યાદ કરો કુરબાની

(7)
  • 7.9k
  • 0
  • 3.5k

દૂર ક્ષિતિજમાં જમીન દેખાઈ. હજી આસપાસ અફાટ સમુદ્ર ઘૂઘવતો હતો. અમારૂં જહાજ વેગપૂર્વક પાણી કાપતું એ જમીન જેવી દેખાતી પટ્ટી તરફ જઈ રહ્યું હતું. મારી બાજુમાં ઉભેલા મારા દાદા એકદમ રોમાંચિત થઈ ગયા. મારે ખભે હાથ મૂકી બીજે હાથે એ જમીન બતાવતાં બોલ્યા- "સ્વતંત્ર બેટા, આ દેખાય એ જમીન, આંદામાન ટાપુ જ્યાં તારા આ દાદાએ કાળાં પાણીની સજા કાપેલી. દેશને ખાતર, મા ભારતીને ખાતર."દાદા ક્ષિતિજમાં દેખાતાં એ કાળાં બિંદુ સામે મીટ માંડી રહ્યા. એ બિંદુ હવે ધીમેધીમે લીલી ભુરી પટ્ટીનું રૂપ ધારણ કરી રહ્યું હતું.તૂતક પર ઉભેલા એમની જેવા વયસ્ક સહ યાત્રીઓ એકી સાથે બોલી ઉઠ્યા, "વંદે માતરમ. ભારત માતાની…"અમે

New Episodes : : Every Tuesday & Saturday

1

યાદ કરો કુરબાની - 1

દૂર ક્ષિતિજમાં જમીન દેખાઈ. હજી આસપાસ અફાટ સમુદ્ર ઘૂઘવતો હતો. અમારૂં જહાજ વેગપૂર્વક પાણી કાપતું એ જમીન જેવી દેખાતી તરફ જઈ રહ્યું હતું. મારી બાજુમાં ઉભેલા મારા દાદા એકદમ રોમાંચિત થઈ ગયા. મારે ખભે હાથ મૂકી બીજે હાથે એ જમીન બતાવતાં બોલ્યા- "સ્વતંત્ર બેટા, આ દેખાય એ જમીન, આંદામાન ટાપુ જ્યાં તારા આ દાદાએ કાળાં પાણીની સજા કાપેલી. દેશને ખાતર, મા ભારતીને ખાતર."દાદા ક્ષિતિજમાં દેખાતાં એ કાળાં બિંદુ સામે મીટ માંડી રહ્યા. એ બિંદુ હવે ધીમેધીમે લીલી ભુરી પટ્ટીનું રૂપ ધારણ કરી રહ્યું હતું.તૂતક પર ઉભેલા એમની જેવા વયસ્ક સહ યાત્રીઓ એકી સાથે બોલી ઉઠ્યા, "વંદે માતરમ. ભારત માતાની…"અમે ...Read More

2

યાદ કરો કુરબાની - 2

2. સહુ પોર્ટ બ્લેરની મૂળ ભૂમિ પર આવી પહોંચ્યા. દત્ત મહાશય એક ક્ષણ અટકી ગયા. એક અધિકારી બહેનને થયું તેમનો પગ અટક્યો. તેઓ દત્ત મહાશયનો હાથ પકડવા ગયાં. દત્ત મહાશય કહે આઈ એમ ઓકે. હું તો જેટીના અંતે જે પાળ છે તેના ખીલાઓ અને ખાડાઓ જોઉં છું. એ અધિકારી અને અન્યો દત્ત મહાશય સામે જોઈ રહ્યાં. દત્ત મહાશય એક પથ્થર પર તેમનો હાથ મૂકી કહે આ જે પથ્થરો છે તે મેં ખભે અને માથે ઊંચકી ગોઠવેલા. હું મારો ખાસ નિશાની વાળો ખીલો ગોતતો હતો. આ રહ્યો. થોડી લીલ સાફ કરી. હજી એમ જ છે. C D કોતર્યું છે તે ચારુ ...Read More

