જીવન પથ - ભાગ 81

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૮૧ ‘શિસ્ત એ લક્ષ્ય અને સિદ્ધિ વચ્ચેનો પુલ છે.’ આ સુવિચાર જીવનની સૌથી કડવી પણ અત્યંત સચોટ વાસ્તવિકતા રજૂ કરે છે. આપણે બધા સપના જોવામાં, મોટી યોજનાઓ બનાવવામાં અને ભવિષ્ય માટેના ભવ્ય આયોજનો કરવામાં ખૂબ હોશિયાર હોઈએ છીએ. આપણને ખબર હોય છે કે આપણે જીવનમાં ક્યાં પહોંચવું છે, પણ મંઝિલ અને આપણા વચ્ચેનું અંતર કોણ નક્કી કરે છે? એ છે શિસ્ત. માત્ર ઈચ્છાઓ રાખવાથી કે સપના જોવાથી ક્યારેય કશું મળતું નથી. સપના જોનાર હજારો લોકો છે, પણ સપનાને હકીકતમાં બદલનાર શિસ્તબદ્ધ લોકો ગણતરીના જ હોય છે. શિસ્ત એટલે કોઈ સજા નહીં, પણ પોતાની જાત પ્રત્યેની વફાદારી છે. જ્યારે પ્રેરણા સાથ છોડી