મોનિકા

(1.3k)
  • 113.8k
  • 96
  • 71.5k

અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી. બે દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું: આજે મારે જવાબ જોઇશે. આખરે અવિનાશે પોતાના દિલની વાત કહી દીધી: મને તો મોનિકા પસંદ આવી છે. રેવાન, તારું શું કહેવું છે ત્યાં બળવંતભાઇ બોલી ઉઠ્યા: એને શું વાંધો હોય. લગન તારે કરવાના છે. પપ્પા, એનો અભિપ્રાય પણ જરૂરી છે. હું પત્ની પસંદ કરું છું તો એણે ભાભી પણ પસંદ કરવાની છે. અવિનાશ રેવાનના અભિપ્રાયને મહત્વ આપતો હતો. તમને છોકરી ગમી છે તો હા પાડી દો. હું હજી ભાભી તરીકે તેમની કલ્પના કરી શક્યો નથી. હું તમારી જોડે તમારા માટે છોકરી જોવા આવ્યો હતો. ભાભી જોવા નહીં! રેવાને મજાક કરતાં પોતાનો અભિપ્રાય આપી દીધો.

Full Novel

1

મોનિકા ૧

અવિનાશે મોનિકા માટે હજુ જવાબ આપ્યો ન હતો. બળવંતભાઇ ઉતાવળ કરતા હતા. એક સારી જગ્યા જવાની તેમને ચિંતા હતી. દિવસ રાહ જોઇને તેમણે અવિનાશને કહી દીધું: આજે મારે જવાબ જોઇશે. આખરે અવિનાશે પોતાના દિલની વાત કહી દીધી: મને તો મોનિકા પસંદ આવી છે. રેવાન, તારું શું કહેવું છે ત્યાં બળવંતભાઇ બોલી ઉઠ્યા: એને શું વાંધો હોય. લગન તારે કરવાના છે. પપ્પા, એનો અભિપ્રાય પણ જરૂરી છે. હું પત્ની પસંદ કરું છું તો એણે ભાભી પણ પસંદ કરવાની છે. અવિનાશ રેવાનના અભિપ્રાયને મહત્વ આપતો હતો. તમને છોકરી ગમી છે તો હા પાડી દો. હું હજી ભાભી તરીકે તેમની કલ્પના કરી શક્યો નથી. હું તમારી જોડે તમારા માટે છોકરી જોવા આવ્યો હતો. ભાભી જોવા નહીં! રેવાને મજાક કરતાં પોતાનો અભિપ્રાય આપી દીધો. ...Read More

2

મોનિકા 2

સવારે રેવાન ચા બનાવતો હતો ત્યારે મોનિકા તેની પાછળ કોયલની જેમ ટહુકી: ગુડ મોર્નિંગ દેવરજી! ઓહ! વેરી મોર્નિંગ ભાભીજી! રેવાને ચમકીને જોયું. ભાભી ન્હાઇધોઇને ભીના વાળ સાથે કિચનમાં આવી પહોંચ્યા હતા. ખુશખુશાલ દેખાતી મોનિકાભાભી સાથે સુગંધનું વાવાઝોડું આવ્યું હોય એવું રેવાનને લાગ્યું. કિચન મહેંકી ઊઠ્યું. શું વાત છે ભાભી! બહુ જલદી ઊઠી ગયા! મને એમ કે આજે બપોરનું જમવાનું મારે બહારથી લાવીને તમને બોલાવવા પડશે! રેવાને ટીખળ કરી. હવે તમારે સવારની ચા કે બપોરના જમવાની ચિંતા છોડી દેવાની. ભાભીજી ઘર પર હૈ! મોનિકા મસ્તીમાં ઝૂમતી બોલી. સહી પકડે હૈ! કહી રેવાને તેની વાળની એક ઉડતી લટને પકડી આંખથી પાછળ કરી. તમે બેસો શાંતિથી....હું હોલમાં ચા લઇને આવું છું. મોનિકાએ વાળની લટને કાન પાછળ બરાબર રાખતા શરમાઇને કહ્યું અને પછી પૂછ્યું: પપ્પાજી કેટલા વાગે ઊઠે છે પપ્પા તો હજુ કલાક બાદ ઊઠશે. પણ પહેલી રાતવાળા ભાઇ માટે તો આજે હું પહેલી વખત કંઇ કહી શકીશ નહીં કે ક્યારે ઉઠશે! કહી રેવાન હસ્યો અને કિચનની બહાર નીકળી ગયો. ...Read More

