Vihvad - 5 books and stories free download online pdf in Gujarati

વિહવળ ભાગ-5

ઘણો સમય પસાર થઈ ગયો આમ ને આમ હવે રાહુલ અને નિયતી એકબીજાંને સારી રીતે સમજી ગયા હતાં.ત્યાં વિદેશમાં રાહુલ પણ તેના કામ માં ખૂબ પ્રગતિ કરી રહ્યો હતો અને અહીં નિયતી પણ કોલેજના છેલ્લા વર્ષ ની પરિક્ષા આપવાની તૈયારીમાં હતી.

અગાઉ બધા ના નક્કી કર્યા મુજબ નિયતી ના અભ્યાસ પૂર્ણ થયા બાદ જ તેના લગ્ન કરવા માં આવશે .તે મુજબ સરલાબેન તો અત્યાર થી જ નિયતી ના લગ્ન ની તૈયારીઓ કરવા લાગ્યા હતા.લગ્ન ની ખરીદી નું આયોજન,જમણવાર નું આયોજન,નિયતી ના દાગીના નું આયોજન સગાવહાલા ને રોકવા માટેનું આયોજન લગભગ લગ્ન ને લઈને બધી જ યોજના સરલાબેન અને મનસુખ ભાઈ મનોમન ઘડી જ નાખી હતી.એક ની એક પોતાની વ્હાલસોયી પુત્રી ના લગ્ન માં માતાપિતા કોઈ કસર રાખવા માંગતા ન હતા.સરલાબેન માટે તો હવે રોજ તહેવાર અને નવું વરસ હતું.ઉજવણી નો કોઈ મોકો તે ખાલી ના જવા દેતા.

ઘણો સમય સાથે પસાર કર્યા બાદ અને વાતો કર્યા બાદ એકબીજા ને સારી રીતે જાણ્યા બાદ પણ હજુ નિયતી ને રાહુલ માટે કોઈ ઊંડી લાગણીઓ અનુભવાતી ન હતી.તે વાત નો એહસાસ નિયતી ને થવા લાગ્યો હતો.અને એ વાત નિયતી ને મનોમન અપરાધ ભાવ ઉત્પન્ન કરી રહ્યો હતો.પરંતુ કદાચ એકબીજા થી દૂર હોવાને કારણે આમ થતું હશે.તેમ માની નિયતી રાહુલ ની નજીક વધુ ને વધુ રેહવાની કોશિશ કરતી હતી.તેને સમજવા કોશિશ કરતી. રાહુલ પણ સામે નિયતી સાથે સમય વિતાવવા વાત કરવા આતુર રહેતો.રાહુલ તો નિયતી ને પોતાની પત્ની માની જ ચુક્યો હતો તે નિયતી સાથે વાત પણ એ રીતે જ કરતી અને ઘણી વાર મજાક મજાક માં તે નિયતી ને શ્રીમતિ કહીને પણ બોલાવતો.નિયતી પણ ખુશ થતી તેમ છતાં તે રાહુલ ને સંપૂર્ણ મન થી અપનાવી શકતી ન હતી.નિયતી ને રાહુલ માટે ઘણું માન હતું અને રાહુલ નું વ્યકિતત્વ પણ પસંદ તો હતું. તેમ છતાં ન જાણે કેમ નિયતી ને કંઈક ઓછું લાગી રહ્યું હતું. તેને એવું લાગતું કે એને ઉતાવળ માં કે ટુંકા સમય નું વિચારી ને તો હા નથી પાડી દીધી.જે નિયતી નવા સબંધ થી ખૂબ ખુશ હતી થોડા સમય પહેલા હવે તેના મન માં શંકાઓ ઘર કરવા લાગી હતી.તેના મન માં ડર હતો ક્યાંક પોતાની સાથે સાથે તે રાહુલ ની જિંદગી ખરાબ ના કરી દે.તે પુરે પૂરી કોશિશ કરી રહી હતી કે તેની શંકાઓ હકીકતમાં ના બદલાઈ જાય.શંકાઓના મધ્યમાં જ્યારે પણ નિયતી તેના જન્મદિવસે થયેલા નવા એહસાસ વિશે વિચારતી ત્યારે તેનું મન પુલકિત થઇ ઊઠતું પણ હવે એ બધું મારે ના વિચારવું જોઈએ ખોટું છે આ બધું, તેમ માની તે એ વાત ને નજરઅંદાજ કરી જતી.

