દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૮ નવનીતલાલના અધૂરા સવાલ પર સ્નેહા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી. એણે પિતાના હાથ પકડીને કહ્યું, ‘પપ્પા, તમે જે સમજી રહ્યા છો અથવા પેલા ડિટેક્ટિવે જે અંદાજ લગાવ્યો છે, હકીકત તેનાથી સાવ અલગ છે. પ્લીઝ, પહેલા મારી વાત આખી સાંભળી લો.’ નવનીતલાલે ગંભીર અને સખત અવાજે પૂછ્યું, ‘તો પછી બાથરૂમ અને કબાટના ચોરખાનામાંથી મળેલી પેલી મેડિકલ પિલ્સનો ભેદ શું છે? શું એ સાચું નથી કે...’ આ સાંભળીને કિશને વચ્ચે વાત કાપી અને ખુલાસો કર્યો, ‘કાકા, એ ગોળીઓ મારી કે સ્નેહાની નથી! એ મેડિકલ પિલ્સ અસલમાં મારી બહેન માટે છે, જે છેલ્લા કેટલાક