કયાં છે એ?

(273)
  • 36.7k
  • 76
  • 16.6k

કયાં છે એ? ભાગ : 1 હજુ આંખ જ ઉઘડી હતી પથારીમાં બેઠા બેઠા બુમ પડાઇ ગઇ, “સ્વાતિ ઓ સ્વાતિ ચા મુકી? મારે લેઇટ થઇ રહ્યુ છે.” મમ્મીનુ નામ સાંભળતા જ નાનકડી દિવ્યા ગાઢ ઉંઘમાંથી પથારીમાંથી ફટ ઉભી થઇ ગઇ અને ખુશ ખુશ થતા બોલી ઉઠી, “મમ્મી આવી ગઇ?” તે દોડીને રસોડાંમાં ભાગી. બા ને ચા બનાવતા જોઇ નિરાશ થઇને પપ્પા પાસે આવીને બોલી, “પપ્પા, મમ્મી કયાં છે? બાથરૂમ ગઇ છે?” આટલુ બોલીને બાથરૂમમાં પણ જોઇ આવી. કોઇને ન જોતા બોર જેવા આંસુ ફરી ખરી પડયા. “મારી લાડકી ઢીંગલી, અહીં બેસ.” પોતાનાથી ભયાનક ભુલ થઇ ગઇ છે તેનો અહેસાસ થતા

Full Novel

1

કયાં છે એ? - 1

કયાં છે એ? ભાગ : 1 હજુ આંખ જ ઉઘડી હતી પથારીમાં બેઠા બેઠા બુમ પડાઇ ગઇ, “સ્વાતિ ઓ ચા મુકી? મારે લેઇટ થઇ રહ્યુ છે.” મમ્મીનુ નામ સાંભળતા જ નાનકડી દિવ્યા ગાઢ ઉંઘમાંથી પથારીમાંથી ફટ ઉભી થઇ ગઇ અને ખુશ ખુશ થતા બોલી ઉઠી, “મમ્મી આવી ગઇ?” તે દોડીને રસોડાંમાં ભાગી. બા ને ચા બનાવતા જોઇ નિરાશ થઇને પપ્પા પાસે આવીને બોલી, “પપ્પા, મમ્મી કયાં છે? બાથરૂમ ગઇ છે?” આટલુ બોલીને બાથરૂમમાં પણ જોઇ આવી. કોઇને ન જોતા બોર જેવા આંસુ ફરી ખરી પડયા. “મારી લાડકી ઢીંગલી, અહીં બેસ.” પોતાનાથી ભયાનક ભુલ થઇ ગઇ છે તેનો અહેસાસ થતા ...Read More

2

ક્યાં છે એ? - 2

ક્યાં છે એ?ભાગ: 2 સ્કુલેથી આવતા જ ઘરમાં મામા-મામી અને તેની પોતાના જ જેવડી ઉંમરની ન્યાસા અને ન્યારાને જોઇને ખુબ જ ખુશ થઇ ગઇ. તેને પોતાનુ દફતર મુકી દીધુ અને ન્યાસા અને ન્યારા સાથે રમવા લાગી. તેની ખુશી જોઇ અક્ષિતના હૈયામાં ટાઢક વળી. “અક્ષિતભાઇ, તમે ચિંતા ન કરો. બાળકનુ મન નિર્દોષ અને કોમળ હોય છે. ન્યાસા અને ન્યારા સાથે રહીને દિવ્યા બધુ ભુલી જશે અને ખુશ રહેશે.” સુનિલની પત્ની વિભિષાએ કહ્યુ. “અક્ષિત, દિવ્યાની ચિંતા ન કરજે. તું સ્વાતિને શોધવા માટે પ્રયાસ ચાલુ રાખજે.” સાળો બનેવી હોવા પહેલા બંન્ને ખાસ મિત્રો હતા આથી હવે માન આપવા માટે જીભ વળતી ન ...Read More

3

ક્યાં છે એ? - 3

ક્યાં છે એ? ભાગ: 3 “ના, ના સર મારી માતા ગમે તેવા ગુસ્સાવાળા હોય પરંતુ આવુ કાંઇ ન કરી એવો કેવો મોટો ઝઘડો થયો કે તમારે કેનેડાથી પરત આવવુ પડયુ?”“ઝઘડો તો ખાસ મોટો થયો ન હતો પરંતુ હું હવે કંટાળી ગયો હતો એટલે ત્યાંથી નીકળી ગયો કે આ બંન્ને વચ્ચે મારે જ કોઇ ઉકેલ લાવવાનો હતો.”“પરંતુ થયુ શુ હતુ? જરા વિસ્તારથી કહો.”“મારી માતાને નોકર સ્ટાફ પર ખુબ જ ગુસ્સો આવી ગયો હતો તે સ્ટાફ બદલવા માંગતા હતા અને સ્વાતિનુ કહેવુ હતુ કે તેઓને ઘરમાં રહેવુ નથી તો કેમ ઘરની બાબતમાં આટલી દખલગિરી કરે છે આથી મારી મમ્મીનો ગુસ્સો સાતવા ...Read More

