premam - 2 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | પ્રેમામ - 2

પ્રેમામ - 2

*એક વર્ષ પહેલાં*


હું ડેશીંગ લુકમાં કોલેજ માટે નીકળી ગયો. ડેશીંગ તોહ, રોજેય લાગતો! પરંતુ, આજે થોડું વધારે જ ડેશીંગ લાગવાનું હતું. મારી કે.ટી.એમ પર સવાર થઈ! હું નીકળી પડ્યો. બે જ મિનિટમાં કોલેજ પહોંચ્યો. મારા મિત્રો ત્યાં જ, ગાર્ડનમાં બેઠા હતા. એ બધાય મારી પાસે આવ્યા. અને મને સોરી...સોરી... કરવા લાગ્યા. મેં એમને માફ કર્યું. અમે, બધાય ગળે મળ્યા."બે! તું તોહ, નારાઝ થઈ ગયો હે!" વિવેક એ કહ્યું.


"હા! આમ, નારાઝ થવાનું ક્યારથી સીખી ગયો?" અભી એ કહ્યું.


"બે! તું કંઈ રૂપાળી કન્યા છે? કે, આમ નારાઝ થયા કરે છે લ્યા!" તરુણ એ કહ્યું." બે! નારાઝ તોહ, થાય જ ને! ચાચા વિધાયક જો હૈ!" સિડ એ કહ્યું."બે! તમે, ફરી શુરું થઈ ગયા? આજ તોહ, એટલીસ્ટ આવું ન કરો!" હર્ષ એ કહ્યું."બે! આજ ક્યાં હૈ ક્યાં? ચાચા ચૂંટણીમેં જીત ગએ કે?" વિવેક એ કહ્યું."બે! આજે તોહ, મારી માટે સ્પેશ્યલ દિવસ છે. આજે, એ છોકરી સાથે મિત્રતા જે, બાંધવાની છે." હર્ષ એ કહ્યું.
"બે! કંઈ નહીં અને મિત્રતા? આમ, કોઈ કોઈને મિત્ર બનાવે લ્યા? કેવી વાત કરે છે તું?" સિડ એ કહ્યું." અરે, શરૂઆત તોહ, આ રીતે જ થાય ને? પહેલે ફ્રેન્ડ ફિર! આગે આપ સમજદાર હૈ." હર્ષ એ કહ્યું."પ્લાન તોહ, સારા હૈ! પરંતુ, એક કાર્ય કરને! ઉસકી બહેનપણી કો, બોલ કે મિત્રતા બાંધી લેના! ઈસમે તું પણ બીએ ગા નહીં! એન્ડ એ પણ લાફા નહીં મારેગી!" આલોક એ કહ્યું."બે! ચાચા ગિરી નહીં કર! સરખી ની બોલ ને!" સિડ એ કહ્યું."પ્લાન તોહ, સારું છે. પરંતુ, એની મિત્ર ને શોધવું કઈ રીતે? અર્થાત કઈ મિત્ર ને આંટા મા લઉં?" હર્ષ એ કહ્યું.
"બે! ઓલી શ્રુતિ! એ પણ એની મિત્ર છે. અને એ તારી પણ... બાકી તું સમજદાર હૈ." આલોક એ કહ્યું.
"એ ટોપા! એવું કંઈ નથી હો! એ માત્ર એક વર્ષ માટે મારી.. બાકી તું સમજદાર હૈ. પણ એ માનશે ખરી?""એય! બકા! કેમ ન માને? તું એનો 'ળ' જે, છે." આલોક એ કહ્યું."ળ? બે! એ શું છે?"


"ળ! ઈંગ્લીશમાં જેમ, ભૂતકાળની પ્રેમિકાને એક્સ કહેવાય. અને એક્સ છેલ્લા ત્રણ અક્ષર નો પહેલો અક્ષર છે. અને બારક્ષડીમાં છેલ્લા ત્રણ અક્ષર નો પહેલો શબ્દ છે, ળ! સમજ્યો?""બે! ટોપા! મગજ નો એક્સ કરી નાખ્યો તે!" સિડ એ કહ્યું."લ્યા! આ 'ળ' થી વાત તોહ, કરવી જ પડશે."


