રંગોળી એ મૂળ ભારતની જ શોધ છે, જેને ઘરનાં આંગણામાં કે કોઈ ટેબલ પર કે કોઈ પણ સમતલ સપાટી પર કરવામાં આવે છે. રંગોળી કરવા માટે મોટા ભાગે વિવિધ રંગની કરોટી/કરોઠી વડે કરવામાં આવે છે. ક્યારેક વિવિધ કઠોળ, તો ક્યારેક ચોખાને વિવિધ રંગોથી રંગી તેનો ઉપયોગ રંગોળી પુરવા માટે કરાય છે. ક્યારેક રંગબેરંગી પથ્થરોથી તો ક્યારેક ફૂલોની રંગીન પાંખડીઓ રંગોળી માટે વપરાય છે. હિંદુઓના ઘરમાં રંગોળી મોટા ભાગે દરરોજ થાય છે, પરંતુ એમાં રંગ ભાગ્યે જ પુરાય છે. રંગોળીની ડિઝાઈનમાં રંગ તહેવારો કે કોઈ શુભ પ્રસંગોએ જ મોટા ભાગે પુરવામાં આવે છે.

New Episodes : : Every Tuesday & Saturday

1

રંગોળી - ભાગ 1

લેખ:- રંગોળી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસંસ્કૃતમાં એક શબ્દ છે "रङ्ग" જેનો અર્થ થાય છે રંગ. રંગોળી સંસ્કૃત શબ્દ 'રંગાવલી' પરથી બન્યો છે. ભારતનાં અલગ અલગ ક્ષેત્રોમાં રંગોળી જુદા જુદા નામથી ઓળખાય છે. જેમ કે, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં muggu (ముగ్గు), કર્ણાટકમાં rangoli/rangole (ರಂಗೋಲಿ/ರಂಗೋಲೆ), તમિલનાડુમાં Kolam (கோலம்), રાજસ્થાનમાં mandana/mandas (माँडना), છત્તીસગઢમાં chowkpurana (छोवकपुराणा), પશ્ચિમ બંગાળમાં alpana/alpona (আল্পনা), ઓડિશામાં muruja/marje (मूर्जा) or jhoti (झोटी) or chita (चिता), બિહારમાં haripan/aripan (आरिपना), ઉત્તર પ્રદેશમાં chowkpujan (चौकपूजन), પંજાબમાં chowk poorana, કેરળમાં pookkalam (പൂക്കളം), મહારાષ્ટ્રમાં Rangoli/ sanskarbharti/bharti, ગુજરાતમાં saathiya/gahuli/, અને ઉત્તરાખંડમાં aipan/eipan (ऐपण). રંગોળી એ મૂળ ભારતની જ શોધ છે, જેને ઘરનાં આંગણામાં કે કોઈ ટેબલ પર કે કોઈ પણ સમતલ સપાટી પર કરવામાં આવે છે. રંગોળી કરવા માટે મોટા ભાગે વિવિધ ...Read More

2

રંગોળી - ભાગ 2

લેખ:- રંગોળી ભાગ 2લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીરંગોળી ભાગ 1 હું રજુ કરી ચૂકી છું. આશા રાખું છું કે પડ્યો હશે. બીજું કે બીજો ભાગ આટલો મોડો રજુ કરવા બદલ ક્ષમા આજે જોઈએ ભારતનાં જુદા જુદા વિભાગોમાં/પ્રાંતોમાં થતી રંગોળી. ભારતનાં મધ્ય ભાગમાં, ખાસ કરીને છત્તીસગઢમાં રંગોળી CHAOOK તરીકે ઓળખાય છે, જેને ઘરનાં, મંદિરનાં કે અન્ય મકાનનાં આંગણામાં કરવામાં આવે છે. CHAOOK દોરવા માટે કરોટી, ચોખાનો લોટ કે પછી કોઈ પણ પ્રકારનો સફેદ પાવડર વાપરવામાં આવે છે. CHAOOKની પરંપરાગત ભાત સિવાય પણ એને દોરનારની કલ્પનાશક્તિ પર એની અલગ અલગ ભાત આધાર રાખે છે. આ રંગોલીને ત્યાંના લોકોની માન્યતા મુજબ ઘર ...Read More