મોહિતને કોઈ કુદરતી સંકેત મળ્યો હોય એમ અચાનક એનું મન શાંત થયું પણ વિચારો હજુ એના મનમાં એક પછી એક આવ્યા કરતા હતા. મમ્મીથી દૂર ન્હોતું થવું અને પપ્પા વગર કઈ જ ગમતું નહોતું. મનોમન એક નિર્ણય એણે નક્કી કર્યો અને બારીને એક ઝાટકે બંધ કરી એની મમ્મી પાસે બેસી ગયો.મોહિતના બાળપણનો આજકાલ કરતાં ત્રણ વર્ષ જેટલો સમય તળાવની પાળ પર ફક્ત બે જોડી કપડાં સાથે વીતી ગયો! સામાન્ય જીવનમાંથી એક ભિખારીનું જીવન કુદરતે મોહિતને બહુ જ નાની ઉંમરમાં દેખાડી દીધું . મમ્મીની આ પરિસ્થિતિ, પપ્પાનો વિરહ એ બંનેમાં કુમળું બાળક રીતસર છાસ માંથી માખણ છૂટું પાડીએ એમ વલોવાઈ રહ્યું