પીળોરંગ પ્રેમનો

(52)
  • 18.5k
  • 5
  • 9.3k

આખી રાત જાગવા છતાં વનિતાના ચહેરા પર થાક વર્તાતો નહોતો. થાક ન વર્તવાનું કારણ મનગમતું હતું.પથારીમાં પડ્યા પડ્યા એ વિચારતી કે ક્યારે સવાર પડે અને મારો સોનાનો સુરજ ઊગે. પોતે વિચારોના વમળમાં ઘેરાયેલી હતી તે જ સમયે સોસાયટીમાં આવેલા મંદિરમાં આરતીની શરૂઆત થઈ.આરતીની શરૂઆતથી શરૂ થયેલો દિવસ ખરેખર ખૂબજ શુભ જશે,એવું વિચારીને એ પલંગ પર થી ઉભી થઇ. વનિતાએ નહાવા જતા પહેલા પોતાના વોડૅરોબ પર એક નજર નાખી લીધી.આજે શું પહેરવું એની પસંદગી કરવાનો કોઈ સવાલ જ નહોતો.અનેક રંગોની સાડીઓથી ભરેલા વોર્ડરોબમાંથી વનિતાએ પીળા રંગની બનારસી સાડી કાઢી લીધી.કારણ કે પીળો રંગ પ્રેમનો હતો.આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે વનિતાએ જિંદગીમાં

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

પીળોરંગ પ્રેમનો - 1

આખી રાત જાગવા છતાં વનિતાના ચહેરા પર થાક વર્તાતો નહોતો. થાક ન વર્તવાનું કારણ મનગમતું હતું.પથારીમાં પડ્યા પડ્યા એ કે ક્યારે સવાર પડે અને મારો સોનાનો સુરજ ઊગે. પોતે વિચારોના વમળમાં ઘેરાયેલી હતી તે જ સમયે સોસાયટીમાં આવેલા મંદિરમાં આરતીની શરૂઆત થઈ.આરતીની શરૂઆતથી શરૂ થયેલો દિવસ ખરેખર ખૂબજ શુભ જશે,એવું વિચારીને એ પલંગ પર થી ઉભી થઇ. વનિતાએ નહાવા જતા પહેલા પોતાના વોડૅરોબ પર એક નજર નાખી લીધી.આજે શું પહેરવું એની પસંદગી કરવાનો કોઈ સવાલ જ નહોતો.અનેક રંગોની સાડીઓથી ભરેલા વોર્ડરોબમાંથી વનિતાએ પીળા રંગની બનારસી સાડી કાઢી લીધી.કારણ કે પીળો રંગ પ્રેમનો હતો.આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે વનિતાએ જિંદગીમાં ...Read More

2

પીળોરંગ પ્રેમનો - 2

ગતાંકથી ચાલુ.....ગઈકાલે વનિતાને એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. હાય,,,, તું કેમ છે? મેસેજ વાંચતાની સાથેજ એનું મૃત હૈયું ધબકવા લાગ્યું.નંબર ભલે અજાણ્યો હતો,પણ તેના શબ્દો ખૂબ જાણીતા હતા.આનંદ કહો,આશ્ચર્ય કહો કે આવેગ કહો,પણ વનિતાનો હાથ રીપ્લાય આપવા માટે થનગની રહ્યો હતો.શબ્દ,અક્ષર અને અવાજથી જેને એ સંપૂર્ણ જાણતી હતી,તેની સાથે થોડીક મજાક કરવાની ઈચ્છા થઇ ગઈ.રીપ્લાયમાં એણે લખી મોકલ્યું કે,'માફ કરજો,ઓળખાણ ના પડી?'તો બીજી તરફથી મેસેજ લખાવવાનું શરૂ થઈ ગયુ.વનિતાના મોબાઇલની સ્ક્રીન પર ટાઈપિંગ ટાઈપિંગ બતાવી રહ્યું હતું.તેના પૂછાયેલા સવાલનો શો જવાબ આવશે એ વિચારીને એનું હૈયું પૂરજોશમાં ધબકી રહ્યું હતું.ત્યાંજ મેસેજ આવ્યો,'મારી ઓળખાણ જાણવી હોય તો તું તારી ...Read More

