Avdhav book and story is written by Nivarozin Rajkumar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Avdhav is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેલ્વે સ્ટેશન પર થતી ગાડીઓની આવાજાહી અને અવાજ રેડિયો વીંધીને નૈતિક સુધી પહોંચી રહ્યો હતો … ….RJ વૈષ્ણવીએ એમણે કોઈ ખાસ ગીત ગાવાનો આગ્રહ કર્યો ત્યારે આવા અનેક કેમ્પસ કરી ચુકેલા યુવાનોએ એક ગીત ગાયું …” સુરાંગની ..સુરાંગની …સુરાંગનીક ...Read Moreગનવા “
ને નૈતિક જાણે એક સંમોહનમાં ખેંચાઈ ગયો …
મદ્રાસ રેલ્વે સ્ટેશન …
મોટેભાગે કેટલીક યાદો લગોલગ ચાલતી હોય છે ..તો કેટલાક અફસોસો કાળક્રમે સળવળી લેતા હોય છે….ક્યારેક કેટલીક ઝંખનાઓ જાગૃત થતી હોય છે …તો વળી ક્યારેક કેટલીક કચડાઈ ગયેલી વસંતો પાછી ઉગી નીકળતી હોય છે …
જીવનમાં આગળ વધી જઈને પાછળ વળી ...Read Moreવાર જોવાતું હોય છે … એક વાર પોતે કેટલે દુર આવી પહોચ્યા છે એ જોવા અને બીજી વાર પાછળ કોણ કોણ છૂટી ગયું છે …શું શું છૂટી ગયું છે એ જોવા ….
કોઈ અર્થ ન હોય …આવા ઉજાગરાની કોઈ જરૂર પણ ન હોય ..પણ માણસનું હૃદય નિષ્ફળતાઓને પણ ક્યારેક વાગોળી લે છે .
સ્મરણોની એક ખાસિયત છે …વણઝારની જેમ એક પછી એક આવ્યા જ કરે .છાના ખૂણે ત્રાટક્યા જ કરે . .કેટલાય વર્ષો પહેલા બનેલી ઘટના જાણે આળસ મરડીને મનોપટ પર છવાઈ ગઈ …ક્ષણો પર વળેલી રાખ જાણે ઉડી ગઈ . આવું ...Read Moreત્વરાને થતું હશે ને …!! કદાચ થતું જ હશે .ક્યાં હશે ? શું કરતી હશે ? એવી જ ચુપચાપ અને શાંત હશે ? મને યાદ કરતી હશે ? મારી જેમ બધું મનમાં રાખી જીવતી હશે ? ‘ઉફ્ફ ….ત્વરા , તું ક્યાં છે ?’
જાણે ત્વરા સાથે વિતાવેલા એ ક્ષણોએ નૈતિકના મનને રીચાર્જ કરી દીધું .એની આંખોમાં ઊંઘનું નામો નિશાન ન હતું . એ ઉભો થઇ ગયો .બેગ ખોલી એમાંથી લેપટોપ કાઢ્યું .. નેટ કનેક્ટ કર્યું . ફેસબુક ખોલ્યું .એણે ટાઈપ કર્યું ……
ત્વરા …!!!
કહેવાય છે કે સંબંધો ચાર પ્રકારના હોય છે …સુખના સંબંધો , સુખદુઃખના સંબંધો , જીવતાના સંબંધો અને મરણ પછીના સંબંધો ….પણ કેટલાક વણકહ્યા સંબંધ તો સાવ અલગ અને અનોખા હોય છે . પ્રેમ ક્યારેય નિષ્ફળ નથી હોતો … એના ...Read Moreનકાર હોઈ શકે …પણ બેમાંથી એક જણના નકાર કે મૌનથી પ્રેમ નિષ્ફળ થયો કેવી રીતે ગણાય ? સફળ થવાની જ આશા રાખે એ પ્રેમ હોય ? પ્રત્યુતર ન મળે તો પ્રેમ ખતમ થઇ જાય ? પ્રેમ કદાચ જીવંત ન રહી શકે પણ જીવતો તો રહે જ છે … કદાચ બહુ બોલકો ન રહી શકે પણ ભીતર પલોંઠી વાળીને બેઠેલો હોય છે …દરેકના જીવનમાં એક સંબંધ એવો હોઈ શકે જે અધુરો હોય છતાં મધુરો હોય ….!!!
ત્વરા ….વર્ષો સુધી મનનાં એક લીલાછમ ખૂણામાં સુષુપ્ત અવસ્થામાં પડેલો વણકહ્યો સંબંધ ….!!! લગભગ ૨૫ વર્ષો પછી જોયેલો એ ચહેરો જે સમયના એક ખાસ ખંડમાં એના દિલોદિમાગ પર છવાયેલો રહેતો. ત્વરા …. એક શરુ થતા સાથે સ્થગિત થયેલો સંબંધ …. એક આરપાર જોઈ શકાય તેવો પારદર્શક સંબંધ ..!!!
માનવસંબંધો એક બહુ મોટું આશ્ચર્ય છે ..ચમત્કાર છે …આમ જોવા જઈએ તો સંબંધ જ જીવન છે …ફક્ત એના આયામો બદલાયા કરે છે …નામ બદલાયા કરે છે ..અર્થો બદલાયા કરે છે …ભાવ બદલાયા કરે છે ..અને આમ પણ દરેક સંબંધ ...Read Moreમુકામે પહોંચે જ એ ક્યાં જરૂરી હોય છે ..!! સંબંધોનું ખળખળ વહેતા ઝરણા જેવું છે ..વહેતા વહેતા વહેણ દિશા પણ બદલી શકે …સુકાઈ પણ જઈ શકે …કોઈ દેખીતા કારણ વગર અચાનક રસ્તાઓ અલગ થઇ પણ શકે ..
પ્રેરક … માતા પિતાએ પસંદ કરેલું પાત્ર … એક સરસ પરિવારનું સંતાન …પીએચ ડી કરી ગુજરાત યુનિમાં કોમર્સ ડીપાર્ટમેન્ટમાં ભણાવતો પ્રેરક અને એની સાથે સહજતાથી ગોઠવાઈ ગયેલી શાંત ત્વરા ..!!!