3

મોનિકા 3

થોડી દલીલો પછી સસરાજી બળવંતભાઇ હારી રહ્યા હતા એટલે મોનિકાએ દિયર રેવાનને વચ્ચે પાડ્યો. હવે રેવાન જ તેમનો સહારો રેવાનભાઇ, હવે તમે જ તમારા મોટાભાઇને સમજાવો. લગ્નના ત્રીજા દિવસે કોઇ પત્નીને ઘરે છોડીને એકલા ફરવા જઇ શકે ભાભી, ભાઇ ફરવા નથી જવાના. કંપનીના કામથી જવાના છે. એમની વર્ષોની નોકરીમાં આવું ઘણી વખત થયું છે. મને લાગે છે કે એમણે જવું જોઇએ. વર્ષોથી તે પ્રમોશનની તકની રાહ જોઇને બેઠા છે. રેવાને અવિનાશની તરફેણ કરી એ જોઇ મોનિકા ચોંકી ગઇ. તેમનો લાડકો દિયર તેમની જ વિરુધ્ધમાં જઇ રહ્યો હતો. એનું શું કારણ હશે રેવાનભાઇ, તમે પણ એમની ગાડીમાં બેસી ગયા મારી લાગણીની કોઇને દરકાર જ નથી... મોનિકા રડું રડું થઇ ગઇ. ...Read More

4

મોનિકા ૪

ગઇકાલની ઘટનાના આંચકામાંથી મોનિકા હજુ બહાર આવી ન હતી. તેને રેવાનનું વર્તન સમજાતું ન હતું. કાલે તેણે પોતાને પાણી જગાડી એ પહેલાં શરીર પર સ્પર્શ કર્યો હશે એ પણ યુવાન છે. આ સ્થિતિમાં ભાભીને જોઇને તેનું મન ચલિત થયું હશે તે રસોડામાં વિચારતી હતી ત્યાં જ રેવાન આવી પહોંચ્યો. સ્વીટ મોર્નિંગ ભાભીજી! રેવાને આજે સવારની શુભકામના સાથે બે હાથ જોડી નમસ્કારની મુદ્રા કરી. મોનિકાને થયું કે કાલની પેલી બાબત માટે તે માફી તો માંગી રહ્યો નથી ને વધારે વિચાર્યા વગર તેણે પણ ઉષ્માભર્યો આવકાર આપ્યો: આવો દેવરજી! ક્યા હાલ હૈ! હાલ તો ફિલહાલ અચ્છા હૈ! આજનો શું કાર્યક્રમ છે મારે કોલેજમાં રજા છે. ક્યાંક બહાર જવું છે મોનિકા ગૂંચવાઇ. તેને યુવાન દિયર સાથે એકલા બહાર જવાનું યોગ્ય લાગતું ન હતું. અને રેવાન થોડો મજાકીયો હતો એટલે તેને સમજવાનું પણ મુશ્કેલ બની રહ્યું હતું. ...Read More

5

મોનિકા ૫

રેવાને હોલમાં આવીને મોનિકાના બંને હાથ પકડી લીધા. અને પરીક્ષા પૂરી! મજા ભૈ મજા! કહી તેને ગોળ ફેરવવા લાગ્યો. મોનિકાએ પણ તેની સાથે ફુદરડી ફરવી પડી. નાના બાળકની જેમ તે ફુદરડી ફરી રહ્યો હતો. રેવાને તેને એટલી ગોળ ગોળ ફેરવી કે ચક્કર આવી ગયા. અને પડી જતી હતી ત્યાં રેવાને તેને પકડી લીધી. મોનિકાના નાજુક અંગો તેના શરીર સાથે ઘસાયા. મોનિકાને અસહજ લાગ્યું. રેવાને જાતને સંભાળી અને પછી મોનિકાને પડી જતી અટકાવી સોફામાં બેસાડી. પછી એ પણ હાંફતો સોફામાં બેસી ગયો. મોનિકા વધારે હાંફી રહી હતી. તેનો છાતીનો ભાગ ઝડપથી ઊંચો નીચો થઇ રહ્યો હતો. તેણે છાતી પર હાથ મૂકી દીધો. રેવાન તેને જોઇ જ રહ્યો હતો. તેની નજરમાં નિર્દોષતા હતી કે બીજું કંઇ એ શોધી રહી. ...Read More

6

મોનિકા ૬

એક દિવસ મોનિકા રસોડામાં કામ કરી રહી હતી. તેને લોટ ઓછો પડ્યો. તેણે સ્ટૂલ લીધું અને રસોડામાં ઉપર મૂકેલા લેવા કબાટ ખોલ્યું. ત્યાં રેવાન આવી પહોંચ્યો. અરે! ભાભી મને કહેવું હતું ને. ચાલો ઊતરો. હું ડબ્બો ઉતારી આપું છું. હું ઉતારી લઇશ. બહુ વજન નથી.. ના. નીચે ઉતરો. આટલો મોટો લોટનો ડબ્બો તમારાથી નહીં પકડાય. મોનિકાએ ટેબલ પરથી ઉતરવા નીચેની જગ્યા જોઇ. ત્યાં અચાનક તેને ચક્કર ચઢ્યા. તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું. રેવાનને ખ્યાલ આવે એ પહેલાં જ મોનિકાનું શરીર લથડ્યું. રેવાને સમય સૂચકતા વાપરી મોનિકાને પકડી લીધી. મોનિકાને તેણે પોતાના હાથમાં ઝીલી લીધી. ત્યારે જ અવિનાશ અંદર આવ્યો. તેણે જોયું તો રેવાન મોનિકાને હાથમાં ઝાલી તેના મોં પાસે પોતાનું મોં લઇ જઇ કંઇ કહી રહ્યો હતો. અવિનાશ ત્યાં પહોંચી ગયો. અને અકળાઇને બોલ્યો: શું ચાલી રહ્યું છે ...Read More

