Berang - 4 in Gujarati Moral Stories by Meera books and stories PDF | બેરંગ - 4

The Author
Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

બેરંગ - 4

ભાગ - ૪

સોના બેહોશી ની અવસ્થા માંથી જાગે છે ને આસપાસ જોવે છે તો એ કોઈ ઓરડી માં ખાટલા માં સૂતી હોય છે. ત્યાં એને વિનય અને વિશાખા સાથે ઓળખાણ થાય છે. વિનય અને વિશાખા એ સોના નો જીવ બચાવ્યો હતો એ નક્કી હતું પણ કેવી રીતે ઉલજણ માંથી સોના હજું બહાર નીકળી શકી નહોતી. એના વિશે વિનય ને પૂછે છે. પરંતુ વિશાખા કહે છે કે હું કહું તમને આખી વાત પહેલાં તમે જમી લો. સોના નું જમવાનું પતે છે ને વિશાખા ની વાતો ચાલું થાય છે.

હવે આગળ....

વિશાખા સોના ની સામે આવી ને ખાટલા માં બેસી જાય છે ને વિનય ખાટલા ની બાજુ માં ટેબલ પર બેસે છે. વિશાખા એ સોના ની આંખો માં આંખ પરોવી અને વાત શરૂ કરી….

વિશાખા હસી ને બોલી, આજે તમારું નસીબ કહેવાય કે તમે અહીં છો!! હું વિશાખા, અહીં પાસે રહું છું અને આ મારો બાળપણ નો સાથી વિનય. આ ઓરડી એની છે. આજે સવાર માં ખેતરે પાણી વારવા ગયો ત્યારે એણે કોઈ અવાજ કૂવા તરફ થી સંભળાયો. એણે કૂવા તરફ જઈ ને જોયું તો તમે કૂવા અંદર પડી ગયા હતા. એણે દોરડાં થી તમને બચાવવાં પ્રયત્ન કર્યો પણ તમારો હાથ છૂટી ગયો તેથી જાતે કૂવા માં પડયો ને તમને બહાર કાઢ્યાં. તમે બહાર આવ્યાં ત્યારે બેહોશ અને પાણી થી લથબથ હતાં. તમને અહીં લઈ આવ્યો ને મને બોલાવી. મેં તમારાં કપડાં બદલ્યાં અને તમારી સારવાર કરી. આ બધું સંભાળી ને સોના ને થોડું થોડું સમજાયું કે એની સાથે શું થયું હશે.

સોના સામે જોઈ ને વિશાખા બોલી તમને આશ્ચર્ય થતું હશે કે હું કેમની વિનય ની બધી વાતો જાણું છું ને કેમ એના વતી જવાબો આપું છું. વાસ્તવ માં હું જ્યારે ખુબ નાની હતી ત્યાર થી વિનય જોડે ઉછરી છું. અમારી બંને ની ઉંમર લગભગ સરખી છે એટલે મને એની જોડે વધારે ફાવે છે. અમે પહેલે થી જ એકબીજા ની બધી વાતો જાણીએ છીએ. અને કોઈ પણ કામ હોય ત્યારે એકબીજા ને સૌથી પહેલાં યાદ કરીએ છીએ એટલે આજે તમને અહીં લાવ્યાં બાદ વિનય દોડતો મારી પાસે આવ્યો હતો. સોના સંભાળી ને વિનય તરફ નજર કરી એનું મુખ એકદમ શાંત અને સ્થિર પ્રતીત થતું હતું.

થોડી વાર કોઈ બોલ્યું નહીં ને ઓરડા માં શાંતિ છવાઈ રહી. વિનયે ઘડીએ મૌન તોડ્યું ને કહ્યું કે આ વિશાખા તો આવું જ કરે છે નાની હતી ત્યારથી મને કંઈ બોલવા દે નહીં. ચાંપલી થઈ ને બધું બોલી જાય, મારે તો માત્ર સંભાળવાનું જ. એમ કહી હસવા લાગ્યો ને વિશાખા પણ એની સાથે મસ્તી માં જોડાઈ ગઈ. સોના ને જોઈ ને ખૂબ જ ખુશ થઈ ગઈ ને વિચારવા લાગી કે ખરેખર હજું પણ આવા નિર્દોષ સંબધ અસ્તિત્વ માં છે.

વિનય અને વિશાખા વાતો કરવા લાગ્યા એમાં વિશાખા બોલી ઉઠી; મેં તમારી જોડે આટલી બધી વાત કરી લીધી પરંતુ મને તમારું નામ ખબર નથી અને એ હસી ને મજાક કરતી હોય એમ બોલી, વિનય પણ વાતો કરાવે છે પૂછતો નથી તમારું નામ. સોના આ સંભાળી ને બોલી કે મારું નામ સોના છે. મને તમે બચાવી બદલ તમારા બન્ને નો આભાર. તમારા જેવા મિત્રો ને જોઈ મને ઘણો આનંદ થયો. પરંતું હવે મારે જવું જોઈએ.

સોના ની આ વાત સંભાળી ને વિનય અને વિશાખા એકબીજા સામે જોવા લાગ્યા. વિનય બોલ્યો; તમારે ઘરે બધાં ચિંતા કરતાં હશે એટલે હું જોર નહીં કરું પણ તમારે હજું આરામ ની જરૂર છે એટલે આજ ની રાત રોકાઈ જાવ એવો આગ્રહ કરું છું. મારા ખ્યાલ થી વિશાખા પણ મારી વાત થી સહમત હશે. વિશાખા વિનય ની વાત ને માથુ નમાવી સહમતી આપી.

સોના એ હાલ પૂરતી વિનય અને વિશાખા ની વાત માની લીધી ને આજ ની રાત રોકાઈ જવા તૈયારી બતાવી. રાતે વિશાખા સોના ની સાથે જ એ ઓરડા માં સૂઈ ગઈ. વિનય ઓરડી ની બહાર સૂઈ ગયો. રાતે સૂતા સૂતા સોના આવતી કાલ વિશે વિચારતી રહી, એણે એ વિચારો આવતાં રહ્યાં કે હવે એ ક્યાં જશે???.... કેવી રીતે પોતાનું જીવન વિતાવશે??..... ને એનાં એ વિચારો માં જ એને આખી રાત વિતાવી દીધી.

સોના નો વિનય અને વિશાખા સાથે ની મુલાકાત એક સંયોગ જ હશે કે એનાં મળવા પાછળ કુદરત ની કોઈ અલગ જ રમત હશે???..... સોના નું આગળ નું જીવન કેવી રીતે વીતશે??... જાણો આવતાં ભાગ માં......