ઈસ્લામિક સ્ટોરી 18 હઝરત ઉમરની વફાત પછી ખિલાફત ની મસનદ એટલે કે તખ્ત ઉપર આવ્યા હઝરત ઉસ્માન ગની.હઝરત ઉસ્માન મક્કાના એક પૈસા પાત્ર પ્રતિષ્ઠિત વ્યાપારી પરિવાર બની ઉમૈયા થી તાલુક રાખતા હતા.અને હઝરત અલીની માફક તેઓ પણ નબી સાહેબ ના જમાઈ હતા. પૈસા પાત્ર હોવાને કારણે જ્યારે ઇસ્લામ સ્થાપિત થઈ રહ્યો હતો ત્યારે એમણે ઘણા ગરીબ મુસલમાનોને સહાય કરી હતી.મદીનામા પાણીની કિલ્લત હતી તો તેમણે કૂવાઓ ખોદાવીને પાણીની સમસ્યા દૂર કરી હતી.એક યહૂદીનો માલિકીનો કુવા*રુમા કા કુઆ*ખરીદીને જનતાને અર્પણ કર્યો હતો. પહેલા ખલીફાએ કુરઆનની જે પ્રતિનુ સંકલન કર્યું હતુ એને પોતાની પાસે સાચવીને રાખી અને તેની અનેક નકલો કરાવીને પ્રમુખ સામ્રાજ્ય કુફા.દમિષ્ક.