૧૯૬૧ના જૂન મહિનાનો દિવસ. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે આવેલા દેશ પેરુનું પાટનગર લીમા. સિટી બસે મને એન્કોન બીચના સ્ટોપ પર ઊતાર્યો. આજે, જૂનની એક હૂંફાળી સાંજે અમે ચાર મિત્રો ગ્રેજ્યુએટ થયા તેના માનમાં એન્કોનના દરિયાકાંઠે કૉફી-પાર્ટીનું આયોજન કર્યું હતું. મારા દોસ્તો ક્યારના બીચ પર પહોંચી ગયા હતા. મારે ઘરનું એક કામ હતું એ પતાવીને એમની સાથે જોડાઈ ગયો. પેરુના સૌથી મોટા શહેર અને ઔદ્યોગિક નગર લીમામાં અમારો વસવાટ. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળાઓમાંની એક એન્ડીઝ પણ પેરુની ઓળખને વધારે ખ્યાતિ અપાવે છે. આટલું ઓછું હોય એમ દુનિયાની સૌથી લાંબી નદીઓમાં બીજા નંબરની એમેઝોન નદીના હરિયાળાં જંગલો અને પહાડોના ખોળે વસેલાં પેરુનાં કેટલાંક નગરો તેને વિશિષ્ટ દેશ તરીકે જુદો પાડી આપે છે. રેતાળ કિનારા પર ઊભેલા ‘ગોમેઝ બાર’માં હું પ્રવેશ્યો. બારની બરાબર સામે જ મસ્ત દરિયો ઘૂઘવતો હતો.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

અપહરણ - 1

લગભગ છ વર્ષ પછી ‘માતૃભારતી’ પર પાછો ફરી રહ્યો છું. મારી પહેલી વાર્તા ‘સ્પેક્ટર્નનો ખજાનો’ સાથે મેં ‘માતૃભારતી’થી જ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. અહીંના વાચકોએ મને ખૂબ સારો આવકાર આપ્યો. ત્યાર બાદ ‘સ્પેક્ટર્નનો ખજાનો’ને અમોલ પ્રકાશન તરફથી પુસ્તકનું પણ સ્વરૂપ મળ્યું. એ પછી છ-છ વર્ષ સુધી વાર્તા ન લખી શકાઈ. સતત વાંચન પ્રવૃત્તિ જ ચાલી. પણ એક દિવસ દિમાગે ઢંઢોળ્યો. ‘સ્પેક્ટર્ન...’માં છોડેલા એક છેડાએ નવો પ્લોટ સુઝાડ્યો અને આ બીજો ભાગ રચાઈ ગયો. મારી ઈચ્છા ‘સ્પેક્ટર્ન...’ના પ્રથમ વાચકો સમક્ષ જ આ કથાને મૂકવાની હતી, એટલે હું લાંબા સમય બાદ હાજર થઈ ગયો છું. આ વખતે આપણે એન્ડીઝના પહાડોમાં જવાનું ...Read More

2

અપહરણ - 2

૨. અણધારી આફત એ જ સાંજે. સેન માર્ટીન સ્ટ્રીટ. ૧૨ નંબરનું ઘર. ટેબલ પર મને મળેલી જાસાચિઠ્ઠી ખુલ્લી હતી. વોટ્સનના મમ્મીનાં ડૂસકાં સંભળાતાં હતાં. એના પપ્પા તો જાણે પૂતળું હોય એમ જ સોફા પર ખોડાઈ ગયા હતા. અમે પાંચેય મિત્રો એમની સામે નારાજગી અને અફસોસ મિશ્રિત ચહેરે જોઈ રહ્યા હતા. અમને એ બંનેને ઠપકો આપવાનું મન થતું હતું. ‘વોટ્સન અઠવાડિયાથી ગાયબ છે !’ વોટ્સનનાં મમ્મીએ રડતાં રડતાં કહ્યું, ‘તમે લોકો એના એવા જીગરજાન મિત્રો છો કે એનો વાળ પણ વાંકો થાય તો પણ તમે ઊંચાનીચા થઈ જાઓ છો. તો... પછી... અમે તમને આ વાત કેવી રીતે કહી શકત ...Read More

3

અપહરણ - 3

૩. ભેદી માણસો બીજા દિવસથી અમે લાંબી, થકાવનારી જહેમત શરૂ કરી દીધી. લીમાની ચારેય દિશામાં અમે પાંચ મિત્રો ગયા. મેં પૂર્વ દિશા પકડી, થોમસ અને જેમ્સે પશ્ચિમ દિશાની લાઈબ્રેરીઓ તરફ કૂચ કરી. વિલિયમ્સ ઉત્તર દિશામાં અને ક્રિક દક્ષિણ તરફ રવાના થયો. દરેક દિશામાં પાંચ-સાત નાના-મોટા પુસ્તકાલયો હતાં. અંતર મોટેભાગે એકબીજાથી વધુ હતું એટલે એક દિવસે એક જ લાઈબ્રેરીમાં શોધખોળ કરવાનું નક્કી કર્યું હતું. લા-બિબિલીયો, નેશનલ લાઈબ્રેરી અને મ્યુનિસિપલ લાઈબ્રેરીઓ મુખ્ય હતી, એટલે અમે પહેલાં એ લાઈબ્રેરીઓમાં પુસ્તકો ઉથલાવવાનું શરૂ કર્યું. છાપામાં પેરુની ભૂગોળની વાત હતી એટલે ભૂગોળ સિવાયના પુસ્તકો કોઈ કામના નહોતાં. મેં બધાને કહી રાખ્યું હતું કે ...Read More

4

અપહરણ - 4

૪. પહેલી કડી મળી અમારા લીમા શહેરનું ભૂસ્તરીય બંધારણ રણપ્રદેશનું છે. પૂર્વ તરફ ઊભેલી એન્ડીઝ પર્વતમાળા એ તરફથી વરસાદી વાદળોને આ તરફ, લીમા બાજુ આવવા દેતી નથી. વરસાદ એન્ડીઝના વર્ષાજંગલોમાં જ વરસી જાય છે એટલે લીમાનું ચોમાસું માત્ર કહેવા પૂરતું જ રહે છે. મેથી ઓક્ટોબર શિયાળાનો સમય હોય છે. બીજા દિવસે સવારે ઊઠયો ત્યારે મારા ઘરની બહાર દૂર દેખાતી ટેકરી પર ધુમ્મસ ઊતરી આવ્યું હતું. ગઈકાલ કરતાં ઠંડી આજે વધારે હતી. ગઈ સાંજે અમે બે જુદાં જુદાં પુસ્તકોમાંથી કેટલાક શબ્દો અને આંકડા નોંધ્યા હતા. પણ રાત સુધી તો કશું જાણી શક્યા નહોતા. સવારે ફરી મળવાનું નક્કી કરીને અમે ...Read More