પ્રેમામ

(216)
  • 69.4k
  • 21
  • 28.2k

"હા! ગાંજો પીઉં છું. દારૂ,હેરોઇન,ડ્રગ્સ બધું જ લઉં છું. તને પ્રોબ્લેમ છે કઈ? પ્રોબ્લેમ હોય તોહ, બોલ! કે, રાહુલ સાથે માત્ર હાથમાં હાથ નાખી ને ફરતા જ આવડે છે?" હર્ષ એ કહ્યું. આ સાંભળી અને વિધિએ હર્ષના ગાલ પર લાફો મારતા કહ્યું " તારી ગંદી સોચ! મને તોહ, ખબર હતી કે, તું ગટર વ્યક્તિ છે. તારી સોચ પણ ગટર જ છે. આજ પછી મને તારું મોઢું પણ નથી જોવું. મારી લાઈફમાં તારા જેવો એક, નમૂનો હતો! એમ, સમજી અને તને ભૂલી જઈશ. તારી લાઈફ છે. તારે જે, કરવું હોય એ કર! હું રાહુલ સાથે કંઈ પણ કરતી હોઉં! તને શું?

Full Novel

1

પ્રેમામ - 1

"હા! ગાંજો પીઉં છું. દારૂ,હેરોઇન,ડ્રગ્સ બધું જ લઉં છું. તને પ્રોબ્લેમ છે કઈ? પ્રોબ્લેમ હોય તોહ, બોલ! કે, રાહુલ માત્ર હાથમાં હાથ નાખી ને ફરતા જ આવડે છે?" હર્ષ એ કહ્યું. આ સાંભળી અને વિધિએ હર્ષના ગાલ પર લાફો મારતા કહ્યું " તારી ગંદી સોચ! મને તોહ, ખબર હતી કે, તું ગટર વ્યક્તિ છે. તારી સોચ પણ ગટર જ છે. આજ પછી મને તારું મોઢું પણ નથી જોવું. મારી લાઈફમાં તારા જેવો એક, નમૂનો હતો! એમ, સમજી અને તને ભૂલી જઈશ. તારી લાઈફ છે. તારે જે, કરવું હોય એ કર! હું રાહુલ સાથે કંઈ પણ કરતી હોઉં! તને શું? ...Read More

2

પ્રેમામ - 2

*એક વર્ષ પહેલાં* હું ડેશીંગ લુકમાં કોલેજ માટે નીકળી ગયો. ડેશીંગ તોહ, રોજેય લાગતો! આજે થોડું વધારે જ ડેશીંગ લાગવાનું હતું. મારી કે.ટી.એમ પર સવાર થઈ! હું નીકળી પડ્યો. બે જ મિનિટમાં કોલેજ પહોંચ્યો. મારા મિત્રો ત્યાં જ, ગાર્ડનમાં બેઠા હતા. એ બધાય મારી પાસે આવ્યા. અને મને સોરી...સોરી... કરવા લાગ્યા. મેં એમને માફ કર્યું. અમે, બધાય ગળે મળ્યા. "બે! તું તોહ, નારાઝ થઈ ગયો હે!" વિવેક એ કહ્યું. "હા! આમ, નારાઝ થવાનું ક્યારથી સીખી ગયો?" અભી એ કહ્યું. "બે! તું કંઈ રૂપાળી કન્યા છે? કે, આમ નારાઝ ...Read More

3

પ્રેમામ - 3

*એક વર્ષ પહેલાં* "હેય! વિધિ! અહીંયા! અહીંયા!" "યેપ! શ્રુતિ! કેમ કઈ કામ હતું?" વિધિ એ કહ્યું. "યા! એટલે જ અહીં બોલાવી છે. કોલેજ માં બધું જ બરાબર ચાલે છે ને? મીન્સ કે, કોઈ પરેશાન કરતું હોય! કે હેરાન કરતું હોય તોહ, મારો એક ફ્રેન્ડ છે. હર્ષ! એને વાત કરજે. એ આ કોલેજ નો હેન્ડસમ હંક છે. એની સાથે જ, આ કોલેજ પર બોસગીરી એ જ કરે છે. તું સમજી ગઈ ને હું શું કહેવા માગું છું? હર્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લે." "ઓહકે! મને અત્યાર સુધી મા તોહ, કોઈએ હેરાન ...Read More

