જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૭૨ ‘સ્વસ્થ મન કોને કહેવાય એ જાણવું હોય તો અન્યોનું સુખ જોઈને આનંદિત થનારાને જોઈ લેવું.’ આ સુવિચાર આજના અહંકાર અને હરીફાઈથી ભરેલા યુગમાં માનસિક સ્વાસ્થ્યની એક અદ્ભુત પરિભાષા રજૂ કરે છે. આપણે બધા શારીરિક સ્વાસ્થ્ય માટે ડાયેટિંગ કરીએ છીએ, જિમમાં પરસેવો પાડીએ છીએ અને યોગા કરીએ છીએ, પણ માનસિક સ્વાસ્થ્ય વિશે ભાગ્યે જ કોઈ વિચારે છે. આજના સમયમાં આપણું મન ઈર્ષ્યા, સ્પર્ધા અને તુલનાના વાયરસથી સંક્રમિત થઈ ગયું છે. જો કોઈ પડોશી નવી ગાડી ખરીદે કે કોઈ મિત્ર પ્રગતિ કરે, તો આપણા ચહેરા પર ભલે સ્મિત હોય પણ