4

ક્યાં છે એ? - 4

ક્યા છે એ? ભાગ : 4 “બચાઓ, બચાઓ, ભુત ભુત” બીજી રાત્રે પણ બુમ સંભળાતા અક્ષિત દોડીને મમ્મીના રૂમમાં આગલી રાત્રિના અનુભવ બાદ સગુણાબહેન વ્યવસ્થિત સુઇ ગયા બાદ અક્ષિત પોતાના રૂમમાં કબાટ અને બધી વસ્તુઓ ચેક કરી રહ્યો હતો. હજુ રાત્રિના બાર પણ નહોતા વાગ્યા ત્યાં તો સગુણાબહેનની બુમ સંભળાઇ એટલે તે દોડીને ગયો.“અક્ષિત તુ કયા ગયો હતો? ભુત મને મારી નાખશે?” સગુણાબહેન પથારી પણ સંકોચાઇ બેઠા હતા અને ડરતા ડરતા બોલ્યા.“મોમ, ક્યા ભુત છે? શુ થયુ? હુ તો જસ્ટ પાણી પીવા ગયો હતો.” તે થોડુ જુઠ્ઠુ બોલ્યો.“હમણાં જ સ્વાતિનો ઓછાયો અહી હતો.” ડરતા ડરતા બારી સામે આંગળી ચીંધતા ...Read More

5

ક્યાં છે એ? - 5

ક્યાં છે એ? ભાગ : 5 અમેરિકા જવુ કે ઇન્ડિયામાં જ અભ્યાસ પુર્ણ કરવો. તે જબરદસ્ત ગડમથલમાં હતો. તેના મિત્રોનો અભિપ્રાય એમ જ હતો કે અમેરિકામાં સ્ટડી કરવા મળતુ હોય તો શા માટે ઇન્ડિયામાં સ્ટડી કરવુ જોઇએ. આવો ગોલ્ડન ચાન્સ કયારેય છોડવો જોઇએ નહિ. પરંતુ પપ્પાનો ધીકતો બિઝનેશ અને અતિશય શ્રીમંત તો તેઓ હતા હવે વધારે કમાવા માટે અમેરિકા જવુ અક્ષિતને યોગ્ય લાગતુ ન હતુ. જો ઇન્ડિયામાં રહીને જ પપ્પાનો બિઝનેસ સંભાળવો હોય તો પછી અમેરિકાનો અભ્યાસ શા કામ નો? અહીં પરિવાર સાથે રહીને આનંદથી ન ભણી શકાય? અક્ષિતનો નિર્ણય સાંભળી સગુણાબહેન આગબબુલા બની ગયા.“અક્ષિત, તું સાવ તારા પપ્પા ...Read More

6

ક્યાં છે એ? - 6

ક્યાં છે એ? ભાગ : 6 “મિત્રો, હું જાણુ છુ કે લેકચર તમને ગમશે નહિ. પરંતુ આજે તમારી ફ્રર્સ્ટ છે તો આપણા ગ્રુપના એજન્ડા અને એકટિવિટી વિશે થોડી માહિતી આપી દઉ.” અક્ષિતે નામ લખાવી દીધા બાદ પહેલા મિટિંગમાં તે સ્વાતિની સ્પીચ સાંભળી રહ્યો હતો. કોલેજના બગીચામાં આ મિટિંગ ગોઠવવામાં આવી હતી. ગુલમહોર અને ગરમાળાના ઝાડના છાંયડા હેઠળ તેઓ પંદર વિદ્યાર્થીઓ હતા જેમાંના બાર તો છોકરા હતા અને માત્ર ત્રણ જ છોકરી હતી. પીંક કલરનુ ટોપ અને વાઇટ જીન્સ પહેંરીને પગમાં સ્પોર્ટ શુઝ પહેરીને સાઇડ પર્સ લટકાવીને પોતાની આગવી અદાથી ઉભા રહીને સ્વાતિ જયારે સ્પીચ આપી રહી હતી ત્યારે અક્ષિતનુ ...Read More

