madhavasthali thi Yadvasthali part - 6 books and stories free download online pdf in Gujarati

માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી ભાગ-6

યાદો નાં ઝરુખે :

એરકા ઘાસ સ્વરુપે દ્વારિકામાં યાદવાસ્થળી નાં હથિયાર નવાં નવાં નેં અવિરત .....કુદરતી રીતે જ બની રહ્યાં છે.

અનેં એમાંથી એક હથિયાર નો શિકાર મારાં માધવ પણ થવાનાં છે.

આજની સુંદર સવારે :

એરકા ઘાસ રુપે તૈયાર થયેલાં યાદવાસ્થળી નાં હથિયાર થી યાદવકુમારો સાવ અજાણ છે. એ સહું તો મદિરા અનેં જુગાર માં બલદાઉ સાથે એકદમ વ્યસ્ત છે.

કૃષ્ણ જેમને આ વાતનો કોઈ એ અણસાર પણ આપ્યો નથી એમનેં જ હવેં યાદવાસ્થળી નું ખરું આયોજન કરવાનું છે.

વંઠેલાં, બગડેલાં અનેં સંપત્તિ નાં મદ થી છકેલાં યાદવકુમારો સાથે તમામ યાદવો નેં સોમનાથ ની આ ખુલ્લી જગ્યા પર દરિયાકિનારે જ્યાં આ જીવલેણ મુશળનું ઘાસ ઊગ્યું છે ત્યાં કોઈપણ રીતે મોકલવાનાં છે. જેની તૈયારી માધવે શરુ કરી દીધી હતી.

આયોજન કરવા માં એ પ્રખર રાજનિતિજ્ઞ હતાં એટલે જ તો એ સફળ રાજનિતિજ્ઞ ની સાથે બધાં જ પાત્રો નેં સારી રીતે ભજવી તેનેં પોતાની  તરફ આકર્ષવા માં ઉદાહરણરુપ હતાં.

જે વાતાવરણ નેં શરણે યાદવો  જાતે જ ગયાં છે, એટલેકે મદિરાપાન અનેં ઘણું બધું... એ જ વાતાવરણ ની ભૂમિકા બાંધી અનેં એમનેં યાદવાસ્થળી નાં સ્થળ સુધી પહોંચાડવું સરળ હતું.

અનેં માધવે એ જ કર્યુ. નગરમાં સેવકો દ્વારા એક સંદેશો પ્રજાજનો સુધી મોકલ્યો.

"દ્વારિકામાં સર્વ યાદવો માટે એક ખુશખબર છે. બાર જ્યોતિર્લિંગ માં નું એક સોમનાથ જ્યોતિર્લિંગ જે દ્વારિકાની શોભા અનેં વિશ્વાસ છે. સુંદરતા અનેં ભોળેનાથ ની ઉદારતા છે. માધવની આ આયોજીત યોજના છે. અનેં દ્વારિકાવાસીઓ ની આ એક ખુશીઓ ની પરાકાષ્ઠા છે. સોમનાથ જ્યોતિર્લિંગ માં પુજા કરી સર્વ યાદવો માટે પીંડતારક ક્ષેત્ર નજીક નાં દરિયાકિનારા વાળી ખુલ્લી જગ્યા પર એક સુંદર સમારંભનું આયોજન થયું છે. જેમાં બધાં યાદવો એ સરસ તૈયાર થઈ નેં ખુશી ખુશી જવાનું છે. ત્યાં ખાનપાન અનેં આનંદઉલ્લાસ ની તમામ વ્યવસ્થા સૌનાં માટે દ્વારિકાધીશ તરફથી કરવામાં આવી છે.નગરનાં રાજકિય સુવર્ણરથ માં બધાં એ ત્યાં પહોંચવાનું છે."

આવા ઉત્સાહ, ઉત્સવ અનેં ઉમંગની પળો તો દ્વારિકાએ લાંબા સમય થી જોઈ જ નહોતી. એટલેં પ્રજામાં તો આનંદની લહેરખી પ્રસરી ગઈ. દરિયાનાં તોફાની મોજા અનેં ફફડાટ મચાવતાં વાયરાની સાથે આ મીઠી લહેરખી ક્યારે ભળી ગઈ કોઈને ખબર પણ નાં પડી. સિવાય કે માધવ!!!!

