ઈસ્લામિક સ્ટોરી 25 દસમી મોહરમની સવાર થઈ ઈમામ હુસૈને સૌથી પહેલા પોતાના બોંતેર સાથીઓ સાથે નમાઝ અદા કરી.અને ત્યાર બાદ તેમણે લશ્કરની જમણી તરફની કમાન ઝુહેર ઈબ્ને કેનને અને ડાબી તરફની કમાન હબીબ ઇબ્ને મઝાહિરને સોંપી.અને લશ્કરનો ધ્વજ પોતાના ભાઈ હઝરત અબ્બાસ(a.s.) ના હાથમા સોંપી. બીજી તરફ ઉમર બીન સાદ અને શિમર ઝીલ જવસાનના નેતૃત્વમા હજારોનુ સૈન્ય તરેહ તરેહના હથિયારોથી સજ્જ તૈયાર ઉભુ હતુ. યુદ્ધ શરુ થાય તે પહેલા ઈમામ હુસૈન પોતાના ઘોડા ઝુલજનાહ પર સવાર થઈને દુશ્મનના લશ્કર સામે ગયા અને કુરઆન હાથમા રાખીને જોરદાર અવાજમાં ભાષણ આપ્યુ.જેથી મુસ્લીમોનુ લોહી વહેતુ રોકી શકાય. "એય લોકો મને ઓળખો.હું તમારા પયગમ્બર.મોહમ્મદ