જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૬૧ ‘તે જ સફળતા સાર્થક છે જે બીજાના જીવનમાં પરીવર્તન લાવે છે.’ આ સુવિચાર આજના એવા દોડધામભર્યા યુગમાં અત્યંત પ્રસ્તુત છે જ્યાં સફળતાનો માપદંડ માત્ર બેંક બેલેન્સ, મોંઘી ગાડી કે સોશિયલ મીડિયાના 'ફોલોઅર્સ' બની ગયો છે. આપણે બધા એક એવી રેસમાં દોડી રહ્યા છીએ જેનો કોઈ અંત નથી. આપણે પહાડની ટોચ પર પહોંચવા માંગીએ છીએ, પણ ત્યાં પહોંચ્યા પછી જો આપણો હાથ પકડનાર કે આપણી સાથે તે દ્રશ્ય માણનાર કોઈ ન હોય, તો એ સફળતા કેવી? ખરી સફળતા તો એ છે જે તમારી આસપાસના અંધકારમાં એક નાનકડો દીવો પ્રગટાવે. ગુજરાતીમાં એક સુંદર