3

યાદ કરો કુરબાની - 3

અમે સહુ જેલનાં કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા. સેનાનીઓ જેવા આંદામાનની ભૂમિ પર ઉતરતાં રોમાંચિત થઈ ગયેલા તેવા જ અહીં એકદમ ગંભીર ગયા. જેલનું વાતાવરણ જ એકદમ ગમગીન, શોકમય અને ભારેખમ લાગ્યું."ઓહ, આ પેલાં ત્રાસદાયક કુકર્મોની યાદ આપતો પીપળો." દત્ત દાદા બોલી ઉઠ્યા. કમ્પાઉન્ડની વચ્ચોવચ્ચ એક જૂનો ઘેઘુર પીપળો હતો."આ જેલને ઓક્ટોપસના આઠ પગની જેમ સાત લાંબી પટ્ટીએ આવેલાં પરિસર હતાં. સ્ટારની જેમ એ ગોઝારા સાત પગા ઓક્ટોપસની જેમ. આ ત્રણ માળ પર દરેક પરસાળમાં લાઈનબંધ દેખાય છે તે અમારી કાળ કોટડીઓ. સેલ." દત્ત દાદાએ તેમની પત્ની, પુત્ર અને મને સમજાવ્યું. સાથે આવેલ કદાચ ગાઈડ જેવો અધિકારી મૌન થઈ ગયો. જેણે આ ...Read More

4

યાદ કરો કુરબાની - 4

"આખરે યાતનાના અંત માટે ઘનઘોર કાળાં વાદળો વચ્ચે સોનેરી કિનારે દેખાઈ. બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું અને જર્મની, જાપાન બ્રિટિશરોનું પલ્લું નમતું થયું. અમને એમ કે હવે અમે ટૂંક સમયમાં છૂટશું પણ એમ યાતનાનો અંત ક્યાંથી?મહાવીરસિંઘનાં ફેફસાંઓમાં પરાણે ઠાલવેલું દૂધ ભરાઈ જઈ તે મૃત્યુ પામ્યો પછી હડતાલે જોર પકડ્યું. અમે નક્કી કર્યું કે આ પાર કે પેલે પાર. મરવું જ છે તો ભારતીયો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનો પ્રતાપ બતાવી મરીએ." આજે જેલના એ પીપળાના થડ આસપાસના ઓટલે ગોઠવાતાં વિઠ્ઠલરાવે કહ્યું."એક દિવસ આ દત્ત મહાશયે જ સૂચવ્યા મુજબ ફરી જ્યાં સુધી અમાનુષી મજૂરી જેવી કે ઘાણી આસપાસ સતત ફરી તેલ કાઢવું, ...Read More

5

યાદ કરો કુરબાની - 5

અમે સરકારે આપેલ ઉતારે આવી ત્યાં સાઉથ ઇન્ડિયન ભોજન કર્યું. ત્યાં તો ત્યાં નવા નિમાએલા લેફ્ટેનન્ટ ગવર્નર સાહેબ મારા અને સ્વાતંત્ર્યસેનાની સાથીઓને મળવા આવ્યા. દાદા અને સાથીઓને એમણે કહ્યું, "આપ સહુને અહીંના આદિવાસીઓ સિવાયના આ ટાપુના મૂળ રહેવાસીઓ કહું તો ખોટું નથી. એ જેલમાં તમે સહુ હતા એ વાતને બત્રીસ ઉપર વર્ષ થઈ ગયાં. હવે 1947 ઓગસ્ટથી ભારત આઝાદ દેશ છે અને આંદામાન એ સ્વતંત્ર રાષ્ટ્રનો જ એક ટુકડો છે."વચ્ચે ચારુદત્ત દાદાએ કહ્યું, "સર, આંદામાન પ્રદેશ તો એ પહેલાં 1945માં જ સ્વતંત્ર થઈ ગયેલો. 1942માં જાપાને અંદામાનનો કબજો લઈ લીધો અને બ્રિટિશરોને અહીંની આ જ જેલમાં પૂર્યા. એ પછી ...Read More