આમ, હર્ષ તેની 'ળ' સાથે આ અંગે વાત કરવા નીકળી ગયો."હેય! શ્રુતિ! હાય!""હર્ષ! તું? કેમ, આજે મને યાદ કરી?""કેમ? જુના મિત્રોને યાદ ન કરાય?""એક મિનિટ. મિત્ર! કોણ મિત્ર?"


"હા! ઓહકે! મિત્ર નહીં. ળ! બસ?"


"હે! આ 'ળ' વળી શું છે?'"એ છોડ ને તું. મારે તારી સાથ ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે. તોહ, કેન્ટીનમાં ચાલીશું?""યા, સ્યોર.""તોહ, વાત એમ છે કે-"


"હા! બોલ ને!""કે, તારી ઓલી નવી મિત્ર છે ને?"


"કોણ? મારી તોહ, કેટલીય નવી મિત્રો છે. કોની વાત કરે છે તું?""બે ઓલી! નામ તોહ, નઈ ખબર મને. પણ તારી જ ક્લાસમાં છે. કાલે જ, મેં એને જોયેલી. કાલે એણે બ્લુ કલરનું શર્ટ પહેરેલું. શર્ટ જ કહેવાય કે, શું કહેવાય? પણ, આ પરથી તું કંઈક કહી શકે.""બ્લુ શર્ટ! હા! એ તોહ, વિધિ છે. કેમ, એનું શું કામ પડ્યું તને?""હવે, કામ એ છે કે, મારે એની સાથે મિત્રતા બાંધવાની છે.""તોહ, એમા હું શું કરી શકું? એને જઈને કહી દે!""કહી શકતો હોત તોહ, તારી પાસે આવત ખરો? તું જ કહી દે ને યાર! પ્લીઝ! તું તોહ, મારી ખાસ મિત્ર હતી. હજુ પણ છે જ. મારી માટે આટલું નહીં કરે?"
"ઈમોશનલ બ્લેકમેલ કરે છે? એ તારી હંમેશ ની આદત છે. ઠીક છે. તું ભુતકાળનો 'ળ' છે મારો! માટે, જ મદદ કરી રહી છું. અને આ તારા 'ળ' શબ્દ ક્યારનાય શોધી કાઢ્યા.""આભાર શ્રુતિ! તુમ નહીં હોતી તોહ, મૈં ક્યાં કરતા?"


"હા બે! ઓવર નહી કર હવે! હું કામ કરવાની જ છું."


*વર્તમાન દિવસ*

"બે! જ્યાં જાય ત્યા વિધિ! વિધિ! કર્યા કરતો. જાણે વિધિ જ એના માટે બધું હતી. ભાઈ ને કભીભી ધોખા નહીં દિયા ઉસકો. ઉલ્ટા ઉસકી હેલ્પ કિયા કરતા થા. એક વર્ષમાં વિધિ એની માટે, લાઈફ કરતા પણ વધારે ઈમ્પોર્ટન્ટ બની ગઈ. છેલ્લા બે મહિના થી એ વ્યક્તિ, ભાઈ ને ઈગ્નોર કરી રહી હતી. પરંતુ, ભાઈ એમની યાદોમાં સિગરેટ, દારૂ, હીરોઈન બધું જ લેતો. કેટલી વાર તેને સમજાવ્યો? પરંતુ, સાલું સમજાય જ ક્યાં છે? હવે, ભાઈ રહ્યો નથી. ખુશીયો ભરે જીવન મેં આગ સી લગ ગઈ બે! પરંતુ, એક વાત હું છાતી ફુલાવી ને કહી શકું! કે, ભાઈ એક તરફા પ્રેમ કરનાર માટે ઉદાહરણ બની ગયો. આજે તોહ, આ જુઠા, નાટકીય પ્રેમીઓ ના જમાનામાં! એ છોકરી માટે, જીવ આપી દીધો! જે, ખરેખર ભાઈ ને પ્રેમ જ નહોતી કરતી."


ક્રમશઃ


Rate & Review

Heena Suchak

Heena Suchak 2 years ago

Hari Ayar

Hari Ayar 2 years ago

Ahir Ashwin

Ahir Ashwin 2 years ago

SMIT PATEL

SMIT PATEL 2 years ago

sonal

sonal 2 years ago