માધવાસ્થળી થી યાદવાસ્થળી

(140)
  • 32.3k
  • 21
  • 10.7k

પ્રસ્તાવના: રાધાપ્રેમી રુક્મણી નાં મારાં પ્રથમ પ્રયત્ન નેં મારાં વ્હાલાં વાચકો આપનો સંવેદનાસભર સાથ અને સહકાર મળ્યો એનાં માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. મારાં એ જ પ્રયત્ન નેં હું આગળ વધારું એવી આપ સૌની હ્રદયપુર્વક ની ઈચ્છા છે. એનેં અનુલક્ષી નેં હું મારાં વ્હાલાં માધવ નાં જીવન નેં એક નવાં આવિર્ભાવ તરીકે આપ સૌની સમક્ષ લાવવા જઈ રહી છું. માધવ મારું જીવન છે. માધવ મારાં શ્વાસ છે!! ક્ષણેક્ષણ માં મારી મારાં માધવ નો જ સહવાસ છે!! રચનાઓમાં ધબકતું મારાં માધવનો હ્દયભાવ છે!! મારાં માં વહેતો એમની વાણી નો મીઠો નાદ છે!! શબ્દે શબ્દ માં મારાં એમનાં આલિંગન

Full Novel

1

માધવાસ્થળી થી યાદવાસ્થળી - ભાગ - 1

પ્રસ્તાવના: રાધાપ્રેમી રુક્મણી નાં મારાં પ્રથમ પ્રયત્ન નેં મારાં વ્હાલાં વાચકો આપનો સંવેદનાસભર સાથ અને સહકાર મળ્યો એનાં માટે આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. મારાં એ જ પ્રયત્ન નેં હું આગળ વધારું એવી આપ સૌની હ્રદયપુર્વક ની ઈચ્છા છે. એનેં અનુલક્ષી નેં હું મારાં વ્હાલાં માધવ નાં જીવન નેં એક નવાં આવિર્ભાવ તરીકે આપ સૌની સમક્ષ લાવવા જઈ રહી છું. માધવ મારું જીવન છે. માધવ મારાં શ્વાસ છે!! ક્ષણેક્ષણ માં મારી મારાં માધવ નો જ સહવાસ છે!! રચનાઓમાં ધબકતું મારાં માધવનો હ્દયભાવ છે!! મારાં માં વહેતો એમની વાણી નો મીઠો નાદ છે!! શબ્દે શબ્દ માં મારાં એમનાં આલિંગન ...Read More

2

માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી.. - 2

યાદો નાં ઝરુખે : માધવાસ્થળી છે માધવ નાં જીવન નાં અવનવાં રંગ યાદવાસ્થળી છે એમનાં ઈચ્છા વિરુદ્ધ નો યદુકુળવંશ અંત આજ ની સુંદર સવારે : આ રચના નેં રસપ્રદ માણવા માટે પહેલાં તો માધવાસ્થળી અનેં યાદવાસ્થળી વિશે આપણનેં ખરાઅર્થં માં જાણકારી હોવી ખુબ જ જરુરી ...Read More

3

માધવાસ્થળી થી યાદવાસ્થળી..ભાગ-3

યાદો નાં ઝરુખે : માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી પહોંચતા માધવની અલગ જ છે કાંઈ વિટંબણા યાદવાસ્થળી સુધી પહોંચતા છૂટી દરેક અનુકંપા આજની સુંદર સવારે : માધવાસ્થળી એટલે કાના નું વૃજ છૂટ્યું, સાથે સાથે જાણે સર્વસ્વ છૂટયું. જીવન માં કાંઈક મેળવવા ક્યારેક ઘણું બધું ગુમાવવું પણ પડે છે અનેં ગમતાં નો ત્યાગ પણ કરવો પડે છે. કૃષ્ણાઅવતાર માં મનુષ્યો નાં ઉધ્ધાર માટે સર્વસ્વ જ્યારે માણ્યું છે,ત્યારે સર્વસ્વ ગુમાવ્યું પણ છે જ. આપણનેં એમની અવનવી લીલાઓ થી આ જ બોધપાઠ આપવા માટે જ યાદવાસ્થળી નું આયોજન માધવે કર્યુ. એ પણ, પોતાનાં દિલ પર પથ્થર મૂકી ને!!!! કેમકે, માધવાસ્થળી છૂટવાની સાથે કાનાનું ...Read More

