ધીરગંભીર - ૪

  • 196
  • 70

મોહિતની નજર જ્યારે તે કર્ણપ્રિય અવાજ તરફ વળી, ત્યારે તેના હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. શરદ પૂનમના ચંદ્ર જેવો નિખરેલો એ ચહેરો અને તેના પર અંકિત થયેલી એ નાનકડી કાળી બિંદી, જાણે કોઈ કુશળ ચિત્રકારે અતિશય લાડથી મૂકેલું નજરબિંદુ હોય તેમ શોભતી હતી.તેના ખભા સુધી લહેરાતા, ઘેરા વાદળ જેવા વાંકડિયા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. કુદરતે જાણે પોતાના હાથે જ તેના શરીરનું ઘડતર કર્યું હોય તેવો તેનો ઘાટીલો અને નમણો બાંધો કામણગારો હતો. તેનો ભીનોવાન તેણીએ ધારણ કરેલા આછા ગુલાબી રંગના સુતરાઉ વસ્ત્રો તેની કાયા પર એમ શોભી રહ્યા હતા જાણે ગુલાબની પાંખડીઓ ઝાકળથી ભીંજાયેલી હોય. એ