સૌ યાદવકુમારો સાથે સમગ્ર યાદવકુળ અનેં દ્વારિકા ની પ્રજા રાજા નાં આ સંદેશ થી અત્યંત આનંદિત થઈ  ઝૂમવા લાગી. નાચગાન અનેં આનંદોલ્લાસ ની સાથે સૌ કોઈ આ સંમારભનો આનંદ લૂટવા તૈયારી કરવા લાગ્યા.

સોનાનાં રથો ,ગાડાઓ અનેં જેને જે સાધન મળ્યું તેમાં બેસી જવાની તૈયારી કરવા લાગ્યાં. સમારંભ ને શોભે એવા સરસ સુંદર રંગબેરંગી વસ્ત્રો અનેં આભૂષણો થી યાદવકુમારો અનેં સર્વકોઈ તૈયાર થયાં છે. ક્યાં ખબર હતી એમનેં કે એ સૌનાં મૃત્યુ નો આ સમારંભ  ઉજવાઈ રહ્યો છે.

ત્યારે યાદવસ્ત્રીઓ પણ એ લોકોની સાથે જવા સોળે શણગાર સજીને તૈયાર થઈ નેં આવી ગઈ, જાણે, સ્વર્ગ માંથી અપ્સરાઓ ઉતરી નેં આવી હોય!!

પણ, જે સમારંભ માં સૌ યાદવો જઈ રહ્યા હતાં એ સમારંભ નહીં પણ, સંહાર નું આયોજન હતું. ત્યાં સ્ત્રીઓ નેં કેવી રીતે મોકલાય?

તેઓનેં અહીં જ ઉત્સવ ઉજવવા રોકી લેવાઈ.

દ્વારિકાનાં દરિયાકિનારા સુધી સુવર્ણરથો માં પહોંચી નેં ત્યાંથી નૌકામાં સવાર થયાં યાદવો. સોમનાથ નાં દરિયાકિનારે આ નૌકાઓ થંભી જાણે યાદવોની શ્વાસમાળા થંભી. દ્વારિકાની શોભા સમાન યાદવો .... એ હવે થોડાં સમય માં એમનાં અસ્તિત્વ થી વિખૂટાં પડવાનાં છે. જેનાંથી અજાણ એમણેં સોમનાથ નાં જયોતિર્લિંગ ની પૂજા કરી અનેં ત્યાંથી સમારંભ સ્થળ પીંડતારક ક્ષેત્રે જવા નીકળ્યાં.

સોમનાથ મહાદેવની અંતિમ પૂજા કરી નીકળેલાં યાદવો જન્મોનાં ફેરા માંથી મુક્ત થઈ  અનેં સ્વર્ગ નેં પ્રાપ્ત કરે અનેં કળિયુગ નાં પ્રભાવ થી સદાયનેં માટે દૂર થઈ જાય એવું જ તો માધવ ઇચ્છતાં હતાં.

પ્રભાસપાટણ ક્ષેત્રે સૌ યાદવોએ સ્નાન કરી પૂજા કરી અનેં પછી ઉજાણી(સમારંભ) માટે પીંડતારક ક્ષેત્રે જંગલમાં ગયાં.

ત્યારે સાથે આ બધાજ યાદવોનાં આગેવાન બલદાઉ અનેં માધવ પણ  હતાં. આ ઉજાણીની પૂર્ણાહુતિ સીધી સ્વર્ગ માં થવાની હતી, એ જાણી માધવ વ્યાકુળ હતાં અનેં તેથી જ નિરાશા માં ડૂબેલા હતાં.

કેવું અઘરું રહ્યું હશે એમને  પોતાનાં જ કુળનો નાશ પોતે જ કરવો પડ્યો હશે?

એક વિનાશ સોમનાથ ક્ષેત્રે -પોતાનાં કુળનો

એક, વિનાશ કુરુક્ષેત્રે -પોતાનાં વ્હાલાંઓનો

એક વિનાશ જન્મસ્થળે (મથુરામાં) -પોતાનાં મામાનો

અનેક વિનાશ ગોકુળક્ષેત્રે -સર્વ કોઈનાં મોક્ષ નાં આયોજને

રાધા સાથે નો અવિરત  જીવંત વિરહ -સર્વ કાંઈ સૃષ્ટી નાં અર્થે

કંઈકેટલું છોડવા છતાં વહાલો ખાલી હાથે  અંતિમ સમયે પણ એમનાં કૃષ્ણાવતાર ની દરેક ગતિવિધિઓ નેં આંતરચક્ષુ થી નિહાળતાં અસહ્ય તકલીફ અનુભવે છે,જે પીડા તેમનાં ચરણમાં ખૂપેલું જરા નું તીર  પણ નથી આપી રહ્યું.

