અવઢવ : ભાગ : ૨

(63)
  • 3.1k
  • 5
  • 1.3k

મોટેભાગે કેટલીક યાદો લગોલગ ચાલતી હોય છે ..તો કેટલાક અફસોસો કાળક્રમે સળવળી લેતા હોય છે….ક્યારેક કેટલીક ઝંખનાઓ જાગૃત થતી હોય છે …તો વળી ક્યારેક કેટલીક કચડાઈ ગયેલી વસંતો પાછી ઉગી નીકળતી હોય છે … જીવનમાં આગળ વધી જઈને પાછળ વળી બે વાર જોવાતું હોય છે … એક વાર પોતે કેટલે દુર આવી પહોચ્યા છે એ જોવા અને બીજી વાર પાછળ કોણ કોણ છૂટી ગયું છે …શું શું છૂટી ગયું છે એ જોવા …. કોઈ અર્થ ન હોય …આવા ઉજાગરાની કોઈ જરૂર પણ ન હોય ..પણ માણસનું હૃદય નિષ્ફળતાઓને પણ ક્યારેક વાગોળી લે છે .