7

મોનિકા ૭

મોનિકાને સારા દિવસો જાય છે એ વાત જાણી અવિનાશ ખુશીથી ઉછળી પડવાને બદલે છળી ગયો હતો. તેને આવી કોઇ જ ન હતી. હજુ તો લગ્નજીવન શરૂ થયું હતું. તે બે વર્ષ સુધી બાળક માટે વિચારવા માગતો ન હતો. મોનિકાએ તેને ઘણી વખત કહ્યું હતું કે આપણે બાળક જલદી લાવવું જોઇએ. મોનિકા પાસે પૂરતા કારણો હતા. પોતાની ઉંમર આમ તો વધુ ન હતી. પણ અવિનાશની ઉંમરને જોતાં બાળક લાવી દેવાની જરૂર હતી. અને બળવંતભાઇ પોતાનું ઘર નાના બાળકની કિલકારીથી ગુંજી ઊઠે એની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. રેવાન પણ એક વખત કહી ચૂક્યો હતો કે તે દિયર પછી કાકાનો હોદ્દો જલદી મેળવવા માગે છે. બધાની અપેક્ષાઓ સામે અવિનાશના પોતાના કારણો હતા. ...Read More

8

મોનિકા ૮

અવિનાશનો વિચાર અત્યારે બાળક લાવવાનો નથી એ જાણ્યા પછી મોનિકાના દિલમાં આઘાત હતો. મોનિકાને લાગ્યું કે તે મા બનવાની એ વાતથી અવિનાશ એટલે જ ખુશ દેખાતો ન હતો. તેના ચહેરા પર કાલે જે ખુશી હતી એ બનાવટી હતી. મોનિકાને થયું કે તે મા બનવાનો અવસર પામી છે ત્યારે ખુશીને બદલે અવિનાશ ચિંતા ઊભી કરી રહ્યો છે. મોનિકા વિચારોમાં ગરકાવ થઇ ગઇ હતી. તેને સમજાતું ન હતું કે હવે શું કરવું સસરાજીને કે રેવાનને વાત કરવી જોઇએ મોનિકાને અચાનક હાઉ... નો અવાજ સંભળાતા તેં ડરી ગઇ. રેવાન તેના ચહેરા પરના ડરને જોઇ હસી પડ્યો: જોયું ભાભી, ડરાવી દીધા ને આ સ્થિતિમાં ડરાવવા ના જોઇએ... મોનિકા ગંભીર થઇ બોલી. અત્યારથી જ બાળકને બહાદુર બનાવવાનો છે. તે કોઇથી ડરવો ના જોઇએ. પણ મને એક વાતનો ડર છે.. મોનિકાથી બોલાઇ ગયું. તેને રેવાન હમદર્દ લાગતો હતો. ...Read More

9

મોનિકા ૯ (અંતિમ)

બળવંતભાઇ બે હાથ જોડી દયામણા ચહેરા સાથે તેની સામે જોઇ રહ્યા. અવિનાશે તેમના હાથ નીચા કર્યા અને કહ્યું: પપ્પા, ના કરો. હું મોનિકા સાથે વાત કરી તમને જણાવું છું... અવિનાશ ઊભો થયો અને મોનિકાને કહ્યું: ચાલને આપણી રૂમમાં... અવિનાશની પાછળ મોનિકા જતી હતી ત્યારે રેવાને તેને અંગુઠાથી સાંકેતિક શુભેચ્છા આપી. મોનિકાએ તેને ખુશીનું સ્માઇલ આપ્યું. બળવંતભાઇ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન! સૌ સારાવાનાં કરજો! મોનિકા રૂમમાં આવી એટલે અવિનાશે દરવાજો બંધ કર્યો. મોનિકા અવિનાશને વળગી પડી. અવિનાશે તેને બેડ પર બેસાડી અને ઠપકો આપતો હોય એમ બોલ્યો: મોનિકા, તારે રેવાનને આપણી વાત કરવાની શું જરૂર હતી. આપણું બાળક છે, આપણે નક્કી કરવાનું છે... ...Read More