3

પીળોરંગ પ્રેમનો - 3

ગતાંકથી ચાલુ.... ક્ષણિક મૌન રહ્યા પછી વનિતાએ પૂછ્યું કે,'મારા વિશે તો તું બધું જાણે છે,તો હવે મને તારા વિશે કંઈ જણાવ.શું મેં તારા જીવન વિશે જાણવાનો હક પણ ગુમાવી દીધો છે? પ્લીસ વનિતા,તું આમ ન બોલ.કહે તારે શું જાણવું છે? 'જે મેં પૂછ્યું છે.' 'વનિતા,હું તારાથી રીસાઈને યુ.એસ.એ.ગયો,ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસોમાં નવા મિત્રો બન્યા.જેની પાસે રૂપ અને રૂપિયા હોય એમના મિત્રો બનતા વાર નથી લાગતી.મારા તમામ મિત્રો દારૂ અને ડ્રગ્સ લેતા હતા,જેની જાણ મને થોડા સમય પછી થઈ.કહેવાય છે ને કે સોબત તેવી અસર. શરૂઆતમાં હું શરાબ કે ડ્રગ્સને હાથ પણ લગાડતો નહોતો.પણ ધીમે ધીમે મને એની આદત ...Read More

4

પીળોરંગ પ્રેમનો - 4

ગતાંકથી ચાલુ..... વનિતા પોતાની સપનાની દુનિયામાં મશગૂલ હતી.વિજય ક્યારે એની પાછળ આવીને ઊભો રહ્યો એ વાતનો એને ખ્યાલજ ન વનિતાને પૂછ્યું, 'હાય....કેમ છે તું?' વર્ષો વીતી ગયા હોવા છતાં વનિતા વિજયના અવાજને સારી રીતે જાણતી હતી.એણે પાછળ ફરીને જોયું તો વિજય હતો. 'આવ,બેસ.' વનિતાએ કહ્યું. વિજય વનિતાની સામે બેસી ગયો.બંને એકબીજાની સામે જોઇ રહ્યા હતા.મનમાં હજારો સવાલ દરિયાના મોજાની માફક ઉછળતા હતા,જે બંનેમાંથી કોઈના હોઠ સુધી પહોંચી શક્યા નહીં. ભેદી મૌનની દિવાલ તોડતાં વિજયએ કહ્યું,'વનિતા તું આજે બહુ સુંદર લાગે છે.જે શબ્દો વર્ષો પહેલાં સાંભળ્યા હતા,એ શબ્દો વર્ષો પછી સાંભળતાની સાથેજ એનું હૈયું ધબકવા લાગ્યું.આ વખતે પણ એને પ્રત્યુત્તરમાં ...Read More

5

પીળોરંગ પ્રેમનો - 5

ગતાંકથી ચાલુ.... વિજય કંઈ બોલવા જાય એ પહેલાજ વેઇટર આવ્યો અને એણે ટેબલ પર વેજ પુલાવ,બે સ્પૂન અને ચા દીધી. ચાલ છોડ,એ બધી વાતોને.વીસ વર્ષ પછી આપણે મળ્યા છીએ તો ચાલ આ ક્ષણોને આપણે મન મૂકીને માણી લઈએ,જેમ માણતા હતા બિલકુલ એમજ.થોડીવાર માટે તું ફરીથી ઓગણીસની બની જા અને હું ચોવીસનો.વિજયની આ વાત સાંભળીને વનિતાના ચહેરા પર હાસ્ય આવી ગયું. પ્રાયશ્ચિતની આગમાં સળગતું વનિતાનું હૃદય આજે વિજયને જોઈને રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું.વર્ષોથી હૈયામાં દબાવીને રાખેલી લાગણીઓને એ વ્યક્ત કરવા માગતી હતી.ઉજાગરા કરીને થાકી ગયેલી આંખોને આજે નિરાંતની ઉંઘ લેવી હતી.ગાલ પર છપાયેલા આંસુના ડાઘને એ વિજયના લાગણીભર્યા સ્પર્શથી ...Read More

