પાંચ લઘુકથા

(244)
  • 21.4k
  • 4
  • 8.9k

૧. હાથીના દાંતરાત્રે પાર્ટીમાં જઈને પાછી ફરેલી આધુનિક માતાએ પોતાની સોળ વર્ષની પુત્રીને મોબાઈલમાં અભ્યાસનું વાંચતા જોઈ. માતાને થયું કે પુત્રી અડધી રાત્રે તેના બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહી છે. એટલે કહ્યું:"શું જમાનો આવ્યો છે, અમે તો આ ઉંમરે કોઈ છોકરા સાથે વાત કરી શકતી ન હતી. તારા પપ્પા સાથે લગ્ન ગોઠવાયું પછી કાગળ લખવાની હિંમત થતી ન હતી...હવે આ બધું બંધ કર અને સૂઈ જા..."મા પોતાના બેડરૂમમાં ગઈ. પતિ નિરાંતે સૂતો હતો. એણે મોબાઈલ ખોલ્યો અને પુરુષ મિત્ર સાથે ચેટીંગ કરવા લાગી. ૨. ભીખનલીનભાઇ ટ્રેનમાં એક રોગગ્રસ્ત ભિખારીને વઢવા લાગ્યા:"ભીખ માંગતા શરમ નથી આવતી? મહેનત કર. મફતનું લેવા દોડી આવે છે?"ભિખારી

New Episodes : : Every Saturday

1

પાંચ લઘુકથા - 1

૧. હાથીના દાંતરાત્રે પાર્ટીમાં જઈને પાછી ફરેલી આધુનિક માતાએ પોતાની સોળ વર્ષની પુત્રીને મોબાઈલમાં અભ્યાસનું વાંચતા જોઈ. માતાને થયું પુત્રી અડધી રાત્રે તેના બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહી છે. એટલે કહ્યું: શું જમાનો આવ્યો છે, અમે તો આ ઉંમરે કોઈ છોકરા સાથે વાત કરી શકતી ન હતી. તારા પપ્પા સાથે લગ્ન ગોઠવાયું પછી કાગળ લખવાની હિંમત થતી ન હતી...હવે આ બધું બંધ કર અને સૂઈ જા... મા પોતાના બેડરૂમમાં ગઈ. પતિ નિરાંતે સૂતો હતો. એણે મોબાઈલ ખોલ્યો અને પુરુષ મિત્ર સાથે ચેટીંગ કરવા લાગી. ૨. ભીખનલીનભાઇ ટ્રેનમાં એક રોગગ્રસ્ત ભિખારીને વઢવા લાગ્યા: ભીખ માંગતા શરમ નથી આવતી? મહેનત કર. મફતનું લેવા દોડી આવે છે? ભિખારી ...Read More

2

પાંચ લઘુકથા - 2

પાંચ લઘુકથા- રાકેશ ઠક્કરભાગ-૨ મિત્રો, 'પાંચ લઘુકથા' ને આપના તરફથી ખૂબ સારો મળ્યો છે. આ નાનકડી કથાઓને પસંદ કરવામાં આવી છે. આપની લાગણીને માન આપી 'પાંચ લઘુકથા' ને શ્રેણીના રૂપમાં તૈયાર કરવાનો વિચાર કર્યો છે. આ બીજા ભાગમાં વધુ પાંચ નાનકડી કથાઓ રજૂ કરી છે. આશા છે કે આપને જરૂર પસંદ આવશે અને સ્પર્શી જશે. આપના પ્રતિભાવ અને રેટીંગ જરૂર આપશો.૧. લાગણી વર્ષોથી એકલા રહેતા રસિકલાલનું અચાનક હ્રદયરોગના હુમલાથી અવસાન થતાં ફળિયામાં શોક છવાઇ ગયો. પડોશીઓને ખબર પડતી ગઇ એમ ભેગા થવા લાગ્યા. સૌથી નજીકના પડોશી હીરાલાલને થયું કે રસિકલાલના વિદેશ રહેતા પુત્રને જાણ કરીને આગળનું વિચારીએ.છેલ્લા પાંચ વર્ષથી ...Read More