4

પ્રેમામ - 4

*વર્તમાન સમય* હર્ષ ને શું થયું છે? કેમ મારી માટે આ બધું કરી રહ્યો છે? મારું એના જીવનમાં આટલું છે? પરંતુ, શા માટે? અમે, મળ્યા એને માત્ર એક વર્ષ તો થયું છે. આટલી લાગણીઓ? આ લાગણીઓ આવી કઈ રીતે? વિધિ હર્ષ ના આ વર્તાવ પાછળ નું કારણ જાણવા માંગતી હતી. માટે જ એ તેમના મિત્રો પાસે પહોંચી ગઈ. "હર્ષ! હર્ષ એ આ બધું શા માટે કર્યું? મને વાત કરવી છે એની સાથે. પરંતુ, હવે તો લેટ થઈ ગયું. કદાચ, હું પહેલા જ સમજી ગઈ હોત. એ સિડ મને કે, એ મારી ...Read More

5

પ્રેમામ - 5

*વર્તમાન સમય* "બે, તમે વિધિ ને ખોટું શા માટે બોલ્યા? એ ભાઈ તો, હજુય વિધિ પાછળ ગાંડો છે. મળાવી બંને ને." વિવેક એ કહ્યું. "બે, ગાંડો થઈ ગયો છે શું? ભાઈ ની હાલત જોતો નથી? એ ચાલી પણ નથી શકતો. હા, મોત ના મોં માંથી પરત ફર્યો છે. અને વિધિ માટે જ આ બધું કર્યું હતું ને? ફરી વિધિ ત્યાં જઈને તેને હર્ટ કરશે તો? આ ભાઈ નું તો, ચસ્કી ગયેલું છે. એને કોઈ પણ કારણ જોઈએ છે, મરવા માટે નો. અત્યારે ખુશ છે. લીલી એ એની લાઈફમાં ખુશીઓ ભરી નાખી ...Read More

6

પ્રેમામ - 6

*વર્તમાન સમય* "બે, ઘર ની આણે શું હાલત કરી છે. આ સુધરવાનો નથી ક્યારેય. ચારેય તરફ દારૂ ની બોટલો છે. આ કાંચ ની વસ્તુઓ પણ તોડી નાખી. હાથમાં મરહમ-પટ્ટી કરી છે. અર્થાત, હાથ વડે આ વસ્તુઓ તોડી છે. પાગલ થઈ ગયો છે આ? હેય, લીલી આ ગાલ પર નિશાન શાનો છે? હર્ષ એ તારી પર હાથ ઉપાડ્યો? લો, હવે આ ભાઈસાબ હાથ ઉપાડતા પણ શીખી ગયા." અભી એ કહ્યું. "ના એવું કંઈ નથી. વાંક મારો જ છે. હું જ થોડી ઓવરડ્રામેટિક થઈ ગયેલી." લીલી એ કહ્યું. "લીલી! ખોટું શા માટે બોલે છે? ક્યાં ઈસ બંદે કો હમ જાનતે નહીં? ...Read More

7

પ્રેમામ - 7

*વર્તમાન* તુજે મિન્નતો મેં માંગા થા કમબખ્ત! તેરે જાને સે ફકીર બન ગયાં. કહેવાય છે ને કે, એક ઉત્તમ અને ગાયક બનવા માટે પ્રેમમાં દગો ખાવો જરૂરી છે. એજ રીતે એક સારો વ્યક્તિ બનવા માટે જીવનમાં ઠોકરો ખાવી પણ જરુરી છે. વિધિ! નામ તોહ, મારા મુખે થી હજાર વખત નીકળ્યો છે. દિવસમાં ચોવીસ કલાક હોય છે. અને એ ચોવીસ કલાક પણ વિધિને યાદ કરવા માટે કાફી નથી. મારું જીવન એ વ્યક્તિને મેં સમર્પિત કર્યું છે. એજ છે મારૂ જીવ. પરંતુ, ન જાણે કેમ? પણ કેટલાક અજાણ્યા લોકો મારા પ્રેમના ...Read More

8

પ્રેમામ - 8

*વિધિનો હર્ષને પત્ર* હર્ષ! મેં સાંભળ્યું તે હમણાં મારા કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મુર્ખ છે તું? હું પ્રેમ નથી કરતી તોહ, શું થયું? તને મારાથી પણ સારી છોકરી મળી જશે. તારી ઉંમર જ શું છે? આ ઉંમરમાં મારા ખ્યાલથી કોઈ પણ બાળકને સાચો પ્રેમ થતો નથી. મારી માટે તું એક બાળક જેવો જ છે. હવે, આ ગાંડાઓની જેમ રડ્યા કરવાથી કંઈજ થવાનું નથી. નોર્મલ થઈ જા. અને આ ડોક્ટરની વાત કેમ માનતો નથી? તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તારી મને ચિંતા છે. પરંતુ, તારા આવા વ્યવહારના કારણે હું તને ફરી ક્યારેય મળવા માંગતી નથી. પોતામાં કેટલાંક બદલાવ ...Read More

