આ ટાઇટલ વાચ્યું?.. તમને પ્રશ્ન થશે કે વળી, સેક્સલાઇફ જેવા ગુપ્ત વિષય માં જીવન મૂલ્યો કાંઈ આવતા હશે? હા, જીવન મૂલ્યો બધે જ છે... અને સેક્સ લાઇફ પણ એનાથી જુદી નથી. તમે સમજતા હશો કે જીવન મૂલ્યો એટલે સચ્ચાઈ, ઈમાનદારી, સેવા, મહેનત , કરુણા, સહિષ્ણુતા,ન્યાય વગેરે પરંતુ આ જીવનમૂલ્યો તો સામાજિક છે. એનાથી તો સમાજ ચાલે છે. સેક્સ તો પ્રાકૃતિક વિષય છે.. અને પ્રકૃતિ ના સંદર્ભ માં જીવનના મૂલ્યો એટલે સુરક્ષા, પ્રેમ,સંતોષ,ખુશી, હાસ્ય,આરોગ્ય, ઉત્સાહ અને પોતાની સાથે સાથે અન્યો ના જીવન નું પોષણ તેમ જ રક્ષણ કરવું.. અને જે જીવન માં