3

પાંચ લઘુકથા - 3

પાંચ લઘુકથા- રાકેશ ઠક્કરભાગ-૩મિત્રો, 'પાંચ લઘુકથા' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ નાનકડી કથાઓને પસંદ કરવામાં છે. આપની લાગણીને માન આપી 'પાંચ લઘુકથા' ને શ્રેણીના રૂપમાં તૈયાર કરવાનો વિચાર કર્યો છે. આ ત્રીજા ભાગમાં વધુ પાંચ નાનકડી કથાઓ રજૂ કરી છે. આશા છે કે આપને જરૂર પસંદ આવશે અને સ્પર્શી જશે. આપના પ્રતિભાવ અને રેટીંગ જરૂર આપશો.૧. કોરોના માસ્ક આખા વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસે તરખાટ મચાવી દીધો છે. દરેક દેશમાં લોકોની સુરક્ષા માટે આરોગ્ય સાચવવાના સૂચનો કરવામાં આવી રહ્યા હતા અને શંકાસ્પદ જણાતા લોકોને તબીબોની નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. વધુ લોકો સુધી કોરોનાની અસર ના પહોંચે ...Read More

4

પાંચ લઘુકથા - 4

પાંચ લઘુકથા- રાકેશ ઠક્કરભાગ-૪૧. ભજન નીલાબેનને થયું કે હજુ બે દિવસ પહેલાં તો ચંચળબેન હતા અને આજે અચાનક હ્રદયરોગના હુમલાથી સ્વર્ગે સિધાવી ગયા. ચંચળબેનના અવસાનના સમાચાર જાણ્યા પછી નીલાબેન દુ:ખી મનથી એમને યાદ કરી રહ્યા હતા. પોતે એમનું છેલ્લી વખત મોં જોઇ ના શક્યા એનો અફસોસ થતો હતો. બે દિવસ પહેલાં જ તો એ પડોશમાં રહેતા અને વૃધ્ધ સખી એવા ચંચળબેનને મળીને નીકળ્યા હતા. એક સામાજિક પ્રસંગે બહારગામ જવાનું ના થયું હોત તો મોંમેળાપ થઇ જાત. નીલાબેનને બીજા દિવસે સંદેશો મળ્યો કે ચંચળબેનની યાદમાં એમના પુત્ર મયંકે ભજનનો મોટો કાર્યક્રમ રાખ્યો છે. નીલાબેન પોતાનું કામ પતાવી ભજનના દિવસે આવી ...Read More

5

પાંચ લઘુકથા - 5

પાંચ લઘુકથા- રાકેશ ઠક્કરભાગ-૫૧. આરતી યમુનાબેનની હતી કે એમણે દીકરા-વહુ સાથે રહેવું પડતું હતું. એમણે કેટલીય અગવડતાઓ અને દુ:ખો વેઠીને હિરેનને ભણાવ્યો હતો. આજે તે સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર હતો. સારો પગાર અને સારી સુવિધા હતી. હિરેનની પત્ની રચના પણ સરકારી નોકરીમાં હતી. બંને સારું કમાતા હતા. છતાં યમુનાબેનને સારી રીતે રાખતા ન હતા. વૃધ્ધ માતા એમના માટે બોજા સમાન હતી. યમુનાબેન માંદા પડતા ત્યારે પણ કોઇ કાળજી રાખતા નહીં. યમુનાબેન પોતાનું દુ:ખ કોઇને કહેતા ન હતા. સોસાયટીમાં આજથી નવરાત્રિ પર્વ શરૂ થતું હતું. હિરેન અને રચના એ માટે હજારોની કિંમતના કપડાં લઇ આવ્યા હતા. બંને તૈયાર થઇને ...Read More