9

પ્રેમામ - 9

થોડાં દિવસો આમ જ વીત્યા. શરાબ, તોડફોડ , ગાલી ગલોચ વગેરે. હર્ષ ડાયરી લખવા લાગી ગયો હતો. આખો દિવસ બેસી રહેનાર વ્યક્તિ પણ ડાયરીમાં શું લખી શકતો હશે? કદાચ, વિધિ માટે તેના મનમાં અખુટ લાગણીઓ હશે. આખરે વિધિને હર્ષ અનહદ ચાહતો હતો. પરંતુ, હર્ષ એ વાત થી અજાણ હતો કે, આ બધું કદાચ ડોકટર લીલીના કારણે જ થઈ રહ્યું છે. *હર્ષની ડાયરી* વિધિ! તું ક્યાં છે? મને મળી કેમ નથી જતી? હું હજુય તારા માટે જ જીવી રહ્યો છું. આ જીવન તારા વિના અધૂરું છે. જેમ ચા માં ખાંડ પડે તોહ, મીઠાશ આવી જાય છે. એજ રીતે હું ...Read More

10

પ્રેમામ - 10

"સો જવું છે વિધિ પાસે?" લીલી એ કહ્યું. "પ્લીઝ લીલી! તું મારી હેલ્પ કરી શકે તોહ, મારી માટે ઘણી બાબત કહેવાશે. પ્લીઝ મને વિધિ પાસે લઈ જા. પ્લીઝ!" હર્ષએ કહ્યું. "હું તને વિધિ પાસે લઈ જઉં એમા મારુ શું ફાયદો છે? આઈ મીન તું વિધિનો થઈ ગયો તોહ, મારો કોણ થવાનો? હું પણ આખી જીંદગી તારી માટે ભટકતી રહું? તારી જેમ પાગલપન કરું? તારી જેમ શરાબનું સેવન કરું? તારી જેમ ડાયરીઓ લખું? તારી જેમ એક ખુણામાં બેસી અને આંસુઓ વ્હાવ્યા કરું? તને લાગે છે કે, હું એ ઓપ્શન પસંદ કરું ખરી? હર્ષ એક લાસ્ટ વખત કહું છું મને અપનાવી ...Read More

11

પ્રેમામ - 11

કેટલાંક સમય બાદ હર્ષને તેના મિત્રોનો કોલ આવે છે. સામે અભી વિધિનું પત્ર મળ્યું હોવાની જાણકારી હર્ષને આપી રહ્યો હર્ષ આ સમાચાર સાંભળી આનંદ અને ઉલ્લાસથી કુદકા મારવા લાગી જાય છે. તેના મનમાં એક આનંદની લહેર દોડી જાય છે. કારણ કે, જે દિવસનો ઇંતેજાર હતો કદાચ આ એ દિવસ હોઈ શકે છે. આ વિચાર સાથે જ હર્ષના મનમાં કેટલાંક વિચારો આવવા લાગે છે. વિધિએ આ લખ્યું હશે. વિધિ એ તે લખ્યું હશે. તે મને મળવા આવવાની હશે. તે મને અપનાવશે. "પણ હર્ષ પુરી વાત તોહ, સાંભળ!" આલોક એ કહ્યું. "આલોક પુરી વાત નહિં પહેલાં મને પત્રમાં શું લખ્યું છે? ...Read More

12

પ્રેમામ - 12

હર્ષ આ દુનિયામાં નહોતો રહ્યો. બસ એની યાદો તે અહીં વિખેરીને ચાલ્યો ગયો હતો. અચાનક આમ હર્ષના જતાં રહેવાથી મિત્રો સદમામા હતાં. હર્ષ બિન પરિવારનો એક અનાથ હતો. તેના જીવનમાં તેના મામાનું મોટું હાથ હતું. મામા એક બિઝનેસમેંન હતાં. અને એમનાં કારણે જ હર્ષને પૈસાની બાબતે કોઈ ખોટ ક્યારેય નહોતી આવી. હર્ષના મામી હર્ષને તેમના પુત્રથી પણ વધારે આગળ રાખતાં. બસ બીજું શું જોઈએ એક એકલવાયું જીવન જીવતા વ્યક્તિને? ક્યારેય માતાપિતાની કમી મહેસુસ નહોતી થવા દીધી. પરંતુ, કહેવાય છે ને? પ્રેમમાં કાંતો તમે સફળ થશો કાંતો અસફળ. હર્ષ પ્રેમમાં હારી ગયેલો. તેણે તેનું બધું જ ગવાવી દીધેલું. હર્ષ ...Read More

