અજ્ઞાત સંબંધ - ૨૧

(143)
  • 5.9k
  • 7
  • 2k

રિયાને પલંગ પર કશુંક ચાલી રહ્યું હોય તેવો અવાજ આવ્યો. બીજી જ ક્ષણે દિવાનસિંહે પોતાનો હાથ હવામાં ઊંચો કર્યો. રિયાનું શરીર હવામાં ફર્યું. તે હવે ઉંધી થઇ ગઈ હતી. તેનો ચહેરો પલંગ તરફ હતો. તેને પલંગ પર ફરી રહેલી ચીજ દેખાઈ... તે અસંખ્ય મંકોડા હતા. તેઓ પલંગ પર ઉભરાઈ રહ્યા હતા. પલંગની એક ઇંચ જગ્યા પણ ખાલી નહોતી. એ ભૂખ્યા ડ્રાઈવર મંકોડા રિયાના નગ્ન શરીરની જયાફત ઉડાવવા તલપાપડ જણાતા હતા. “આ મંકોડાને મનુષ્યનું માંસ બહુ ભાવે. એ મોટા હાથીના શરીરને પણ એકાદ દિવસમાં હાડપિંજરમાં ફેરવી નાખવા સક્ષમ છે. તારું કોમળ માંસ તો એ થોડી મિનિટોમાં જ ખાઈ જશે.”