શહેર આખામાં જેનું નામ આદર અને પ્રતિષ્ઠાથી લેવાતું હતું તેવા નવનીતલાલ આજે એક અજીબ જ અસમંજસમાં ફસાયેલા હતા. વેપારી આલમમાં એમનો ડંકો વાગતો હતો, અનાજ અને કાપડના મોટા ધંધામાં એમની શાખ એવી હતી કે માત્ર એક સહીથી કરોડો રૂપિયાની લેવડ-દેવડ થઈ જતી. પરંતુ આજે દુનિયાભરના વેપારીઓની મુશ્કેલીઓ હલ કરનાર નવનીતલાલ પોતે જ એક એવી અંગત અને પારિવારિક સમસ્યાથી ઘેરાયેલા હતા કે જે કોઈની આગળ મોં ખોલીને કહી શકાય તેમ નહોતું. વાત સીધી હતી પણ ખૂબ જ નાજુક— એમની યુવાન દીકરી સ્નેહાનું બદલાયેલું વર્તન!
દીકરીની જાસૂસી - 1
દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૧ શહેર આખામાં જેનું નામ આદર અને પ્રતિષ્ઠાથી લેવાતું હતું તેવા નવનીતલાલ આજે અજીબ જ અસમંજસમાં ફસાયેલા હતા. વેપારી આલમમાં એમનો ડંકો વાગતો હતો, અનાજ અને કાપડના મોટા ધંધામાં એમની શાખ એવી હતી કે માત્ર એક સહીથી કરોડો રૂપિયાની લેવડ-દેવડ થઈ જતી. પરંતુ આજે દુનિયાભરના વેપારીઓની મુશ્કેલીઓ હલ કરનાર નવનીતલાલ પોતે જ એક એવી અંગત અને પારિવારિક સમસ્યાથી ઘેરાયેલા હતા કે જે કોઈની આગળ મોં ખોલીને કહી શકાય તેમ નહોતું. વાત સીધી હતી પણ ખૂબ જ નાજુક— એમની યુવાન દીકરી સ્નેહાનું બદલાયેલું વર્તન! એક બાપ તરીકે પોતાની દીકરીની આબરૂ અને ...Read More
દીકરીની જાસૂસી - 2
દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૨ એકદમ સાંકડી, ધૂળિયા વાતાવરણવાળી ખોલીમાં જ્ઞાનેશકુમારના એ સચોટ અને ધમકીભર્યા અંદાજે નવનીતલાલને માટે સ્તબ્ધ કરી દીધા. કોઈ પણ જાતના વિલંબ વિના સીધા જ મુદા પર આવવાની આ કળા માત્ર કોઈ મંજેલા ખેલાડી કે અનુભવી ડિટેક્ટિવની જ હોઈ શકે. નવનીતલાલ પોતાની જાતને સંભાળતા ટેબલની સામે ગોઠવાયેલી બીજી લાકડાની ખુરશી પર બેઠા. એમણે ખિસ્સામાંથી સફેદ રેશમી રૂમાલ કાઢીને પોતાના કપાળ પર બાઝી ગયેલો પરસેવો લૂછ્યો અને બોલવાનું ચાલુ રાખ્યું. ‘જ્ઞાનેશકુમાર, તમે બરાબર સમજી ગયા છો કે હું શા માટે અહીં આવ્યો છું.’ નવનીતલાલનો અવાજ થોડો ગગડ્યો, ‘મારી દીકરી સ્નેહા, જે ગઈ ...Read More
દીકરીની જાસૂસી - 3
દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૩ બે દિવસ વીતી ગયા પછી નવનીતલાલના ફોનની ઘંટડી રણકી. સામે છેડેથી જ્ઞાનેશકુમારનો જ ઘેરો અને મક્કમ અવાજ સંભળાયો, ‘આજે બપોરે હું તમારા બંગલે આવું છું. તમે એવું આયોજન કરજો કે સ્નેહા પોતાના બેડરૂમમાં હોય પણ રૂમ અંદરથી લૉક ન કરેલો હોય અથવા તો એ ઘરની બહાર કોઈ કામસર ગઈ હોય એવો સમય યોગ્ય રહેશે.’ નવનીતલાલે તરત જ સમય ગોઠવી દીધો કે બપોરે ત્રણ વાગ્યે સ્નેહા પોતાના કોલેજના કોઈ પ્રોજેક્ટ માટે બહાર જવાની છે અને એ વખતે આખો બંગલો ખાલી હશે. બરાબર બપોરે ત્રણ વાગે જ્ઞાનેશકુમાર નવનીતલાલના ...Read More
દીકરીની જાસૂસી - 4
દીકરીની જાસૂસી-રાકેશ ઠક્કરપ્રકરણ ૪ જ્ઞાનેશકુમારના આ અણધાર્યા સવાલે નવનીતલાલને ભ્રમમાં મૂકી દીધા. ‘રામુકાકાનો જુવાન દીકરો?’ નવનીતલાલનું થોડીવાર માટે શૂન્ય થઈ ગયું. એમણે ફિક્કું હસીને જવાબ આપ્યો, ‘જ્ઞાનેશકુમાર, તમે કંઈક ગેરસમજ કરી રહ્યા છો. રામુકાકા તો નિઃસંતાન છે, એમને કોઈ સંતાન જ નથી!’ જ્ઞાનેશકુમારે પોતાની તીક્ષ્ણ નજર નવનીતલાલના ચહેરા પર સ્થિર કરી અને પૂછ્યું, ‘નિઃસંતાન છે? તો પછી હમણાં એમના ઘરમાં રહેવા આવેલો પેલો યુવાન કોણ છે? મેં નીચે આવતી વખતે બાજુની સાઈડથી એને જોયો છે. દેખાવમાં એકદમ હોશિયાર, સ્માર્ટ અને હીરો ટાઈપ લાગે છે.’ નવનીતલાલના ચહેરા પર હવે આશ્ચર્યની સાથે ...Read More