રાત્રિના અંધકારમાં આકાશમાં જળહળતા તારા સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં.આખું શહેર શાંતિપૂર્ણ માહોલમાં સરી પડ્યું હતું. ચાંદનો મીઠો ટાઢક આપતો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. મધ્યરાત્રિનો સમય હતો.સમસ્ત શહેર જ્યારે ગાઢ નિંદ્રામા શાંત હતું ત્યારે એક ઘરના ઉપરના માળે આવેલા ઓરડામાં અંધકારમાં એક યુવતી ઓરડાની અટારીમાં સ્થિર ઉભી હતી. સોના વર્ણો એનો દેહ,જ્યોતિપુંજ ની કિરણ સમાન એની આંખો નું તેજ,વિખરાયેલા તેના કેશ પવનની મંદ મંદ લહેરખી સાથે ઉડી રહ્યાં હતાં અને એના આંખોમાં થી સરી રહેલા અશ્રુમાં ખરડાયેલા તેના લાલ ગાલ અને મનમાં ઉમડતા અસંખ્ય ઝંઝાવાત સાથે ગહન અસમંજસમાં ડુબેલી જણાતી હતી. શાંત નયરમ્ય દ્રશ્ય નિહાળતી અંતરમા ઘણા પ્રશ્નો લઇ જાણે જવાબ

New Episodes : : Every Saturday

1

વિહવળ ભાગ-1

રાત્રિના અંધકારમાં આકાશમાં જળહળતા તારા સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં.આખું શહેર શાંતિપૂર્ણ માહોલમાં સરી પડ્યું હતું. ચાંદનો મીઠો ટાઢક આપતો રેલાઈ રહ્યો હતો. મધ્યરાત્રિનો સમય હતો.સમસ્ત શહેર જ્યારે ગાઢ નિંદ્રામા શાંત હતું ત્યારે એક ઘરના ઉપરના માળે આવેલા ઓરડામાં અંધકારમાં એક યુવતી ઓરડાની અટારીમાં સ્થિર ઉભી હતી. સોના વર્ણો એનો દેહ,જ્યોતિપુંજ ની કિરણ સમાન એની આંખો નું તેજ,વિખરાયેલા તેના કેશ પવનની મંદ મંદ લહેરખી સાથે ઉડી રહ્યાં હતાં અને એના આંખોમાં થી સરી રહેલા અશ્રુમાં ખરડાયેલા તેના લાલ ગાલ અને મનમાં ...Read More

2

વિહવળ ભાગ-2

જન્મદિવસ ની ઉજવણી સારી રીતે કર્યા બાદ હવે નિયતી ઘરે પરત આવી ગઈ હતી તેમ છતાં જાણે તે ખોવાયેલી હતી.ઘરે પોહચીને નિયતી કઇ પણ બોલ્યાં વિના સોફા પર જઈને બેસી ગઈ.., તેની સાથે વિશ્વા પણ આવી હતી. વિશ્વા ને જોઇને સરલાબેન ખુશી સાથે બોલ્યાં ઘણા દિવસે માસીને મળવા આવી. વિશ્વા બોલી ઈચ્છા તો રોજ મળવાની હોય છે માસી પણ આ બાજુ હવે ખાસ આવવાનું થતું નથી. મારા ભાઈ ના ટ્યુશન ક્લાસ ઘરે થી થોડા દૂર જતા રહ્યા છે એટલે સ્કૂટી ભાઈ લઈને ચાલ્યો જાય છે,તો હવે આ બાજુ આવાનું ખાસ થતું નથી. હું ને નિયતી તો રોજ હવે સીધાં ...Read More

