બર્ડ ફ્લુનો નરસંહાર

  • 878
  • 278

જ્યારે વિશ્વયુદ્ધ કરતાં પણ મોટું સંકટ મંડાયું હતું. ​ 'સ્પેનિશ ફ્લુ'ની સંપૂર્ણ સત્યકથા. ​અમેરિકાનો જાણીતો અર્થશાસ્ત્રી (તેમજ પ્રમુખહેરી ટુમનનો ભાવિ વાણિજ્યમંત્રી) ચાર્લ્સ સોયર ન્યૂ યોર્કના બારામાં સૈનિકવાહક જહાજના તૂતક પર આરામખુરશી ઢાળીને તેના મિત્ર સાથે બેઠો હતો. જહાજફ્રાન્સ જવા માટે ઉપડવાની તૈયારીમાં હતું. ઊતારૂઓ માટે બનેલા જહાજમાં અત્યારે સામાન્ય પેસેન્જરો બહુ ઓછા હતા. પર્યટકો તો બિલકુલ નહિ. સૈનિકોનીપલટણો વારાફરતી ચડી રહી હતી, કેમ કે યુરોપી ભૂમિ પર ચારેક વર્ષ થયે ખેલાતું પ્રથમ વિશ્વયુદ્ધ તેના અંતિમ દોરમાં હતું અને બ્રિટન, ફ્રાન્સ, બેલ્જિયમ, ગ્રીસ વગેરે મિત્ર રાષ્ટ્રોનાં લશ્કરો સાથે મળીને અમેરિકન સેના કૈઝર વિલ્હેમના જર્મની સામે છેલ્લો નિશ્ચયાત્મક સંગ્રામ ખેલી લેવા માગતી