13

પ્રેમામ - 13

હર્ષના મિત્રો વિધિને શોધવામાં લાગી ગયેલાં. છેલ્લે શહેર છોડ્યું ત્યારે તેની એક મિત્રને આ વિશે જાણકારી આપતી ગયેલી. તેની પાસેથી જાણવા મળ્યું કે, " એ દુર પહાડો તરફ નીકળી ગઈ છે. જ્યાં માત્ર કુદરત અને કુદરતની કરામાતો હોય. તેને જીવનમાં હવે મોહ નહોતો રહ્યો. કદાચ, તેણે બૈરાગી બની જવાનું નિર્ણય પણ કરી લીધું હોય. અને કદાચ, જીવનથી એણે થાકી જઈને હાર માની લીધી હોય. બસ એણે મને જતી વખતે એક પત્ર આપેલું. એક મિનિટ અહીં જ હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, કોઈ હર્ષ આવશે મારી તલાશમાં. તમે જ હર્ષ છો?" "નાહ હું હર્ષ તોહ નથી. પરંતુ, હું ...Read More

14

પ્રેમામ - 14

હર્ષના મિત્રો એ દૂર પહાડીઓ માં વસેલ એક સુંદર ગામ તરફ આગળ વધે છે. બસ એ ઊંચું પહાડ રહી હતી. પહેલી વાર આવા સફરમાં નીકળેલ હર્ષના કેટલાંક મિત્રોને વોમીટ થાય છે. "બે તમેય સાવ ડોફા છો. જીવનમાં બાપના પૈસે માત્ર અમદાવાદ ફર્યા. એમાંય અમદાવાદથી આગળ જો ક્યાંય ગયા હોય તો દિવ. સાલાઓ સોશિયલ મીડિયા પર તોહ વર્તન એવું કરે કે, જાણે દુનિયા ફરી આવ્યા હોય." આલોક એ કહ્યું. "અબે જાને તું. તું જીવનમાં દેહરાદુન સિવાય ક્યાંય ગયો નથી. અને આવી મોટી સાણી. હટ તારી પાસે બેસીસું તોહ, લેક્ચર ચાલું કરવાની તું." વિવેક એ કહ્યું. આમ દુઃખની આ ઘડી ...Read More

15

પ્રેમામ - 15

અમારી મિત્રોની ટોળકી વિધિને શોધવા માટે બજાર તરફ નીકળી પડી. વહેલી સવારનો એ તડકો થોડી વધારે ચમક ફેલાવી રહ્યો એમાંય વળી હવામાં થોડી ઠંડક પ્રસરી હતી. વળી પહાડી વિસ્તાર હતો. હવામાં ઠંડક અહીં વધારેજ હોય. એક હવાની લ્હેરકી આવીને બધાયને ધ્રુજાવતીકને ઓઝલ થઈ ગઈ. મિત્રને ગયે હજું માંડ ચાર દિવસ થયાં હતાં. એમાંય ડોક્ટર લીલીએ પણ આપઘાત કર્યું હતું. જીવનમાં બધું જ દુઃખ અમારા જીવનમાં જ આવીને ઢોલ વગાડી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. અમે ઝડપી પગલે આગળ વધી રહ્યા હતા. જોતજોતામાં બજાર આવી ગયું. અમે ઘેર-ઘેર જઈને વિધિની શોધ કરવા લાગ્યાં. કેટલાંકના મોની ગાળો પણ ખાધી. અને ...Read More

