દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૩ બે દિવસ વીતી ગયા પછી નવનીતલાલના ફોનની ઘંટડી રણકી. સામે છેડેથી જ્ઞાનેશકુમારનો એ જ ઘેરો અને મક્કમ અવાજ સંભળાયો, ‘આજે બપોરે હું તમારા બંગલે આવું છું. તમે એવું આયોજન કરજો કે સ્નેહા પોતાના બેડરૂમમાં હોય પણ રૂમ અંદરથી લૉક ન કરેલો હોય અથવા તો એ ઘરની બહાર કોઈ કામસર ગઈ હોય એવો સમય યોગ્ય રહેશે.’ નવનીતલાલે તરત જ સમય ગોઠવી દીધો કે બપોરે ત્રણ વાગ્યે સ્નેહા પોતાના કોલેજના કોઈ પ્રોજેક્ટ માટે બહાર જવાની છે અને એ વખતે આખો બંગલો ખાલી હશે. બરાબર બપોરે ત્રણ વાગે જ્ઞાનેશકુમાર નવનીતલાલના