જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૬૬ ‘જો જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય, તો જૂની રીતો બદલવી પડશે.’ આ વાક્ય માત્ર એક સલાહ નથી, પણ પ્રકૃતિનો એક અટલ નિયમ છે. જે રીતે એક સાપ પોતાની જૂની કાંચળી ઉતારે છે ત્યારે જ તે મોટો થઈ શકે છે, તેમ મનુષ્યે પણ સમયની સાથે પોતાના વિચારો, આદતો અને કામ કરવાની પદ્ધતિઓ બદલવી પડે છે. આપણે બધા 'કમ્ફર્ટ ઝોન'ના ગુલામ બની ગયા છીએ. આપણને જૂની આદતોમાં એટલો આનંદ આવે છે કે નવી વસ્તુઓ શીખવા માટે આપણે તૈયાર જ નથી હોતા. આપણે વારંવાર એક જ પ્રકારની ભૂલો કરીએ