાતની એ સફેદ સાડીવાળી સ્ત્રીની છબી હજુ પણ એની આંખોમાં હતી.“શું સાચે જ મેં કોઈને જોયું હતું… કે ફક્ત ભ્રમ?” એણે મનમાં વિચાર્યું.તે તૈયાર થઇ નીચે હોલમાં આવી.હવેલીમાં બધું શાંત હતું…માત્ર દૂર મંદિર તરફથી ઘંટનો અવાજ આવી રહ્યો હતો.તેનું ધ્યાન હજુ ત્યાં હતું કે એટલામાં એક મીઠો અવાજ સંભળાયો—“તમે શિવાંગી છો ને?”શિવાંગી પાછું વળી જોયું છે કે સામે એક હસમુખો યુવક ઊભો હતો.“હું વેદાંત ઝાલા… આ ઘરમાં જો કોઈ નોર્મલ માણસ હોય