ઈસ્લામિક સ્ટોરી-13"ફિરઓન.અમે હવે જાણી ગયા છીએ કે સત્ય શુ છે.અમને હવે મૃત્યુનો ખૌફ જ નથી રહ્યો.કારણકે તુ ભલે તાકાત વાળો હોઈશ પણ તારાથી પણ વધુ શક્તિશાળી તો ફક્ત મુસાનો અલ્લાહ એટલે કે પરવરદિગાર જ છે." હઝરત મુસા(av)નો મુકાબલો કરવા આવેલા તમામ જાદુગરોએ ફિરઓનને કહ્યુ."હું આની ઘણી જ સખ્ત સજા કરીશ તમને લોકોને." ફિરઓનના ગુસ્સાની કોઈ સીમા ન હતી એના મગજનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો.હઝરત મૂસાએ ફરી એકવાર શાંતિ પૂર્વક ફિરઓનને સમજાવવાનો પ્રયાસ કર્યો. "ફિરઓન.હું તને ફરીથી કહુ છુ કે સાચા અને નેકીના માર્ગને અપનાવી લે.અને અલ્લાહ ઉપર ઈમાન લઈ આવ. અત્યાર સુધી તે જેટલા પણ ગુનાહો કર્યા છે એની અલ્લાહ પાસે માફી