અર્ધચંદ્રની હવેલી - 3

આજનો દિવસ એમ જ વીતી ગયો ને સાંજ પડી ગઈ હતી નોકર બધા દીવાઓ ગોઠવી રહ્યા હતા.અર્ધચંદ્ર હવેલી આખી દીવડાંના પીળા પ્રકાશથી ઝગમગી રહી હતી. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો, પણ ભીની માટીની સુગંધ હજુ પણ હવામાં ફેલાયેલી હતી.શિવાંગી પોતાના રૂમની બારી પાસે ઊભી હતી. નીચે આખું આંગણું દેખાતું હતું.હવેલી બહારથી જેટલી ભવ્ય લાગતી હતી… અંદરથી એટલી જ ગૂંચવાયેલી.દરેક માણસ કંઈક છુપાવતો હતો.અને સૌથી વધારે રહસ્યમય હતો રુદ્રાક્ષ ઝાલા.એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા.“દીદી… નીચે બધાને માટે ડિનર તૈયાર છે,” નોકરાણીએ કહ્યું.શિવાંગીએ હળવું સ્મિત કર્યું અને નીચે જવા લાગી.નીચે ડાઇનિંગ હોલમાં આખો પરિવાર બેઠો હતો.મોટું લાકડાનું ટેબલ… ચાંદીના વાસણો… દિવાલ