ડ્રીમ ટનલ

(58)
  • 9.5k
  • 7
  • 3.4k

નોર્વે દેશમાં ઉત્તરે આવેલું રોઝનબર્ગ શહેર નકશામાં શોધવા જઇએ તો ઝડપથી મળે નહીં એટલું નાનું અને ઘણું અંતરીયાળ હતું. પહાડોની ગોદમાં ખાસ્સી ઉંચાઇ પર આ શહેર વસ્યું હતું. ત્રણ ઉંચા બરફ આચ્છાદિત પહાડો અને એ ત્રિકોણની વચ્ચે સમતળ મેદાન જેવો તળેટીનો વિસ્તાર રોઝનબર્ગ તરીકે ઓળખાતો. ત્રણેય પહાડ તો બરફ આચ્છાદિત ખરા જ પણ એમની વચ્ચેની તળેટી પણ બરફથી ઘેરાયેલી રહેતી. આખો શિયાળો હાડ ગાળી દેતી ઠંડી રહેતી. ખરા શિયાળામાં -૧૫ ડીગ્રી તાપમાન પહોંચી જતું અને એ સંજોગોમાં પણ અહીંના કામધંધા ચાલુ રહેતાં. ઉનાળામાં કેટલોક બરફ પીગળીને ઝરણાનું સ્વરૂપ ધારણ કરતો ત્યારનો નજારો અત્યંત મનમોહક બનતો. એ ઝરણાઓના કિનારે અવનવા રંગોના

Full Novel

1

ડ્રીમ ટનલ - ૧

નોર્વે દેશમાં ઉત્તરે આવેલું રોઝનબર્ગ શહેર નકશામાં શોધવા જઇએ તો ઝડપથી મળે નહીં એટલું નાનું અને ઘણું અંતરીયાળ હતું. ગોદમાં ખાસ્સી ઉંચાઇ પર આ શહેર વસ્યું હતું. ત્રણ ઉંચા બરફ આચ્છાદિત પહાડો અને એ ત્રિકોણની વચ્ચે સમતળ મેદાન જેવો તળેટીનો વિસ્તાર રોઝનબર્ગ તરીકે ઓળખાતો. ત્રણેય પહાડ તો બરફ આચ્છાદિત ખરા જ પણ એમની વચ્ચેની તળેટી પણ બરફથી ઘેરાયેલી રહેતી. આખો શિયાળો હાડ ગાળી દેતી ઠંડી રહેતી. ખરા શિયાળામાં -૧૫ ડીગ્રી તાપમાન પહોંચી જતું અને એ સંજોગોમાં પણ અહીંના કામધંધા ચાલુ રહેતાં. ઉનાળામાં કેટલોક બરફ પીગળીને ઝરણાનું સ્વરૂપ ધારણ કરતો ત્યારનો નજારો અત્યંત મનમોહક બનતો. એ ઝરણાઓના કિનારે અવનવા રંગોના ...Read More

2

ડ્રીમ ટનલ - ૨

“લીલી અને મેથ્યુ. મારો પ્લાન સાંભળી લો. પહેલી વાત એ કે ઓસ્લોના સેટેલાઇટ રિપોર્ટ પ્રમાણે પેલા ભુકંપનું એપીસેન્ટર અહીંથી કિમી દૂર છે. મારા અંદાજા પ્રમાણે પણ પેલો ભેદી પ્રકાશ લગભગ સાઇઠ-સીતેર કિમી દૂર હતો. એટલે મારે બરફમાં સાઇઠેક કિમીથી વધુ નહીં ચાલવું પડે. આ અંતર હું બે કે ત્રણ દિવસમાં કાપી લઇશ. પછી ત્યાં શું ફેરફાર થઇ રહ્યો છે એ લાઇવ જોઇશ તોજ ખબર પડશે. વળતા પ્રવાસમાં બીજા બે-ત્રણ દિવસ એટલે કુલ એક અઠવાડીયાથી વધુ સમય નહીં જ લાગે. બીજી વાત એ કે મેથ્યુ એનાં કેટલાંક ગેજેટ્સ વડે મને મદદ કરશે એટલે મારો પ્રવાસ જરા વધુ આસાન બનશે અને ...Read More

3

ડ્રીમ ટનલ - ૩

લીલીએ સાઇકલને સીધી મેથ્યુના ઘર તરફ મારી મુકી. એણે મેથ્યુને સઘળી હકીકત જણાવી. મેથ્યુએ તાબડતોબ માઇકલ અંકલને બોલાવી લીધા પરિસ્થિતીથી વાકેફ કર્યાં. એ તો આખી વાત સાંભળી હેબતાઇ ગયાં. એ માની જ નહોતાં શકતાં કે લિયોનાં શરીરમાં કોઇ ઓર માણસ છે, પણ હવે એ સ્પષ્ટ હતું કે લિયોમાં ટોમની સંવેદનાઓ જાગી ગઇ હતી અને એ ઝડપથી એની લેબમાં પાછો ફરવા માટે બરફમાં આગળ વધી ગયો હતો. હવે બહુ વિચાર કરવાનો સમય ન હતો. તાત્કાલીક નિર્ણય લેવાનો હતો. લિયોને લેબ સુધી જતા અટકાવી વિશ્વની તબાહી રોકવાની હતી. મેથ્યુ અને માઇકલ અંકલ લિયોની પાછળ જવા તૈયાર થયાં. લીલી પણ સાથે જોડાવા ...Read More