Vihvad - 4 books and stories free download online pdf in Gujarati

વિહવળ ભાગ-4

બધી જાણકારી મેળવી અને સારી રીતે તપાસ થઈ ગયા બાદ હવે આખરે એ દિવસ આવી ગયો જ્યારે છોકરાવાળા નિયતી ને જોવા આવવા ના હતા.
નિયતી ના ઘર માં ખુબ જોર શોર થી તૈયારીઓ ચાલી રહી હતી.નિયતી ના મમ્મી નો ઉત્સાહ સમાતો ન હતો. પણ નિયતી ના મન માં શંકા ઓ નો પાર ન હતો. ઘરના નું માન રાખી નિયતી પણ માહોલ માં ભળી ગઈ વિશ્વા પણ નિયતી ની મદદ માટે આવી પહોંચી હતી બપોરના સમયે મહેમાન આવવાના હતા. બધી તૈયારી લગભગ થઈ ગઈ હતી ઘરના અને નિયતી પણ તૈયાર હતા બસ હવે ક્યારેય પણ મહેમાન આવી શકતા હતા.નિયતી થોડી ગભરાયેલી હતી પોતાના રૂમ માં તે આમ થી તેમ થઈ રહી હતી એટલા માં જ વિશ્વાએ નીચે થી આવી અને કહ્યું બધા આવી ગયા છે ને દીકરો દેખાવે પૂરે પૂરો કોઈ ફિલ્મના હીરો જેવો લાગે છે .
વિશ્વાની વાત પર નિયતી એ ખૂબ ફિકી પ્રતિક્રિયા આપી અને બોલ્યા વિના બેસી ગઈ.એટલામાં નિયતી ના મમ્મી તેને લેવા આવ્યાં અને નિયતી ને નીચે બોલવવામાં આવી.
પાણી ની ટ્રે હાથ માં લઇ નિયતી મહેમાન વચ્ચે પહોંચી. ગભરાહટ નિયતી ના મન ને કચોટી રહી હતી.પોતાના આવેગ પર કાબુ મેળવી નિયતી પાણી આપવા લાગી અને ત્યારબાદ અંદર ચાલી ગઈ મહેમાન નિયતી જોઈ ને ખુશ થયા હોય તેમ લાગતું હતું.આવનારા દીકરા રાહુલ એ પણ નિયતી ને એક ઝલક માં જોઈ લીધી.નિયતી પાણી આપી રસોડા માં આવી વિશ્વા ત્યાં તેની રાહ જ જોઈ રહી હતી તેને પૂછ્યું કેવુ લાગ્યું.નિયતી એ વળતા જવાબ માં કહ્યું તેને દીકરા સામે જોયું જ નથી.ત્યારબાદ ચા નાસ્તો ...આ તે ચાલ્યું બે ત્રણ વાર નિયતી આપવા મૂકવા લેવા ગઈ.હવે બધા બેસી ને વાત કરી રહ્યા હતા ત્યાં જ દીકરાના મમ્મી બોલ્યા દીકરા દીકરી એક બીજા સાથે વાત કરી લેતા, જાણી લેતા તો ,થોડું એક બીજા ને.સરલા બહેને પણ હા માં માથું હલાવી કહ્યું કેમ નહિ.ત્યાર બાદ ઉપરના રૂમ માં નિયતી અને આવનારા દીકરા ના બેસવાની વ્યવસ્થા કરવા માં આવી.
બંને ગોઠવાયા અને સ્વસ્થ થયા નિયતી શરમાઈ ને નીચે જોઈ રહી હતી એટલામાં દીકરાએ પૂછ્યું પસંદ નાપસંદ ઘણી બધી વાત ચાલી નિયતી એ પણ પૂછી લીધું તમારું નામ શું છે..?? દીકરા એ જવાબ આપ્યો રાહુલ ...બસ પછી વાતો ચાલતી ગઈ ઘણો સમય વીતિ ગયો હતો એટલે ઘરના નિયતી અને રાહુલ ને બોલાવવા આવે છે.વિશ્વા નિયતી સાથે તેના રૂમ માં જાય છે અને રાહુલ નીચે ચાલ્યો જાય છે.
પહેલા કરતા નિયતી વાત કર્યા પછી ઘણી ઉત્સુકતા અને હળવાશ અનુભવી રહી હતી. નિયતી ને જોઈને વિશ્વા તેની હળવાશ અનુભવી રહી હતી કંઈ પણ બોલ્યા વગર મહેમાન ના વિદાય લીધા પછી વિશ્વા નીચે ચાલી ગઈ. સરલા બહેન અને વિશ્વા વાત જ કરી રહ્યા હતા કે સમાચાર આવ્યા રાહુલ ના પરિવારને અને રાહુલ ને નિયતી પસંદ છે ....ઘર માં ખુશી ની લહેર દોડી ગઈ..આ તરફ વિશ્વા પણ સરલાબેન ના ઇશારે નિયતી ને પૂછી આવી નિયતી એ પણ હા માં માથું હલાવી દીધું. રાહુલ અને નિયતી બને એ આવનારા જીવન ને સાથે મળી જીવવાનો નિર્ણય કર્યો અને એકબીજા ની પસંદગી જીવનસાથી તરીકે કરી .હવે બધું ઘરવાળા સાંભળી લેવાના હતા.બંને ની મરજી બાદ ગોળધાણા અને રૂપિયો નારિયેળનું પણ વિધિ વિધાન કરી દેવામાં આવ્યું.
ધીરે ધીરે બંને એક બીજા ને અને પરિવાર ને સમજવા અને જાણવા લાગ્યા હતા રોજ વાત થતી રાહુલ અહીં હતો ત્યાં સુધી ક્યારેક મુલાકાત પણ થતી . થોડા સમય બાદ રાહુલ પાછો ચાલ્યો ગયો.હવે માત્ર બંને ની વાત ફોન પર જ થતી.કામના કારણે રાહુલ થોડો વ્યસ્ત રેહતો અને નિયતી પણ ઘરના કામ અને ભણવામાં પરોવાયેલી રેહતી ઉપરથી ત્યાંના અને અહીંના સમય માં મોટા ગાળા નો તફાવત.બને ના નવા જોડાયેલા સબંધ ને બધા પરિબળો અસર કરી રહ્યા હતા.