4

માધવાસ્થળી થી યાદવાસ્થળી.. ભાગ-4

યાદોનાં ઝરુખે : વૃજ છોડી મથુરા ગયેલ માધવનાં હાથે મહાન તપસ્વી કંસ નો મોક્ષ થયો. અનેં અલગ વિટંબણાઓ વચ્ચે નેં આગળ વધારવા કૃષ્ણનું હસ્તિનાપુર માં આગમન થયું. આજની સુંદર સવારે: મથુરાથી નિમંત્રણ આપી બોલાવાયેલ કૃષ્ણ પોતાની જ એક નવી લીલા આટોપવાનાં આયોજનથી હસ્તિનાપુર માં પ્રવેશ કરે છે. સંહાર એમના આયોજન નો ભાગ ક્યારેય નથી રહ્યો અને મોક્ષ એમનાં આયોજન થી ક્યારેય દૂર નથી રહ્યો. એક મોટા જનસંહાર નું આયોજન આવા કોમળ હ્રદય થી કરવું, કોઈ પણ કાર્ય ની અસીમ પરાકાષ્ઠા સૂચવે છે પણ, એમનાં પ્રિય બાળકો આપણેં માણસો માટે, આ કાર્ય પણ તેમણે કરવું પડ્યું છે. પહેલા થી ખબર ...Read More

5

માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી ભાગ-5

યાદોનાં ઝરુખે : બલદાઉની આદતો થી માધવ રહેતા પરેશાન!! અનેં ત્યાંજ યાદવકુમારો એ કર્યુ નવું કારસ્તાન !!! આજની સુંદર : વૃજ અનેં મથુરા નાં બલદાઉ દ્વારિકામાં આવી એકદમ બદલાઈ ગયાં હતાં. મદિરાપાન, જુગાર આ બધામાં ગળાડૂબ હતાં એ. એેક વખત માધવનો સહારો બનતાં શક્તિમાન બલદાઉ નો માધવનેં વારંવાર સહારો બનવું પડતું.ઘણીવાર સમજાવ્યાં છતાં પણ માધવ નાનાં ભાઈ હોવાથી તેમની મર્યાદાઓથી બંધાયેલાં હતાં. બીજી બાજુ આઠેય રાણીઓનાં પુત્રો એટલે યાદવકુમારો પણ,કાકા નાં રસ્તે ચાલી નીકળ્યા હતાં. યાદવકુમારો ની પદવીનો ગેરલાભ ઉઠાવતા એ સૌ પણ, અનૈતિક કાર્યો અનેં રાજકુમારોની પ્રતિભા નેં લજાવે એવાં વાતાવરણ માં ગરકાવ હતાં. કૃષ્ણને જાણકારી હતી એટલે ...Read More

6

માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી ભાગ-6

યાદો નાં ઝરુખે : એરકા ઘાસ સ્વરુપે દ્વારિકામાં યાદવાસ્થળી નાં હથિયાર નવાં નવાં નેં અવિરત .....કુદરતી રીતે જ બની છે. અનેં એમાંથી એક હથિયાર નો શિકાર મારાં માધવ પણ થવાનાં છે. આજની સુંદર સવારે : એરકા ઘાસ રુપે તૈયાર થયેલાં યાદવાસ્થળી નાં હથિયાર થી યાદવકુમારો સાવ અજાણ છે. એ સહું તો મદિરા અનેં જુગાર માં બલદાઉ સાથે એકદમ વ્યસ્ત છે. કૃષ્ણ જેમને આ વાતનો કોઈ એ અણસાર પણ આપ્યો નથી એમનેં જ હવેં યાદવાસ્થળી નું ખરું આયોજન કરવાનું છે. વંઠેલાં, બગડેલાં અનેં સંપત્તિ નાં મદ થી છકેલાં યાદવકુમારો સાથે તમામ યાદવો નેં સોમનાથ ની આ ખુલ્લી જગ્યા પર દરિયાકિનારે ...Read More

7

માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી ભાગ-7

યાદોનાં ઝરુખે : ઉત્સાહી યાદવો ઉત્સવ નાં ઉદ્વેગમાં ઉજાણીનાં ઉમંગની ઉજવણી માટે ચાલ્યા!! અનેં અચાનક થી એમનો આનંદ આક્રોશમાં આજની સુંદર સવારે : માધવનાં આયોજન કદી આસાન નથી હોતાં એમાં એમનું હ્દય રડે છે ત્યારે જ સૌનાં અહંકાર તૂટે છે. આપણેં મનુષ્યો કેટલાં સ્વાર્થી છે કેમ? આપણાં માટે રડી રહેલાં માધવનેં આપણેં આપણી નરી આંખથી કદી નિહાળી શકતાં નથી, પણ, આપણાં દુ:ખમાં માધવ આપણાં પર હસી રહ્યાં છે આવું હંમેશાં વિચારતાં હોઈએ છીએ. યાદવોની ઉજાણી સુખરૂપ આયોજનબધ્ધ શરુ થઈ તો જાય છે. તેમની ગમતી વસ્તુઓ માંસ, મદીરાપાન બધાંનો પ્રબંધ ત્યાં કરવામાં આવ્યો છે. પણ, આ શું ????અચાનક થી સોમનાથ ...Read More