ઈસ્લામિક સ્ટોરી 22 હઝરત ઈમામ હુસૈન મક્કા આવ્યા પછી ચાર મહિના સુધી તો કુફાના લોકો ને જાણ પણ ન હતી કે હઝરત હુસૈન ક્યા અને કઈ હાલાતમા છે.ચાર મહીને લોકોને જ્યારે જાણ થઈ કે હઝરત હુસૈન મક્કામાં છે તો કુફાથી તેમની ઉપર પત્રો આવવા લાગ્યા કે."અમારા ઉપર યઝીદનો ખુબ ત્રાસ છે.મહેરબાની કરીને યા હુસૈન તમે અહી આવો અને ઝુલ્મી યઝીદને ખિલાફત પરથી ઉથલાવીને અમોને એના ત્રાસથી છુટકારો આપાવો અમે તમારી સાથે છીએ." શરુઆતમા તો હઝરત હુસૈને એ પત્રોની અવગણના કરી. પણ પછી હજારોની સંખ્યામા જ્યારે એમની ઉપર પત્રો આવવા લાગ્યા.ત્યારે તેમણે પોતાના પિતરાઈ ભાઈ મુસ્લિમ બીન અકીલને કુફાના લોકોની હાલત