યાદવોની ઉજાણી હર્ષોલ્લાસ થી શરૂ તો થઈ જાય છે,પણ, થોડીક જ પળો માં જે ભયાનક સંજોગો સર્જાવાના હતાં એ તો એનાં સર્જક માટે એટલે કે માધવ માટે અત્યંત દયનીય હતું.

એકબીજા ની સાથે હસીખુશી થી આનંદપૂર્વક ઉજાણી કરતાં યાદવો અચાનક સામસામે આવી ગયાં. અને, શરુઆત થઈ  યાદવાસ્થળી નાં યાદવયુધ્ધ ની!!!!!

માધવનાં માટે એમનું સમગ્ર જીવન એક આયોજન હતું, જે એમણેં પોતાના વ્હાલાંઓ નાં ભોગે પાર પાડવાનું હતું. પણ, છતાં સમગ્ર સૃષ્ટી નાં અનેં પોતાનાં ઓ નાં પણ એ ગુનેગાર બની ગયા હતાં.

આપણી  માણસાઈ કૃષ્ણને લીલાઓ માં જ ઓળખે છે!!

એની પાછળ છુપાયેલા મારાં માધવ નાં આંસુ નેં કોણ લૂછે છે??

માધવ ઈશ્વર છે એ સર્વોધ્ધારક છે ,છતાં કેમ આવા વિનાશ સર્જે છે??

પોતાનાંઓ નાં કર્મો થી સૌનેં મોક્ષ અપાવવા એ હંમેશા ઝૂરે  છે!!

ભગવાન થઈ નેં રાધા વ્હાલી નો વિરહ પણ એ પોતાનાંમાં પૂરે છે!!

મનુષ્યમાં છતાં પણ, એમ કહેવાય કે એ તો લીલાઓ કરે છે!!

એની લીલાઓનેં સૌ  વિચલિત નજરે જુએ છે!!

પણ, સૃષ્ટી નાં સર્જનહાર નેં ક્યાં  કોઈ માણસ તરીકે જુએ છે!!

કૃષ્ણાઅવતાર માં મનુષ્ય બની આવનાર કળિયુગ નેં એમણેં માપ્યો છે!!

એટલે જ સંહારોની પરાકાષ્ઠા એ સૌનેં મોક્ષ આપ્યો છે!!

પોતાનાં શ્રી હસ્તે સૌનાં  કર્મોનેં સ્વર્ગ નાં રસ્તે એણે વાળ્યો છે!!

યાદવકુળનું સર્જન કરી પોતાનાં હાથે એનેં માર્યો છે!!

પણ, આમ કરીને માધવે એમનેં કળિયુગ ની કડાકૂટ થી દૂર રાખ્યો છે.

સરળ નથી આમ, પોતાનાં વ્હાલાઓ નેં દુ:ખ માં જોવા!!

પણ, આમ કરી એમણેં સમગ્ સૃષ્ટી નેં અનોખો બોધ આપ્યો છે!!

મારાં માધવ સાથે ,મારાં વ્હાલાં મિત્રો હવેં તમેં પણ લાગણીથી બંધાઈ ગયાં છો. એનો વિષાદ મારાં આંસુ બની જાય છે. પણ, માધવ તો માધવ જ છે એનેં પોતાનાં વિષાદ માં પણ હંમેશા ખુશ રહેતાં આવડે છે.

યાદવોની ઉત્સાહ થી ચાલતી ઉજાણી ઝઘડા માં કેમ અનેં ક્યારે પરિણમી એનો જવાબ તો મારાં માધવ પાસે થી જ મળશે ને?

એનાં માટે એનેં મળો, અનુભવો, ઓળખો અનેં સાચા હ્રદયથી એનેં સમજો. હવે, આગળ શું થશે એનો જવાબ એ મારાં કરતાં પહેલાં કદાચ, તમનેં આપી દે મારાં વ્હાલાં મિત્રો!!!

માધવ સાથે ખુશ રહો, એનાં સ્મિત માં મલકાતાં રહો, એની લીલામાં હરખાતાં રહો, સદાસર્વદા માધવ સંગ જોડાતાં રહો.

મીસ. મીરાં

જય શ્રી કૃષ્ણ....