16

પ્રેમામ - 16

પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. અને એ ફોનએ અમને હચમચાવી નાખેલાં. અમે ઝડપથી પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યાં. ત્રણ ચાર મિનિટ બાદ પોલીસ સ્ટેશન આવ્યો. અમે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો. ત્યાં બાંકડા પર બેઠેલાં એક કોન્સ્ટેબલએ અમને ત્યાં જ બેસી રાહ જોવાનો ઓર્ડર કર્યો. લઘભઘ પંદર એક મિનિટ બાદ ઇન્સ્પેકટર સાહેબએ અમને અંદર બોલાવ્યા. અમને ત્યાં કુરશી પર બેસવાનું ફરમાન કર્યું. અમે બેઠાં. તેઓ કંઈક કહેવા માંગતા હતાં. પરંતુ, હીચકીચાહટ તેમના મોઢા પર સાફ ઉભરી આવતી હતી. પાણીની એક ઘુંટ લઈ તેમણે બોલવાની શરૂઆત કરી. "જુઓ સમાચાર સારા નથી.-" તેમનું આ વાક્ય જ અમને સંદેહમાં નાખી દેવા માટે પુરતું ...Read More

17

પ્રેમામ - 17

આ મિત્રોનું ગ્રુપ પોલીસ દળ સાથે દેહરાદુન તરફ આગળ વધી ગયું હતું. જોતજોતામાં દેહરાદુન આવી ગયેલું. જે ઘરમાં ડોક્ટર હર્ષ સાથે વસવાટ કરી રહ્યા હતાં. એ ઘરની પોલીસએ તપાસ કરી જોયેલી. કેટલીક શોધખોળ બાદ કેટલાંક પત્રો હાથે ચઢ્યા. અને એમાંનો એક પત્ર એક અઠવાડિયા પહેલાં લખાયેલો હતો. પત્રમાં કોઈ નામ કે અન્ય વિગતો નહોતી. પરંતુ, એટલું જ લખેલું હતું કે બે દિવસમાં કામ કરવું પડશે. આ બાબત પરથી એક વાત સ્પષ્ટ હતી કે, આ હત્યા કર્યાના બે દિવસ પહેલાંનો સંદેશા વ્યવહાર હતો. અર્થાત પ્લાનીંગ સાથે આ મર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ, સામેની વ્યક્તિ કોણ હતી? અને આ સ્માર્ટફોનના જમાનામાં ...Read More

18

પ્રેમામ - 18

પોલીસ હેરાન થઈ ગયેલી. બે દિવસ તેમણે આસપાસના વિસ્તારમાં છાંનબીન કરેલી. પરંતુ, તેમના હાથે કંઈજ ચઢ્યું નહીં. "એ મારો પકડ. મૈં જરા ટોઈલેટ જાકે આતા હૈ હા." આલોકએ કહ્યું. આલોક ટોઈલેટ ગયો. ટોઈલેટમાં જોયું તોહ, ઉપરનો બલ્બ જબજબ થઈ રહ્યો હતો. ચાલું..બંધ..ચાલું..બંધ..ચાલુ..બંધ. આલોક એ બલ્બ હાથમાં લીધો. તોહ ઉપરનો રૂફ ભાંગી અને નીચે પડ્યો. આલોક ચોંક્યો. તેણે નીચેની તરફ જોયું. તોહ, એક સીમકાર્ડ નીચે પડ્યો. 'સીમકાર્ડ! અને અહીંયા? કોનું હોઈ શકે?' આલોક મનમાં બબડ્યો. "હેય ગાઈઝ જલ્દી અહીં આવો. જલ્દી!" આલોક ચિખ્યો. અચાનક આલોકની ચીખ સાંભળતાજ બધા બાથરૂમ તરફ દોડી ...Read More

19

પ્રેમામ - 19 - અંત

"હે! કોઈ ગોલી નહીં ચલાએગા. તમને શું લાગ્યું તમે મને સરળતાથી પકડી લેવાના? હા... હા... હા.. રાહુલ નામ છે રાહુલ! આટલી પ્લાનિંગ કરી ઓલી છોકરી! એક મિનિટ. ઓલી મારી ભુતપૂર્વ પ્રેમિકાને મારવાની. હા! સહી શુને હો. હું એજ રાહુલ છું. એજ રાહુલ જેની સાથે એ ફિલ્મો જોવા જતી. જેને અનહદ ચાહત હતી એ. અને જેની સાથે લગ્ન પણ કરવાની હતી. પરંતુ, મારી એક વાત એણે ગમી નહીં. મારે લગ્ન પહેલાં જ એ બધું કરી લેવું હતું. એજ બધું જે લગ્ન બાદ કરવાનું હોય છે. હું એને હાથ લગાડતો ત્યારે એ ડરતી. એ ના પાડતી અડવાની. અને મેં એની સાથે ...Read More