3

વિહવળ ભાગ-૩

ગયા અંક માં જોયું તેમ નિયતી ઘરના એ મૂકેલા પ્રસ્તાવ ને કારણે અસમંજસમાં હતી. તેનું મન રાજી ન હતું હજૂ તે તૈયાર પણ ન હતી. તે ઘરના ની વાતનું માન રાખીને અને મમ્મી ના સમજવ્યાં પછી હા તો પાડી દે છે.મમ્મી સાથે વાત કર્યા બાદ નિયતી તેના રૂમ માં ચાલી જાય છે અને બારી માં આવી ને બેસી જાય છે.બપોર નો સમય હતો સુર્ય બરાબર માથા પર હતો અને અગન જ્વાળા વરસાવી રહ્યો હતો.જેટલો તાપ સૂર્ય નો હતો બહાર તેટલો જ નિયતી ના દિલ માં ઉત્પન્ન થઈ રહ્યો હતો. જાણે તેનું દિલ શાંત પડેલો જવાળમુખી જે જાગૃત થઈ રહ્યો ...Read More

4

વિહવળ ભાગ-4

બધી જાણકારી મેળવી અને સારી રીતે તપાસ થઈ ગયા બાદ હવે આખરે એ દિવસ આવી ગયો જ્યારે છોકરાવાળા નિયતી જોવા આવવા ના હતા.નિયતી ના ઘર માં ખુબ જોર શોર થી તૈયારીઓ ચાલી રહી હતી.નિયતી ના મમ્મી નો ઉત્સાહ સમાતો ન હતો. પણ નિયતી ના મન માં શંકા ઓ નો પાર ન હતો. ઘરના નું માન રાખી નિયતી પણ માહોલ માં ભળી ગઈ વિશ્વા પણ નિયતી ની મદદ માટે આવી પહોંચી હતી બપોરના સમયે મહેમાન આવવાના હતા. બધી તૈયારી લગભગ થઈ ગઈ હતી ઘરના અને નિયતી પણ તૈયાર હતા બસ હવે ક્યારેય પણ મહેમાન આવી શકતા હતા.નિયતી થોડી ગભરાયેલી હતી ...Read More

5

વિહવળ ભાગ-5

ઘણો સમય પસાર થઈ ગયો આમ ને આમ હવે રાહુલ અને નિયતી એકબીજાંને સારી રીતે સમજી ગયા હતાં.ત્યાં વિદેશમાં પણ તેના કામ માં ખૂબ પ્રગતિ કરી રહ્યો હતો અને અહીં નિયતી પણ કોલેજના છેલ્લા વર્ષ ની પરિક્ષા આપવાની તૈયારીમાં હતી. અગાઉ બધા ના નક્કી કર્યા મુજબ નિયતી ના અભ્યાસ પૂર્ણ થયા બાદ જ તેના લગ્ન કરવા માં આવશે .તે મુજબ સરલાબેન તો અત્યાર થી જ નિયતી ના લગ્ન ની તૈયારીઓ કરવા લાગ્યા હતા.લગ્ન ની ખરીદી નું આયોજન,જમણવાર નું આયોજન,નિયતી ના દાગીના નું આયોજન સગાવહાલા ને રોકવા માટેનું આયોજન લગભગ લગ્ન ને લઈને બધી જ યોજના સરલાબેન અને મનસુખ ભાઈ મનોમન ...Read More

6

વિહવળ ભાગ-6

ગયા અંક માં જોયું તેમ બંને યુવાનો પોતાના બિન્દાસ સ્વભાવ અને હાસ્ય માં અલગ છટા થી કેફે માં ચર્ચા વિષય બની જ ગયા હતા.ત્યાં એમની પ્રતિભા પણ નજરઅંદાજ કરવા જેવી ન હતી. ઘડી ભર બધા તેમનું અવલોકન કરતા હતા પણ તે બને ને જાણે દુનિયા સાથે કઈ લેવા દેવા જ ના હોય તેમ તે પોતાની મસ્તી માં વ્યસ્ત હતા.બધા પણ હવે પોતપોતાના કામમાં લાગી ગયા.એટલામાં જ ફરી કોઈ એ પ્રવેશ કર્યો આ વખતે જે વ્યકિત પ્રવેશી હતી તેને જોઈને બીજા ને એટલો આશ્વર્ય તો ન થયો.પણ નિયતી ના તન મન માં ઉષ્ણ ઊર્જા સંચારિત થઈ ઉઠી.આ વ્યકિત બીજું કોઈ ...Read More