7

ક્યાં છે એ? - 7

ક્યાં છે એ? ભાગ : 7 “ઓહ્હ માય ગોડ, અક્ષિત” “શુ થયુ બક્ષી અંકલ?” અક્ષિત સવારમાં ઓફિસમાં આવ્યો અને કેબિનમાં જોયા બાદ મેનેજર સરીન બક્ષીએ નિસાસો નાખ્યો એટલે અક્ષિતે પુછ્યુ. “આજે બપોરે બહુ જ ઇમ્પોર્ટેન મિટિંગ છે અને લાગે છે જીતેશભાઇ ભુલી ગયા અને લંડન જતા રહ્યા. હવે શુ કરીશુ?” “ઇમ્પોર્ટન મિટિંગ?” અક્ષિતે આશ્ચર્યથી પુછ્યુ. “હા, આજે બરઝર કંપની સાથે મોટા ડીલ માટે મિટિંગ છે.” “વ્હોટ?” “યસ, અક્ષિત આ ખુબ જ ઇમ્પોર્ટન મિટિંગ છે. આપણે એક નવી પ્રોડકટ શરૂ કરી રહ્યા છે. કોસ્મેટિક પ્રોટકટ તેના રો મટીરીયલ્સ જેટલા ઓછા ભાવે મળી શકે તેટલુ આપણા માટે સારૂ. તેના માટે ત્રણ ...Read More

8

ક્યાં છે એ? - 8

ક્યા છે એ? ભાગ : 8 કેરલા ધરતીનુ સ્વર્ગ. નાનપણમાં પિતાજી સાથે એક વખત ગયો હતો. ઉતરમાં હિમાલય અને કેરલા અક્ષિતની પ્રિય જગ્યા હતી. અને તેમાં પણ સ્વાતિ સાથે જવાનુ હતુ એટલે તુરંત જ હા પાડી દીધી હતી અને તે ટુરમાં જોડાય ગયો હતો. પરંતુ સ્વાતિ તો ન આવી. જરાય ગમતુ ન હતુ. વારંવાર બસમાંથી ઉતરી જવાનુ મન થતુ હતુ પરંતુ હિમ્મત થતી ન હતી. બધા ખુબ જ ખુશ હતા. હસી મજા અને કોલાહલ બસમાં કરી રહ્યા હતા. અક્ષિતને જરાય રસ પડતો ન હતો. અવિનાશ અને બકુલે તેની સાથે થોડી વાર મસ્તી કરી પરંતુ તેનો નિરાશાજનક પ્રતિભાવ જોઇ તેઓ ...Read More

9

ક્યાં છે એ? - 9

ક્યા છે એ? ભાગ: 9 “વરસાદનુ જોર ખુબ જ વધારે છે અને આગળ પાણીનુ વહેણ છે તો પાણી ન ત્યાં સુધી આગળ જઇ શકાય એમ નથી.” ડ્રાઇવરે બધાને કહ્યુ. “ઓહ્હ, માય ગોડ” બધાની મજા મરી ગઇ. “ઓહ્હ, શીટ. ટાઇમ વેસ્ટ.” અક્ષિતે નિ:સાસો નાખ્યો. “અરે યાર દરેક પરિસ્થિતિની એક મજા હોય છે. નેગેટિવ પરિસ્થિતિ પણ નવા અનુભવો આપે છે.” સ્વાતિએ અકળાયા વિના ઉત્સાહથી કહ્યુ. સામેની સીટ પર બેઠેલી ઝરણાએ બોલી ઉઠી, “સ્વાતિ યાર તારો જવાબ નથી. ગમે તે પરિસ્થિતિમાં તારો એક અલગ જ અભિગમ હોય છે.” અંદરોઅંદર બધા પોતપોતાની રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે ડ્રાઇવરને એક અલગ જ ચિંતા ...Read More

10

ક્યાં છે એ? - 10 - છેલ્લો ભાગ

ક્યા છે એ? ભાગ: 10 “મારી માતાને આજે ખબર પડી કે મેં આવડો મોટો ગુનો કર્યો છે. તેને ખુબ દુ:ખ થયુ તેઓએ મને ખુબ જ ઠપકો આપ્યા બાદ મને એક વાત જણાવી. મારા પિતાના મૃત્યુ સમયે હું માત્ર પંદર વર્ષનો હતો અને મારી બહેન વીસ વર્ષની પિતાના મૃત્યુ બાદ મારી માતાને ખબર પડી કે મારી બહેન વિશ્વા કોઇ ખોટા ચક્કરમાં ફસાય ગઇ છે. તેની સાથે પ્રેમનુ નાટક કરનાર વ્યક્તિ તેને બ્લેક મેઇલ કરી રહ્યો હતો. આ મુશ્કેલીમાં વિશ્વા ડિપ્રેશનમાં સરી ગઇ. મારી માતા ભાંગી પડી. કોઇ એવુ ન હતુ જે આ મુસીબતની ઘડીમાં અમારી મદદ કરી શકે એવામાં જીતેશભાઇને ...Read More