પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.5

  • 1.4k
  • 740

હોસ્ટેલમાં આવ્યા બાદ મારી આખી દુનિયા બદલાઈ ગઈ હતી. ઘરે ટીવીમાં દૂરદર્શન સિવાય કંઈ જોવાનું નહતું જ્યારે હોસ્ટેલમાં કેબલ ચેનલ આવી ગયેલી. વરસમાં ફક્ત એકવાર સહકુટુંબ ફિલ્મ જોવા જવા ટેવાયેલી છોકરી રોજ ફિલ્મો જોતી થઈ ગઈ હતી. હોસ્ટેલમાં મારાથી નાની, મોટી અને મારા જેવડી એમ દરેક ઉંમરની છોકરીઓ હતી. સારી, સાદી, ચાંપલી, ચાલું, માથાફરેલ, શાણી, મણીબેન, પુસ્તકિયો કીડો, ભૂખડી બારસ, સુકલકડી, ટૂનટૂન...બાપ રે કેટકેટલા પ્રકારની છોકરીઓ હતી. ઢગલો વાતો હતી. નવી નવી જાણકારી હતી. મજાક અને મસ્તી હતી. ત્યાં જ મને મારી સહેલી સલોની મળી હતી જેની સાથે પછી હું મારી દરેક વાત વહેંચતા શીખી હતી.    હોસ્ટેલમાં મને સૌથી