બેરંગ

(167)
  • 14.3k
  • 7
  • 3.9k

ભાગ - ૧ પૂનમ ની મધરાતે એ ખુલ્લા વાળ ને સફેદ સાડી માં સજ્જ ગામ ના પાદરે પહોંચી. વિખરાયેલા વાળ જે એની કમર સુધી પહોંચતા હતા એ આ માદક પવન ની લહેરો માં લીલાં નવા ઉગી નીકળેલાં છોડ ની જેમ લહેરાઈ રહ્યાં હતાં. પગ માં એને કોઈ પગરખાં નહોતાં પહેર્યાં, એટલે માટી માં પગ ખૂંપી ને જ્યારે આગળ વધવા માટે ફરી ઉઠતાં ત્યારે ધૂળ ની નાની અમથી ડમરી એ સ્થાને ઊડતી હતી. આંખો સ્થિર હતી ને સામે કોઈ વસ્તું પર સ્થિર હોય એમ પ્રતીત થતું હતું. ચહેરા પર એક અજીબોગરીબ ગંભીરતા વર્તાય રહી

New Episodes : : Every Sunday

1

બેરંગ - 1

ભાગ - ૧ પૂનમ ની મધરાતે એ ખુલ્લા વાળ ને સફેદ સાડી માં ગામ ના પાદરે પહોંચી. વિખરાયેલા વાળ જે એની કમર સુધી પહોંચતા હતા એ આ માદક પવન ની લહેરો માં લીલાં નવા ઉગી નીકળેલાં છોડ ની જેમ લહેરાઈ રહ્યાં હતાં. પગ માં એને કોઈ પગરખાં નહોતાં પહેર્યાં, એટલે માટી માં પગ ખૂંપી ને જ્યારે આગળ વધવા માટે ફરી ઉઠતાં ત્યારે ધૂળ ની નાની અમથી ડમરી એ સ્થાને ઊડતી હતી. આંખો સ્થિર હતી ને સામે કોઈ વસ્તું પર સ્થિર હોય એમ પ્રતીત થતું હતું. ચહેરા પર એક અજીબોગરીબ ગંભીરતા વર્તાય રહી ...Read More

2

બેરંગ - 2

ભાગ-૨આગળ ની વાત..... સોના દયનીય સ્થિતિ માં રાત ના સમયે એના ગામ નાં સીમાડે છે ને ગામ ની ભાગોળે ચોતરે રાત વિતાવી સવાર ના પહોર માં એનાં ઘરે પહોંચે છે. એનાં ઘરે એની મા ને જોઈ સોના એને ગળે વળગી જાય છે. એવાં માં સોના ના પિતા અવાજ થતાં ને એમના પત્નિ ઓરડા માં જોવા ન મળતાં બહાર આવે છે. હવે આગળ...... માણેક શેઠ ને જોતાવેંત શેઠાણી રુક્મિણી બેન સમસમી ગયા ને સાથે સોના પણ તેના બાપુજી ને જોઈ માતા થી દૂર જઈ ઊભી રહી ગઈ. એટલા માં સોના નાં ભાઈ ને ભાભી ...Read More

3

બેરંગ - 3

ભાગ - ૩ સોના એના માતા - પિતા નાં ઘરે થયેલા અસ્વીકાર અને પિતા દ્વારા માતા અપમાન ને કારણે ઘર છોડી ને ગામ ની સીમા તરફ ચાલવા લાગે છે, બાજુ ના ગામ ની ભાગોળે પહોંચી ને એ તરસ લાગતાં કૂવા કાંઠે પહોંચે છે, ત્યાં પગ લપસતાં એ કૂવા માં પડી જાય છે ને તરતાં ન આવડતું હોવાથી જીવ બચાવવા મદદ માટે બુમો પાડે છે.હવે આગળ.... સોના એ તેણે આ ઊંડા કૂવા માંથી કોઈ બચાવી લે એ આશા એ જોર જોરથી બૂમો પાડી. પરંતુ એ જેમ જેમ બહાર આવવાના પ્રયત્નો કરતી એમ વધારે ને વધારે અંદર ...Read More

4

બેરંગ - 4

ભાગ - ૪ સોના બેહોશી ની અવસ્થા માંથી જાગે ને આસપાસ જોવે છે તો એ કોઈ ઓરડી માં ખાટલા માં સૂતી હોય છે. ત્યાં એને વિનય અને વિશાખા સાથે ઓળખાણ થાય છે. વિનય અને વિશાખા એ જ સોના નો જીવ બચાવ્યો હતો એ નક્કી હતું પણ કેવી રીતે એ ઉલજણ માંથી સોના હજું બહાર નીકળી શકી નહોતી. એ એના વિશે વિનય ને પૂછે છે. પરંતુ વિશાખા કહે છે કે હું કહું તમને આખી વાત પહેલાં તમે જમી લો. સોના નું જમવાનું પતે છે ને વિશાખા ની વાતો ચાલું થાય છે. હવે આગળ.... ...Read More