અક્ષયનીતિસૂત્ર - અધ્યાય 4

  • 648
  • 260

સૂત્ર :૭સમાજનું અસ્તિત્વ.. સમાજ ની પોતાની આવશ્યકતાઓ અને અપેક્ષાઓ તથા તેની વૃત્તિઓ નો મુજ કુદરત ની વૃત્તિઓ સાથે ટકરાવ જેટલો એટલું જ સંઘર્ષ વધુ.શરીર પણ મુજ કુદરત ની રચના, એના શ્વાસ, પાણી ,ભોજન, સુરક્ષા,પ્રજનન અને વિકાસ ની યોજના બધી જ રહેતી હમેશા.. પણ આ સંઘર્ષ આ રચના ને કરતો પ્રદૂષિત અને સૈદૈવ રહેતો પામવાની ચાહ માં.જીતવાની અપેક્ષા થતા હારતો.. પામવા ની ઇચ્છા કરતા ગુમાવતો.. કારણ કે ઈચ્છા ફક્ત જોવા દેતી ચાંદ ની ચાંદની પણ ન જોવા દેતી કાળા ડાઘ.તૂટેલા કાચ માં સંપૂર્ણ પ્રતિબિંબ જોવાની અભિપ્સા.. કષ્ટો થી પરિપૂર્ણ રહતી.. છતાંય કાંઈક વિશેષ થી વિશેષ બનવાનો અથવા ન બની શકવાનો ગર્વ