જીવન પથ ભાગ-60

  • 156
  • 56

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૬૦         (ગતાંકથી આગળ)        થોડી વાર પછી, જંગલના ડાકુઓની એક ટોળી ત્યાંથી પસાર થઈ. તેમણે વિનયચંદ્રને જોયા. ડાકુઓના સરદારે તલવાર ખેંચી અને પૂછ્યું, ‘તમે કોણ છો? અને આ અઘોર જંગલમાં એકલા કેમ બેઠા છો? શું તમને અમારો ડર નથી લાગતો?’         વિનયચંદ્રએ હસતાં હસતાં જવાબ આપ્યો, ‘ભાઈ, હું વિનયચંદ્ર છું. રાજાએ મને ન્યાયના માર્ગ પર ચાલવા બદલ સજા આપી છે. અને રહી વાત ડરની તો જેણે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું તેને મોતનો ડર કેમ હોય? મારા માટે આ જંગલ પણ એટલું જ સુરક્ષિત છે જેટલું મારું ઘર હતું.’         ડાકુનો સરદાર ચોંકી ગયો. તેણે વિનયચંદ્રનું