6

પીળોરંગ પ્રેમનો - 6

ગતાંકથી ચાલુ.... ઘરે આવ્યા પછી પણ વનિતાના વિચારોમાંથી વિજય ખસતો નહોતો.જે આંખો એકાંતમાં આંસુ વહાવીને થાકી ગઈ હતી,એ આંખોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.આંખો નીચે પડી ગયેલા કાળા કુંડાળા સાચા પ્રેમની પ્રતીક્ષા ફળી એ વાતના પુરાવા આપી રહ્યા હતા.ચાલીસી વટાવ્યા પછી પણ એના ચહેરા પર આજે પહેલીવાર ગજબની ચમક જોવા મળતી હતી.એનું કારણ વિજય અને તેની સાથે થયેલી મુલાકાત હતી.વનિતાના બદલાયેલા વર્તનની નોંધ વેદ અને વેદાંશિએ પણ લીધી.જીગર માટે તો એ હંમેશા રહસ્યમય કોયડા જેવીજ હતી,એટલે એણે આજના કોયડાને ઉકેલવાનો કોઈ પ્રયાસજ ના કર્યો.બાળક જેમ પરીક્ષામાં અઘરા સવાલને નજર અંદાજ કરે છે,બસ એજ રીતે જીગરે પણ વનિતાના સ્વભાવમાં આવેલું ...Read More

7

પીળોરંગ પ્રેમનો - 7

ગતાંકથી ચાલુ.... વિજયે રૂમનો દરવાજો ખોલ્યો. સામે વનિતા ઊભી હતી. પીળારંગની સાડીમાં તે ખૂબજ સુંદર લાગી રહી હતી. પીળોરંગ માટે બન્યો હતો કે વનિતા પીળારંગ માટે બની હતી, એ વાત વિજયને સમજાતી નહોતી. હેલો,,,,અંદર બોલાવીશ કે પછી અહીં જ ઉભી રાખવાનો વિચાર છે. વિજયે સ્મિત સાથે વનિતાને પ્રેમથી આવકાર આપ્યો. રુમમાં પ્રવેશી વનિતાએ સોફા પર પોતાનું સ્થાન લીધું. વિજયને ક્રીમ કલરના પેન્ટ અને બ્લેક શર્ટમાં જોઈને વનિતાએ પૂછ્યું કે, 'આ રંગ બહુ ખાસ લાગે છે નહી?' 'હા, અમુક રંગ માણસના જીવનનો એક ભાગ બની જતો હોય છે. ગમતા રંગ પાછળ એક આખી કહાની હોય છે. કારણ વગર કંઈ પણ ...Read More

8

પીળોરંગ પ્રેમનો - 8

ગતાંકથી ચાલુ.... 'હું ખુશ છું, મેં તને કોઈ ફરિયાદ કરી? હું તારી યાદોમાં ખુશ છું, તારી સાથે વિતાવેલી દરેક ખુશ છું. આજે તું ભલે મારી પાસે નથી, છતાંય તારું આપેલું ઘણું બધું મારી પાસે છે, જે મારા બાકી રહેલા જીવન જીવવા માટે પૂરતું છે. વહેતી લાગણીઓની આડે ઘણી વખત આપણે દિલ પર પથ્થર મૂકીને આડબંધ બાંધી દેવો પડે છે, કારણ કે વહેતી લાગણીઓ કેટલીક વખતે વિનાશનું કારણ બને છે અને આપણા પવિત્ર પ્રેમના લીધે તારા સુખી સંસારમાં હવે કોઈ નવો ઝંઝાવાત આવે એ મારાથી સહન નહી થાય. હું એટલેજ કહું છું કે આજે મને ધરાઈને જોઈ લે, કારણ કે ...Read More