આપણાં મહાનુભાવો - સાવિત્રીબાઈ ખાનોલકર

(170)
  • 1.2k
  • 432

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 39મહાનુભાવ:- સાવિત્રી ખાનોલકરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનોંધ:-  આ લેખ ઈન્ટરનેટનાં વિવિધ વેબપેજની મદદથી તૈયાર કરવામાં આવેલ છે. વાક્યરચનાઓ જરુર જણાય ત્યાં બદલી છે, બાકી બધાં વાક્યો સીધેસીધાં લઈ લેવામાં આવ્યાં છે.આજે એવી વિદેશી મહિલા વિશે ચર્ચા કરવાનાં છીએ જેણે ભારતમાં વીરતાનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે પરમવીર ચક્ર ડિઝાઇન કર્યો હતો. આઝાદી પછી દેશનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર, સૈનિકોની પેઢીઓને પ્રેરણા આપે છે.મેજર સોમનાથ શર્માથી લઈને કેપ્ટન વિક્રમ બત્રા સુધી, રાષ્ટ્રએ અત્યાર સુધીમાં 21 નાયકોને જોયા છે જેઓ યુદ્ધના મેદાનમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તેમની ફરજની લાઇનમાં દુશ્મન સામે અડગ રહ્યા.આપણે આપણાં બહાદુરો સૈનિકોને સલામ કરીએ