એક બાજુ તેના છેલ્લા વર્ષ ની પરિક્ષા પણ આવી ગઈ હતી.નિયતી પોતાનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ માં લગાવવા ઈચ્છતી હતી પરંતુ આ બધા સારા ખોટા વિચારો નિયતી ને પરેશાન કરી રહ્યા હતાં.તેમ છતાં તે મિત્રો ના કેહવાથી અભ્યાસ માં ધ્યાન પોરવી રહી હતી.રોજ કોલેજ માં વાંચવા માટે નિયતી કોલેજના ના સમય પછી એક કલાક રોકાઈ જતી.તેની સાથે તેના મિત્રો પણ રોકાઈ જતા.

વાંચન કર્યા બાદ બધા ભેગા થઈ કેફે માં જઈ નાસ્તો કરતાં હળવાશ અનુભવતા અને પછી છૂટા પડી પોત પોતાના ઘરે જતા.લગભગ આ નિત્ય ક્રમ થઈ ગયો હતો.બધા તન તોડ મેહનત કરી રહ્યા હતા.પોતાના મનચાહા ક્ષેત્ર માં કામ મેળવવા.બધા માટે એમના સપના સાકાર કરવાનું મહત્વ નું વર્ષ હતું.

રોજ ની જેમ આજે પણ નક્કી કરેલા સમયે નિયતી અને તેના મિત્રો તેમના રોજના કાર્યક્રમ અનુસાર તેઓ પહેલા કોલેજ માં વાંચવા રોકાયા અને પછી હળવાશની પળો માટે કેફે માં આવી બેઠા. કેફે ના માલિક હરીશભાઈ એ પૂછયું કેવી ચાલે તૈયારી બધા એ સમૂહ માં જવાબ આપ્યો..જોરદાર...હરીશભાઈ એ વળતા જવાબ માં કહ્યું હવે તો પરિક્ષા પછી મંડલી અહીં દેખાશે જ નહીં . હરીશભાઇ નું એટલું બોલતાં ની સાથે તો બધા જ કાઉન્ટર ની આસપાસ ખુરશીઓ લઈ ગોઠવાઈ ગયા અને કહ્યું ના... ના... અમે તો બધા ભેગા થઈ, અહીં જ મળવા ના અને તમને પણ મળવા આવતા રહીશું.
હરીશભાઈ એ ખુશી વ્યક્ત કરી.બધા પોત પોતાના ભવિષ્ય ના આયોજનો હરીશભાઈ ને કહેતા હતા.એટલા માં જ વિશ્વા એ હરીશભાઈ ને નિયતી ના સગપણ માં સમાચાર આપ્યા.હરીશભાઈ નો ખુશી નો પાર ના રહ્યો તેમને નિયતી ને શુભેચ્છા પાઠવી અને તરત જ ત્યાં કામ કરતા એક છોકરા ને બોલાવી પેસ્ટ્રી લાવવા કહ્યું.આ ખુશી ની વાત માં હરીશભાઈ એ પોતાના તરફ થી બધા નું મોં મીઠું કરાવ્યું.

હરીશભાઈ ના પૂછવા પર નિયતી પેસ્ટ્રી ની લેહજત માણતા માણતા રાહુલ વિશે તેમની સાથે વાત કરી રહી હતી.અને પોતાના પણ ભવિષ્ય ના આયોજનો વિશે કહી જ રહી હતી એટલા માં જ કેફે નો દરવાજો ખૂલે છે ને બે યુવાન વાતો કરતા કરતાં જોર જોર થી હસતાં હસતાં કેફે માં પ્રવેશે છે અને કાઉન્ટર ની પાસેના જ ટેબલ પર આવીને બેસે છે. બંને યુવાન તદ્દન નવા જણાય રહ્યા હતા.તેમના હસવા ના અવાજ ને કારણે બધા નું ધ્યાન તેમના પર જાય છે બંને પોતાની આગવી વિશેષતા ,પોતાના બિન્દાસ સ્વભાવથી બધાને આકર્ષિત કરી રહ્યાં હતાં.

કોણ છે આ યુવાનો..?? બધા માટે તે ચર્ચાનો એક વિષય બની ગયો હતો.